કોવિડ19 સુપર સ્પ્રેડરો ગામડા અને શહેરમાં કોરોના બેફામ ફેલાવી રહ્યા છે.
- ડો. હસમુખ ચાવડા & ડો.ડિમ્પલ રામાણી
મનોવિજ્ઞાન ભવન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
કોરોના મહામારી વિસ્તરતી જ જાય છે. સરકાર દ્વારા લાદવામા આવતી ગાઈડલાઈન, પોલીસ તંત્રના નિયંત્રણો, બંધ સ્કૂલો, નાની દુકાનથી માંડી મોટા મોટા ઉદ્યોગો બંધ છતા આ બિમારી અટકવાનું નામ લેતી નથી તેની પાછળનુ કારણ શુ? જેવા પ્રશ્નોને અનુલક્ષીને આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમા ચોકાવનારા કારણો સામે આવ્યા છે.
કોરોના મહામારીએ ભરડો લીધો છે ત્યારે સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે.કોવિડ -૧૯ રોગચાળો પહેલાથી વધુ પ્રમાણમાં ચેપગ્રસ્ત લોકો અને વિશ્વમાં ફેલાતો રહ્યો હોવાથી, આપણા ચેપી રોગના નિષ્ણાતોની કેટલીક સલાહ છે કે "ઘરે રહો, સુરક્ષિત રહો." પરંતુ આપણી અમુક પરંપરાગત માન્યતાઓ, ધાર્મિક મેળાવળાઓ, સારા નરસા પ્રસંગમાં ભેગા થવુ, કાઈ કામ ન હોય તો પાનના ગલે ફાકી-પાન-માવા ખાવા ભેગા થવુ અને મિત્રો સાથે ગપાટા મારવા જેવી આપણી માનસિકતાના કારણો કોરોનાને સ્પ્રેડ થવા માટે અનુકૂળ વાતાવરણ પુરૂ
પાડી રહ્યા છે.
કોરોના સુપર સ્પ્રેડર એટલે શું?
જ્યારે કોઈ કોરોના ગ્રસ્ત વ્યક્તિ કે જુથ અસામાન્ય રીતે મોટી સંખ્યામાં અન્ય લોકોને સંક્રમિત કરે છે ત્યારે તે એક વ્યક્તિ કે જુથ કોરોના સુપર સ્પ્રેડર છે તેવુ કહી શકાય. સાથે સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ વધુ લોકોના સંપર્કમાં જે વ્યક્તિ આવે છે તે પણ સુપર સ્પ્રેડર થઈ શકે
આ સર્વેમા એવુ પણ બહાર આવ્યું છે કે જે લોકો બિનજરૂરી રીતે આટા ફેરા મારે છે, પોતાને કોરોનાના લક્ષણો છે તેને જાણ હોવા છતા અન્ય લોકો સાથે સંપર્ક બનાવી રાખે છે, સમયસર સારવાર કે ચેકઅપ ન કરાવીને ઘરના અન્ય સભ્યોને બિમાર કરે છે, મિત્રો કે સગાસબંધીઓના ઘરે માસ્ક ન પહેરનારા લોકો કોરોના સુપર સ્પ્રેડરો છે.
કોરોના સુપર સ્પ્રેડરો :-
- અગત્યના કામનુ બહાનુ કરીને બહાર ફરતી તમામ વ્યક્તિઓ
- કોરોનાનો અંત આવે તે માટે ધાર્મિક મેળાવડા
- દેહાંત વિધિઓમા મોટા પ્રમાણમાં એકત્ર થવુ.
- પોતે કોરોના ગ્રસ્ત છે છતા અન્ય લોકોને મળવુ.
- ગાઇડલાઇન મુજબ નિયમોનુ પાલન ન કરનારા તમામ લોકો
- લગ્ન પ્રસંગ અથવા પાર્ટીઓમાં એકત્ર થનાર લોકો
- આવી પરિસ્થિતિમાં ફોટો શુટ કરવા નિકળતા મિત્રોના જુથો..
આ સર્વે પ્રમાણે સૌથી વઘુ સુપરસ્પ્રેડર જો કોઈ હોય તો ટીન એજ બાળકો અને યુવાનો.. તેઓ જુદા જુદા ઈમોશનલ બહાના કરીને પરિવારને છેતરીને બહાર બે રોકટોક ફરી રહ્યા છે. તેઓના મુખે જ બહાના કેવા કરે છે તે સંશોધન સર્વેમાં અમને જાણવા મળેલ. યુવાનો અને તરુણો ક્યાં બહાના કરે છે તે નીચે મુજબ છે.
કેવા પ્રકારના બહાનાઓ કરીને યુવાનો બહાર નીકળે છે :-
- દવા લેવા જવાનુ બહાનું
- મિત્ર ને કામ છે અથવા મિત્ર ઘરે વાંચવા જવાનુ બહાના કરી મિત્રો સાથે ફરવા જતા રહેવું
- સેવા કરવાને બહાને
- વસ્તુ લેવાના બહાને
- પાન - ફાકીના બહાના
- ભણવાના કે કલાસીસના બહાના
- ઝેરોક્ષ કરવાનાં બહાના
- ક્રિકેટ રમવા નિકળી જાવું
- ઘણા યુવાનો મેડીકલ ઇમરજન્સી નું કહી બહાર નીકળે
- ફ્રેશ થવા માટે બહાર જાવ છુ તેવુ કહી ઘણા મિત્રોને મળે છે.
- મારા મિત્રને મારી ઈમરજન્સીમા જરૂરિયાત પડી છે તો મારે તેને મળવા જવુ પડશે.
- યુવાનોને કોરોનાની કોઇ નિષેધક અસરો નથી થતી.
- આખો દિવસ ઘરમાં રહીને કંટાળો આવે છે.
- કોરોના તો હજુ ચાલવાનો જ છે ઘરમા ક્યા સુધી રહેવુ? બહાર તો જાવું ને?
1080 લોકો બહાર હતા તેના આધારે કઈ ઉમરના વ્યક્તિઓ બહાર ફરી રહી છે તેમા ચોકાવનાર હકીકત સામે આવી છે.
- 15થી 25 વર્ષના વ્યક્તિઓનુ પ્રમાણ 49% હતું.
- 26થી 40 વર્ષના વ્યક્તિઓનુ પ્રમાણ 22% હતું.
- 41થી 55 વર્ષના વ્યક્તિઓનુ પ્રમાણ 17% હતુ.
- 56થી વધુ વર્ષના વ્યક્તિઓનુ પ્રમાણ 12% હતું.
*સૌથી વધુ મોટા ભાગે 15થી 25 વર્ષની ઉમરના યુવાનો બહાના બાજી કરીને બહાર ફરી રહ્યા છે*.
જે અપરિણીત છે અને તેમની ઉપર સામાજિક તેમજ કુટુંબની જવાબદારીઓ ઓછી હોય છે . તેમને મનમા એવુ છે કે અમારી ઈમ્યુનીટી સ્ટ્રોંગ છે તેથી અમને કાંઇ નહી થાય પરંતુ ઘરના વડીલોની અથવા નાના બાળકોની ઈમ્યુનીટી યુવાનો જેટલી સ્ટ્રોંગ હોતી નથી તેથી તેઓ ચેપગ્રસ્ત ઝડપથી થાય છે. આવા લોકો હાથે કરી બીમારીને નોતરું આપે છે. આવા ઘણા લોકો ને કહેવામાં આવે તો સામે બોલીને વડીલોનું માનતા નથી.
મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ એ જોગસણના માર્ગદર્શનમાં અમારા 45 સલાહકાર વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ડો.ધારા દોશી, ડો.ડિમ્પલ રામાણી, ડો.હસમુખ ચાવડાના ધ્યાનમા આવેલ કોરોના સુપર સ્પ્રેડરોના કિસ્સાઓ:
1. યુવાન મિત્રોનું એક જુથ ફોટો શુટ કરતું હતુ. તેમને પુછવામા આવ્યું કે આવી મહામારી જુથમા એકત્ર થઈ ફોટો શુટ કરવું જરૂરી છે. તેમને જવાબ આપ્યો કે સાહેબ ક્યાંય કોરોના છે જ નહી અને હશે તો અમે કાલ સવારે મરી જવાના છીએ તો આજે મોજથી જીવી લઈએ.
2. સાણંદમાં બનેલ પાણી ચડાવવાની ઘટના જેમા બહેનો માથે બેડા લઈ એક મોટા જુથમા એકત્ર થઈ હતી. એટલે કે અંધશ્રદ્ધા પણ ઘણે અંશે જવાબદાર છે.
3. એક શાકભાજી વેચતા ભાઇને કોરોનાના લક્ષણો જણાતા હતા તેમને કહેવામા આવ્યુ કે ભાઈ તમે ચેકઅપ કરાવો તો તેમને કહ્યુ કે ભાઇ મારે પાંચ સંતાનો છે અને કમાવવા વાળો હુ એક છુ, જો હુ ચેકઅપ કરાવીને દવાખાને જઈશ તો મારા સંતાનો ભૂખ્યા મરશે.
4. અનેક ગામડામા કોરોનાને હરાવવા કરવામા આવતા પુજાપાઠો, ભજનમંડળીઓ
5. શેરીના ખુણે બધા બહુ ભેગા થાય છે તેવી ઘટનાઓ પણ સામે આવી છે.કોઈના ઘર થકી કે ત્યાં રહેતા લોકો દ્વારા કહેવામાં આવે તો મારપીટ પર ઉતરી જાય છે. કેમ આવા લોકોને સમજાવવા?
6. ઘણા યુવાનો ભેગા થઇ ક્રિકેટ રમે છે તેમને પુછવામા આવે તો જવાબ દે છે કે ઘરમા કંટાળો આવે છે અને રમીએ તો બોડીની કસરત થઈ જાય છે જે રોગપ્રતિકારક શક્તિમા વધારો કરે છે
7. એક ભાઈના મૃત્યુ પાછળ જો ક્રિયાકાંડ ન કરાવીએ તો મૃત્યુ પામેલ વ્યક્તિના આત્માને શાંતિ મળતી નથી. માટે ક્રિયા માટે તો બધાએ ભેગા થવું જ પડે.
8. થોડા સમય પહેલા રાજકોટ જિલ્લાના એક ગામમાં એક પાનના ગલે 7થી 8 યુવાનો ભેગા થઇ ફાકી ખાઈને ત્યાં ને ત્યાં થુક્યા અને ગલ્લા વાળા ભાઈએ કહ્યું તમે લોકો દૂર ઉભા રહો પોલીસ આવશે તો મારો વારો પડશે. તો જવાબમાં મળ્યું કે અમે પૈસા દઈને વસ્તુ ખરીદીએ છીએ મફતમાં નહિ માટે અમને જવાનુ ન કહી શકો.
આમ, અનેક કિસ્સાઓ મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમા આવ્યા છે.
કોરોના સુપર સ્પ્રેડરને રોકવાના ઉપાયો :-
કેટલાક લોકો વાયરસને ખૂબ જ સરળતાથી વહન અને પ્રસારિત કરે છે.જો કે, કોરોના ખૂબ વકર્યો હોવાથી હાલમાં રસ્તા પર રખડતા “સુપર સ્પ્રેડરો”ને નિયંત્રિત કરવામાં આપણે સમર્થ નથી, તેમ છતાં, કેટલીક બાબતોની કાળજી દ્વારા તેમની અસર મર્યાદિત કરી શકાય છે.
- ફિજિકલ ડિસ્ટન્સ જાળવવું
- બહાર નિકળતા સમયે માસ્કનો અચુક ઉપયોગ કરવો
- સેનીટાઈજર હંમેશા સાથે રાખી તેનો ઉપયોગ કરવો
- બિનજરૂરી રીતે બહાર ન ફરવું
- માતાપિતા એ પોતાના બાળકોને ઘરે રહેવા સલાહ આપવી એટલું જ નહીં પણ તેઓ તમારા વર્તનમાંથી શીખે એવું આદર્શ વર્તન કરો.
- સામાજિક મેળાવડાઓમાં સામેલ ન થવુ.
- કોરોના રોગચાળો છે ત્યાં સુધી આપણે સામાજિક એકલતાને સ્વીકારવી પડશે.
- જયારે તમારું સંતાન બહાર જાય છે ત્યારે તે ખરેખર ક્યાં કામે બહાર જાય છે તેના પર ધ્યાન આપો.તેની લાગણી સાથે કડક અને શિસ્તબદ્વ વ્યવહાર કરો..
- જો આવી ટોળકી નજરે ચડે તો નજીકના પોલીસ સ્ટેશને જાણ કરો.
Department:
Department of Psychology
10-06-2021