સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અર્થશાસ્ત્ર ભવનની વિદ્યાર્થીની વ્યાસ હેમાલી એ રાષ્ટ્રીયકક્ષા એ પેરા ઓલમ્પિકમાં ૨૦૦ મીટર દોડ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે.

 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી સાહેબે હેમાલી વ્યાસની આ સિદ્ધિને બિરદાવી હતી અને પુષ્પગુચ્છ તથા શુભેચ્છા પત્ર અર્પણ કરી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ભવનના અધ્યક્ષશ્રી ડો. એન.આર. શાહ, કુલસચિવશ્રી અમીતભાઈ પારેખ તથા ઈ.ચા. શારીરિક શિક્ષણ નિયામકશ્રી ડો. મીનાક્ષીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrauniversity #vc #drgirishbhimani


Department: Physical Education Section

17-05-2022