Nomophobia In Youth: A Psychological Article By Purohit Ami & Dr. Dhara R. doshi


*મોબાઈલ વગર ન રહી શકવાની માનસિકતા: નોમોફોબિયા Nomophobia*

 

પુરોહિત અમી, વિદ્યાર્થીની, મનોવિજ્ઞાન ભવન

ડો.ધારા આર.દોશી, અધ્યાપક,મનોવિજ્ઞાન ભવન

 

 

 ફોબિયા એટલે જેને મનોવિજ્ઞાન માં ખોટા ભય તરીકે ઓળખવામાં આવે છે. NO MOBILE PHONE PHOBIA એટલે કે નોમોફોબિયા જેમાં વ્યક્તિ પાસે પોતાનો ફોન ન હોય ત્યારે લાગતો ડર. મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની પુરોહિત અમી અને ડો.ધારા આર.દોશીના મતે લગભગ આજ મોટાભાગની વ્યક્તિ વતે ઓછે અંશે આ ફોબિયા નો શિકાર બની છે જેમાં સહુથી વધુ કિશોરો અને યુવાઓનો સમાવેશ થાય છે.

*આ સર્વે માં 74% કિશોરો અને યુવાનો એ જણાવ્યું કે અમે મોબાઈલ વગર તીવ્ર બેચેની અનુભવીએ છીએ. 27% પ્રૌઢે જણાવ્યું કે મોબાઈલ વગર બેચેની અનુભવી એ છીએ અને 18% 55 થી વઘુ ઉંમરના લોકોએ કહ્યું કે અમે મોબાઈલ વગર બેચેની અનુભવીએ છીએ*.  *89% યુવાનોએ જણાવ્યું કે સવારે જાગીને પેલું કામ મોબાઈલમાં સોશિયલ મીડિયા ચેક કરવાનું કરીએ છીએ. 36% પ્રૌઢે જણાવ્યું કે નીંદર ઉડતા જિ મોબાઈલ હાથમા લે છે,  જયારે 13 % 55 થી વઘુ ઉંમરના લોકોએ સ્વીકાર્યું કે મોબાઈલ જાગતા જ હાથમા લઈએ છીએ*. સ્ત્રી અને પુરુષમાં આ બાબત સમાંતર છે. 

   આધુનિક યુગમાં મોબાઈલ ફોન નો ઉપયોગ ખૂબ જરૂરી થઇ ગયો છે.માણસોની સંખ્યા કરતાં મોબાઇલ ફોનની સંખ્યા વધુ છે તેમ કહેવામાં કઈ ખોટું નથી. આપણા, આપણા પરિવાર કે આપણી આસપાસ રહેતા દરેક વ્યક્તિઓ પાસે મોબાઇલ ફોન હોય જ છે.

  

   આવા સ્માર્ટ ફોન ના જમાનામાં જેટલા તેના ફાયદાઓ અને સગવડતા છે,તેટલા જ ગેરફાયદા કે નુકશાન પણ છે. ઘરે બેઠા માનવી માત્ર હાથની બે આંગળીઓ ચલાવી દેશ- વિદેશ ફરી આવે છે, જમવાનું પણ મગાવી શકે છે ઉપરાંત ટિકિટો બુક કરી શકે છે અને ઓનલાઇન ખરીદી પણ ઘરે બેઠા જ કરી શકે છે. તેમાં પછી મનોરંજનની વાત હોય કે કોઈ સૂચનાના કે માહિતીના આદાન - પ્રદાનની.

 

   પરંતુ સ્માર્ટ ફોનથી નુકશાન પણ શક્ય છે.  સ્માર્ટ ફોન ના આવવાથી મગજનું કાર્ય ઘટવા લાગ્યું છે. સ્માર્ટ ફોનમાં નંબર સાથે નામ પણ સહેલાઈથી થી સેવ કરી શકાય છે.જેને લીધે માનવ મગજ વ્યસ્તતા ગુમાવે છે, તેને બીજું કોઈ કરણવગરનું અને અનેક વિચારો કે ચિંતા કરવા માટે સમય મળી રહે છે.

 

   નો મોબાઈલ ફોન ફોબિયા એ એક એવું લક્ષણ છે કે જેને લીધે માનવી જો પોતાના ફોન થી દુર હોય તો અકારણ ચિંતા અને તણાવ અનુભવે છે. મનોવૈજ્ઞાનિકોના મત મુજબ સ્માર્ટ ફોનનું વ્યસન કેફી પદાર્થ કે પીણાઓ કરતા પણ વધુ નુકશાનકારક છે. 

 

સતત આગળ વધતા જતા જમાનામાં એક તરફ આધુનિક ઉપકરણોનો ઉપયોગ દરેક માટે જરૂરી છે. પરંતુ મુશ્કેલી ત્યારે પડે છે જયારે તેનો ઉપયોગ વધુ પડતો થવા લાગે અને  તેનું એડિક્સન થવા લાગે.

 

   આ માનસિક બીમારીનો ભોગ બનેલા વ્યક્તિઓને નોમોફોબ પર્શન તરીકે ઓળખાવી શકાય છે.  આજકાલ તો નાનું બાળક ચલતા પણ ન શીખ્યું હોય તેની પહેલાં તે સ્માર્ટ ફોન ચલાવતા શીખી ગયો હોય છે. માતા પિતા પણબાળક જ્યારે તોફાન કરે કે માતા પિતાને કઈ કામ હોય તો બાળકને મોબાઈલ પકડાવી દે છે અને ત્યાંથી નોમોફોબિયા ની શરૂઆત પણ થાય છે

*નોમોફોબિયા થી થતી અસરો :*

 

આમ તો આ એક માનસિક બીમારી છે. માનસિક બીમારીની અસર કોઈ પણ રીતે શારીરિક પર થતી જ હોય છે તેવી જ રીતે આ નોમોફોબિયાની અસર પણ  વ્યક્તિના શરીર પર જોવા મળે છે..  વધુ પડતાં સ્માર્ટ ફોન ના ઉપયોગ થી  વ્યક્તિ ને *ગાઈક કમ્પ્યુટર આઇસ સિન્ડ્રોમ* જેવી શારીરિક અસર થઈ શકે છે. જેમાં વ્યક્તિની આંખ સુકાવા લાગે છે, ખેંચાણ અનુભવે છે, આંખ જીણી થવા લાગે છે, આંખમાં રહેલ પાણી સુકાવા લાગે છે અથવા સ્પષ્ટ રીતે જોવા માટે આંખોને જીણી કરવી પડે છે.

 

   ઉપરાંત બાળકોમાં આજકાલ ઓનલાઇન ગેમિંગ નો ખતરો વધ્યો છે. બાળકો કલાકો સુધી ઓનલાઇન ગેમ્સ રમતા હોય છે.જેને લીધે તેઓનું ફોન પ્રત્યેનું એડિકસન વધે છે અને તેની અસર તેના માનસિક સ્વાસ્થ્ય પર તેમજ શ્રવણ શક્તિ કે અને દ્રષ્ટિ ક્ષમતા પર થતી હોય છે.  આ ઉપરાંત તેની કેટલીક સામાન્ય અસરો પણ છે જેમકે..કોઈ કામમાં મન ન લાગવું, માથામાં દુઃખાવો, સતત દર લાગવો, અનિંદ્રા, થાક, આળસ, સ્વભાવમાં ચીડિયાપણું, માનસિક તણાવ, એકાગ્રતાનો અભાવ, આંખમાંથી પાણી નીકળવા વગેરે..

વધુ પડતાં સ્માર્ટ ફોન ના ઉપયોગ થી વ્યક્તિ પરિવારના સભ્યો સાથે વાતચીત કરી શકતો નથી, વિચાર શક્તિ કમજોર થવા લાગે છે, ઝગડા કરે છે તેમજ તે સમાજની અન્ય વ્યક્તિ સાથે સમાયોજન સાધવામાં પણ નિષ્ફળતા અનુભવે છે.

 

*કેવા હોઇ શકે છે નોમોફોબિયાના લક્ષણો :* 

 

# વારંવાર ફોન ચેક કરવો,

#ફોનની બેટરી થોડી પણ ઉતરી જાય તો અકારણ તણાવ,

#ફોન પોતાની પાસે ન હોય તો સતત ચિંતા કે ચીડિયાપણું,

#અચાનક જ ફોનમાં રીંગ વાગે એવા ભ્રમ સેવી ફોન ચેક કરવો

# રાત્રે વારંવાર ફોન બાજુમાં જ પડ્યો છે કે નહીં એવું તપાસવું

# કોઈ ભૂલથી ય પોતાનો ફોન અડે તો ગુસ્સે થઈ જવું

 

*કઈ રીતે બચી શકાય નોમોફોબિયા થી*

આવા સમયે ફોન થી દુર રહેવા માટે બને તેટલા વધુ પ્રયાસો કરવા, પરિવાર કે વડીલો સાથે વાતચીતમાં સમય પસાર કરવો. જેથી તેમની એકલતા પણ દૂર થાય, મન અને વિચારો પર નિયંત્રણ માટેના પ્રયત્નો કરવા, બાળકો સાથે સમય પસાર કરવો કે પછી ચાલવા જવું અને વાંચન કરવું, નવા નવા શોખ કેળવવા

 


Department: Department of Psychology

21-06-2021