Survey on Drugs Addiction due to covid 19

કોરોના ને કારણે દવાના વ્યસન પર સર્વે..

 

સંશોધક માર્ગદર્શક 

નિમિષા પડારીયા & તૌફીક જાદ ડો. યોગેશ જોગસણ

 

મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ એ. જોગસણના માર્ગદર્શન નીચે નિમિષા પડારીયા & તૌફીક જાદવે કોરોનાના કારણે લોકોમાં વધતાં જતાં દવાઓના વ્યસન વિશે સર્વે હાથ ધરેલ.

 

દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા માંગે છે, પરંતુ આધુનિક યુગમાં, કેટલાક રોગ લોકોને પરેશાન કરે છે, અને દવાઓ લેવી પડે છેતેથી કોઈપણ દવાનો ઉપયોગ કરતા પહેલા દવાઓ વિશે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. 

 

 આવા લોકોની સંખ્યા સતત વધી જાય છે, જે એક દિવસમાં 1 થી 10 ગોળીઓ (પેઇનકિલર) ખાય છે. સહેજ માથાનો દુખાવો, પેટનો દુખાવો, કોઈ નાની મોટી  પીડા અથવા સાંધાનો દુખાવો થાય છે. કે તરત વ્યક્તિ દવા લેવાનું શરૂ કરી દે છે. ક્યારેક  જરૂરીયાત માટે લે છે પરંતુ ધીમે ધીમે તે ટેવ બની જાય છે.  બિનજરૂરી પેઇનકિલર્સ લેતા લોકોની સંખ્યા વધતી જાય છે. કોઈ પણ બીમારીની દવાઓ લેતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે.  શરીરના એસિડિક એસિડ અને પાચક સિસ્ટમના અન્ય ઉત્સેચકો દ્રારા શરીરમાં તેની અસર લાવી શકે છે.  આ દવાઓ સીધી લોહી પ્રવાહમાં ભળી જાય છે. ખાસ બનાવટી દવાઓનો વપરાશ ટાળવો જોઈએ અને યોગ્ય જગ્યાએથી ગુણવત્તાવાળી દવાઓ ખરીદવી જોઈએ.  કારણ કે દવાઓની શરીર પર મોટાપ્રમાણમાં આડઅસર થતી હોય છે. 513 લોકોના આ સર્વેમાં ચોંકાવનારા તારણો આવ્યા.

 

 1. તમે પહેલા કરતા હાલમાં વિવિધ દવાઓ લ્યો છોજવાબમાં 84% એ જણાવ્યું કે કોરોનાની બીમારી કે બીજી કોઈ બીમારી ન આવે એ માટે દવા લઈએ છીએ. 16% એ દવા લેવાનો ઇન્કાર કરેલ. 

 

2. ડોક્ટરના કહ્યા મુજબ દવા લ્યો છો કે જાહેરાત કે અન્યના સૂચનથીજવાબમાં 72% એ જણાવ્યું કે ડોક્ટર પાસે જવા કરતા સીધી દવા લઈએ છીએ જયારે 28% એ જણાવ્યું કે ડોક્ટરની સલાહ મુજબ જ દવા લઈએ છીએ.

 

 3. શરદીતાવ કે ઉરસ જેવું લાગે તો શું કરો?  32% ડોક્ટરને બતાવીએ એવું કહ્યું 40% એ મેડિકલ માંથી દવા લઇ લેવાનું જણાવ્યું જયારે 28% એ દેશી ઉપચાર લેવાનું જણાવ્યું. 

 

4. કોરોના પછી દવાનું પ્રમાણ લેવાનું વધ્યું?  89% લોકોએ દવાઓ લેવાનું વધ્યું એવું જણાવ્યું જયારે 11%   કોઈ ફર્ક પડ્યો નથી એવું જણાવ્યું.

 

 5. કોઈ રોગ વગર દવા લેવાનો વિચાર આવે છે અને લ્યો છો?  66% એ જણાવ્યું કે કોઈ શરદી ઉરસ કે તાવના લક્ષણો નથી હોતા છતાં દવા લઈએ છીએ  જયારે 34% એ ના કહીં.

 

 6. કોઈપણ દવાની આડઅસર હોય છે એ જાણવા છતાં દવા લ્યો છો?  62% એ જણાવ્યું કે હા દવા લઈએ છીએ જયારે 38% એ ના જણાવી.

 

 7. દવાખાને જવાનાં ભયથી ઘરે ઉપચાર કરો છો?  77% એ જણાવ્યું કે દવાખાનાનું નામ આવતા જ ભય ને ચિંતા થાય છે માટે ઘરઘથ્થુ ઉપચાર કરીએ છીએ જયારે 23% એ ના જણાવી.

 

 8. દવાનું વળગણ થઇ ગયું હોય તમને એવો અહેસાસ થાય છે?  56% એ જણાવ્યું કે હા,  44% એ ના જણાવી.

 

દવાઓની આડઅસરો 

 

 - કેટલીક દવાઓ દર્દીને એલર્જીક પ્રતિક્રિયાઓ આપી શકે છે.

 

 - ઉલટી, ઝાડા, થાક, ત્વચા પર ફોલ્લીઓ થવી, ત્વચા પર બળતરા થવી.

 

 - કેટલીક દવાઓના શરીરના અન્ય ભાગો પર પણ ખરાબ અસર પડે છે જેમ કે હૃદયના અસામાન્ય દર.

 

- કેટલીકવાર વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.

 

- સગર્ભા અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીઓમાં દવાની અસર વિષે ખાસ કાળજી લેવી જોઈએ, કારણ કે તે દવાની અસર બાળકોમાં પણ થઈ શકે છે.

 

 - ત્વચા પર દેખાતી દવાઓની આડઅસર વિષે નિષ્ણાતો કહે છે કે, ત્વચા એ શરીરનો સૌથી મોટો અંગ છે.  તે સૌથી સંવેદનશીલ પણ છે.  કોઈપણ દવાની અસર ત્વચા પર તરત જ દેખાવા લાગે છે.  જો કંઈક અસામાન્ય બને તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

 

- કેટલીક દવાઓ , ઉંઘ, ખોરાકમાં અરુચિ પણ પેદા કરે છે.

 

- પેટ:વધારે પ્રમાણમાં પેઇનકિલર્સ લેવાથી પેટના અલ્સર, કબજિયાત, આંતરિક રક્તસ્રાવને લીધે મળમાં લોહી અને લોહીની ઉલટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

 

 - યકૃત: યકૃતને નુકસાનનું જોખમ.

 

 - કિડની: આ દવાઓ કિડનીને ધીમે ધીમે નબળી પાડે છે.

 

- અસ્થમા: ઘણી દવાઓ અસ્થમામાં પણ વધારો કરે છે.

 

- માનસિક રોગ: કેટલીકવાર વ્યક્તિ ચીડિયાપણું, યાદશક્તિમાં ઘટાડોઉદાસી અથવા મૂંઝવણનું પ્રમાણ વધે છે.

 

દવાઓ ડાયાબિટી વધારે છે.

 

 ડાયાબિટી ઘણીવાર શરીરમાં ઇન્સ્યુલિનના અભાવને કારણે થાય છે.  પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે અમુક દવાઓની અસરને કારણે શરીરમાં ડાયાબિટી થાય છે.  આ દવાઓમાં મુખ્યત્વે એન્ટીડિપ્રેસન્ટ્સ, ઊંઘની દવાઓસીરપ અને એડીએચડી (હાયપરએક્ટિવિટી) માટે બાળકોને આપવામાં આવતી દવાઓનો સમાવેશ થાય છે.  આને કારણે, શરીરમાં ઇન્સ્યુલિનનો અભાવ પેદા થાય છે અને વ્યક્તિ ડાયાબિટીનો ભોગ બને છે.

 

- દવાઓ કેન્સરનું કારણ બની શકે છે.

 

 બ્લડ પ્રેશર અથવા અન્ય કોઈપણ  દવાઓ કે કારણ વગર લેવામાં આવે છે તે કેન્સરનું જોખમ ત્રણ ગણુ વધારી શકે છે.  

 

- એસ્પિરિન આંતરિક રક્તસ્રાવનું જોખમ વધારે છે

 

 - હાર્ટ એટેક અને લોહીના ગંઠાઇ જવાથી બચાવવા માટે ઉપયોગમાં લેવાતી દવા એસ્પિરિન, આંતરીક રક્તસ્રાવનું જોખમ લગભગ 100 ગણી વધારે છે. જે શરીરના આંતરિક અવયવોને નબળાં પાડે છે.

 

મોટાભાગના શહેરી જીવનમાં એવું જોવા મળે છે કે, લોકોને થોડોક માથાનો દુખાવો થયો  નથી કે ડિસપ્રિન લે છે પરંતુ તે  જોખમી બની શકે છે.  

 

 - ડિસપ્રિનનું વધુ સેવન કરવાની સૌથી મોટી આડઅસરએ કે, અતિશય સેવનથી કોઈપણ ઇજા થાય ત્યારે લોહી બંધ થવામાં મુશ્કેલી.  

- શરીરમાં લોહીનો અભાવ થવાની સંભાવના છે.

 

- શરીરમાં એલર્જીની સમસ્યા પણ થઈ શકે છે.

 

ઘણીવાર જોવા મળ્યું છે કે, લોકો માથાનો દુખાવો રાહત માટે ડિસપ્રિન લે છે અને તેમને પેટમાં દુખાવો થવા લાગે છે.  આનું મુખ્ય કારણ આંતરડાના અલ્સરનું છે.  જો તમને કોઈ પાચનની સમસ્યાઓ છે, તો તમારે ડિસપ્રિન લેવાનું ટાળવું જોઈએ.

 જો તમને પેટમાં અલ્સર અથવા પેટમાં ગેસ અથવા અન્ય સમસ્યા હોય તો ડિસપ્રિન લેવી જોઈએ નહીં.

 

લોકો જ્યારે ઊંઘ ન આવતી હોય, જમવાનું ન ભાવે માથાના દુખાવો, પેટનો સામાન્ય દુખાવો, અને તાણથી રાહત મેળવવા માટે દવાનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે આ દવાઓનું સેવન વધુ પડતું કરવામાં આવે ત્યારે તે આદત બની જાય છે, દર્દી તેનો વ્યસની બની જાય છે અને તેની સ્થિતિ વ્યસનીની જેમ બની જાય છે.  તેથી, કોઈપણ રોગમાં ડ્રગનો ઉપયોગ કરતા પહેલા, તેમના વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવી જોઈએ, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તબીબી સલાહ વિના લેવામાં આવતી દવાઓ વધુ નુકસાન પહોંચાડે છે કારણ કે દરેક દવા લેવાની તેની પોતાની રીત હોય છે.  દર્દીઓના ઇતિહાસ, ઉંમર, બીમારી, આહાર, દવાનું પ્રમાણ  અનુસાર ડોકટરો દવાઓ આપતા હોય છે. માટે ખૂબ સાવચેતીપૂર્વક અને યોગ્ય જગ્યાએથી દવા લેવાનું રાખવું જોઈએ અને જરૂરિયાત મુજબ દવા લેવી જોઈએ.

જીવનમાંકોઈ પણ બાબતનું અતિરેક સારું નથી હોતું. જેમ વધુ પડતું ઘરની બહાર રહેવું શારીરિક અને માનસિક સ્વાસ્થય માટે સારુ નથી, તેવી જ રીતે ઘરમાં વધુ સમય સુધી રહેવાની પણ ઘણી નિષેધક અસરો છે. કોરોના વાયરસના લોકડાઉનને કારણે ઘરમાં રહેવુ સુરક્ષાના હેતુથી બહુ જ જરૂરી હતું અને આજે પણ  પંરતુ તેની નિસેધક અસરને નકારી ન શકાય. કેટલાક લોકોમાં એકલા રહેવાને કારણે વિકૃત ચિંતા, તણાવ, ગૃહ ક્લેશની સમસ્યા વધી રહી છે. જેનાથી લડવુ બહુ જ જરૂરી છે. 

વર્ષો સુધી વિશ્વના લોકોના મનના પ્રશ્નોને કોઈ સ્થાન આપવામાં આવ્યું નહોતું. પરંતુ આજના આ કોરોનાના સમયમાં આખા વિશ્વમાં, શરીરના રોગો કરતાંય મનના રોગો વધુ ધ્યાનાકર્ષક બન્યાછે.અને આ માનસિક  સમસ્યાઓ એટલી હદ સુધી ઘાતક છે કે તે માણસને તન-મનથી સાવ ભાંગી નાંખે છે. આધુનિક જગત એટલી હદે માનસિક તાણ તરફ આગળ વધી  રહ્યું છે કે આપણે હવે સાવધાન થવું જરૂરી છે, નહીંતર આપણે અનેક રોગોના ભોગ બની શકીએ છીએ. 'કંઈક અજુગતું બની જશે' એવો મનમાં રહેતો સતત ભય પણ માનસિક તાણનું એક સ્વરૂપ છે.


માનસિક તાણનાં શારીરિક લક્ષણોઃ


જ્યારે માણસ અતિશય માનસિક તાણ અનુભવે છે ત્યારે કેટલાંક શારીરિક લક્ષણો પણ જોવા મળેછે.જેમકે શરીરમાં કે હાથ-પગમાં ધ્રુજારી થાય, સ્નાયુઓનું ફરકવું કે સ્નાયુઓ અકડાઈ જાય, માથામાં દુખાવો થાય, પરસેવો વળી જાય, મોં સુકાઈ જાય, થૂક અથવા પાણી ગળવામાં મુશ્કેલી નડે, પેટનો દુખાવો, ચક્કર આવે, હૃદયના ધબકારા ઝડપી અને અનિયમિત થાય, શ્વાસોચ્છ્‌વાસ ઝડપી થઈ જાય, નિઃસાસા નાંખતા હોય તેવા શ્વાસોચ્છ્‌વાસ થઈ જાય, ઝાડા થઈ જાય (ટેન્શન ડાયેરિયા, એક્ઝામ ડાયેરિયા), વારંવાર પેશાબ કરવા જવું પડે, સતત થાકેલા હોવાનો અનુભવ થાય, ચીડિયાપણું થઈ જાય, વારે વારે ગુસ્સે થઈ જવાય, અનિદ્રાનો રોગ થાય, ભૂડા સ્વપ્ન આવે, એકાગ્રતા ન રહે, વિવિધ પ્રકારના ફોબિયા થાય... મનની શરીર પર અને શરીરમાં પ્રવેશેલા જુદા જુદા રસાયણોની સીધી અસર માનસિક પ્રક્રિયાઑ પર થતી હોય છે. કેટલાક રસાયણો ડોપામાઇન લેવલને વધારી દે  છે જેના કારણે હાયપર એક્ટિવિટી વ્યક્તિમાં આવી જતી હોય છે. એવી જ રીતે કેટલીક દવાઓ ડોપામાઇન લેવલ ને નિષ્ક્રિય કરે છે જેને કારણે વ્યક્તિ ધીમે ધીમે આળસુ અને નિષ્ક્રિય થઈ જતો હોય છે. શરીર ચોક્કસ મનનું દાસ છે પણ શરીરમાં પ્રવેશેલા રસાયણો વિવિધ ગ્રંથિઓ પર નિષેધાત્મ્ક અસર કરતી હોય છે. માનવીનું શરીર બાહ્ય રીતે પ્રવેશેલ રસાયણોથી કુદરતી રીતે સમાયોજિત થવા ઘડાયેલું હોય છે. વિવિધ દવાઓ શરીરમાં કારણ વગર પ્રવેશે ત્યારે શરીર આ દવાઓથી ધીમે ધીમે ટેવાઈ જતું હોય છે અને એ રીતે દવાઓનું વણગણ વ્યક્તિ અનુભવતો હોય છે. 


Department: Department of Psychology

20-12-2020