survey on Attitudes towards women by Department of Psychology

સ્ત્રી માન્યતા વિષે સર્વે

ડો. યોગેશ એ. જોગસણ, ડો. ધારા આર. દોશી, ડો. ડીમ્પલ રામાણી, ડો. હસમુખ ચાવડા

મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

 

દામિની, ગુડીયા, કાજલ અને મનીષા પર થયેલ અત્યાચારો વિરુધ્ધ આખા દેશમાં વિરોધનો વંટોળ આપણે જોયો. દિલ્હીમાં આંદોલન દરમિયાન એક નાનકડી બાળકીના હાથમાં રાખેલ પોસ્ટરમાં લખ્યું હતું કે નજર તારી ખરાબ અને પડદો હું કરું? ત્યારે આપણને લાગે કે આ બાળકી આ પોસ્ટર દ્વારા સમગ્ર પુરુષ સમાજને અરીસો બતાવે છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવીએ છીએ અને જોરજોરથી નારા લગાવીએ છીએ કે મહિલાઓ પુરુષની તુલનામાં સહેજ પણ નીચી નથી. દુનિયાભરમાં સ્ત્રીઓને સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે. પરંતુ અલેખિત કાયદો એ છે કે સ્ત્રીઓએ નાનપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી સમાજના અત્યાચરનો ભોગ બનવું પડે છે. ભારતમાં ભૃણ હત્યા, બાળ લગ્ન, દહેજ, સતી, દેવદાસી અને વિધવાઓના પ્રતિ નિમ્ન દ્રષ્ટિ જેવી પરંપરાવાડી વિચારોના નામ પર સ્ત્રી દાસ્તાનના પાનાઓ રોજ અઢળક લખતા રહ્યા છે.

સમાજ અને સમાજના વિકાસમાં  સ્ત્રીનો નોખો-નિરાળો અને આગવો અવાજ કેમ પારખી શકાતો નહિ હોય ? માત્ર શારીરિક રીતે નહિ, ભાવાત્મક રીતે પણ સ્ત્રી પુરુષથી ઘણી ભિન્ન છે. ઉછેર, ઘડતર, કર્મ, ચિત્તતંત્ર, ઊર્મિતંત્ર, ભાવવિશ્વ, સંસ્કારોથી સ્ત્રી પુરુષ કરતાં જુદી છે. દિવ્ય ભાસ્કર રાજકોટ બહેનો માટે વિશેષ સર્વે હાથ ધરેલ.. હાલના સમયે આ કોરોનાની મહામારીમાં સ્ત્રીઓની સ્થિતિ વધુ બગડી છે. સ્ત્રીઓ વધુ હેરાન પરેશાન છે કારણ કે નાનપણથી જ સ્ત્રીઓને ડરાવી ધમકાવીને રાખવામા આવે છે. અહી આપણાં સામાજીકરણનો બહુ મોટો ભાગ છે. આ સર્વેના પ્રતીચારો ગૂગલ ફોર્મ ભરાવીને પ્રાપ્ત કરેલ છે.આ સર્વેમાં ૪૮૪૩ સ્ત્રીના પ્રતીચારો મેળવ્યા છે, જે નીચે પ્રમાણે છે.

સ્ત્રીઓનો જે રીતે ઉછેર થાય છે તે સાથે તમે સહમત છો?

૬૮.૬ % સ્ત્રીઓ જણાવે છે કે સ્ત્રીઓનો જે રીતે ઉછેર થાય છે તેની સાથે અમે સહમત નથી જયારે ૩૧.૪% સ્ત્રીઓએ કહ્યું કે હા અમે સહમત છીએ. (મનોવિજ્ઞાન એવું કહે છે કે બાળપણનો ઉછેર જો ભેદભાવ યુક્ત હશે તો લાંબાગાળે પૂર્વગ્રહિત માનસ ઘડાશે)

ઋતુસ્ત્રાવ દરમિયાનના બંધનો તમને કેવા લાગે છે?

૮૩.% સ્ત્રીઓને આ બંધનો અયોગ્ય લાગે છે જયારે ૧૬.% સ્ત્રીઓને ઋતુસ્ત્રાવ દરમિયાનના બંધનો જે છે તે યોગ્ય લાગે છે. ( આપણે ત્યાં જાહેર વિચારો અને અંગત વિચારોમાં બહુ ફર્ક હોય છે. જાહેરમાં ફોરવર્ડ દેખાતા અંગત જીવનમાં રૂઢિચુસ્ત હોતા હોય છે)

પરણીને સ્ત્રી સાસરે જાય તો તેનાથી વિરોધી કાર્ય એટલે કે પુરુષ પરણીને સાસરે આવે તો તેનાથી તમે સહમત છો?

૫૧% સ્ત્રીઓ ના કહે છે જયારે ૪૯% સ્ત્રીઓ હા કહે છે.

સ્ત્રીઓ શું માત્ર ઘરકામ માટે બની છે?

૯૮.% સ્ત્રીઓ કહે છે કે ના અમે માત્ર ઘરકામ માટે બની નથી અમારા પણ શોખ હોય છે અને ઘણા અરમાનો હોય છે જયારે ૧.% સ્ત્રીઓ જણાવે છે કે હા અમે તો ઘરકામ માટે જ બન્યા છીએ સમાંજે બનાવેલ રીત રિવાજો ફાળવવા જ જોઈએ.

જે છોકરીઓ લગ્ન કરવા ન ઇચ્છતી હોય તો તેને પરાણે લગ્ન કરાવા જોઈએ?

 ૯૫.% સ્ત્રીઓ જણાવે છે કે પરાણે લગ્ન કરાવવાનો કોઈ અર્થ નથી..% સ્ત્રીઓ જણાવે છે કે હા લગ્ન કરવા જરૂરી છે. ( આધુનિક યુવતીઓ લગ્નના બંધનમાં બંધાવા માંગતી નથી જ્વાબદારી લેવા માંગતી નથી.)

સ્ત્રી માટે વપરાતો શબ્દ પારકી થાપણ તમારા મતે કેવો છે?

૯૧.% લોકો જણાવે છે કે સ્ત્રી માટે પારકી થાપણ શબ્દનો ઉપયોગ કરવો અયોગ્ય છે જયારે ૮.% સ્ત્રીઓ કહે છે કે તે યોગ્ય છે.

લગ્ન વખતે વપરાતો શબ્દ કન્યાદાન વિશે તમારું શું માનવું છે?

૬૩.% સ્ત્રીઓ જણાવે છે કે દાન માત્ર વસ્તુનું હોય, દીકરી એ કોઈ વસ્તુ નથી જેનું દાન થાય, ૧૮.% કહે છે કે આવી કોઈ વિધિ હોવી જોઈએ નહિ જયારે ૧૮ % સ્ત્રીઓ કહે છે કે આ શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય છે.

 

નવ મહિના માતાના પેટમાં રહ્યા પછી બાળકના જન્મ બાદ માત્ર પિતાનું જ નામ હોવું જરૂરી છે?

 ૯૦ % સ્ત્રીઓ જણાવે છે કે જેટલો હક પિતાને છે એટલો જ હક માતાને પણ છે જયારે ૧૦% સ્ત્રીઓ હા કહે છે.

જન્મનાર બાળક છોકરો હશે કે છોકરી એ કોના પર આધાર રાખે છે?

૮૪.% સ્ત્રીઓ કહે છે પુરુષો પર આધાર રાખે છે  અને ૧૫.% સ્ત્રીઓ કહે છે સ્ત્રીઓ પર આધાર રાખે છે.

સ્ત્રીઓ માટેની સામાજિક વાડાબંધી સાથે તમે સહમત છો?

 ૯૧.% સ્રીઓ સહમત નથી જયારે ૮.% સ્ત્રીઓ સહમત છે.

જ્યારે પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય ત્યારે ઘરની જવાબદારી અથવા ઘરકામ બંને વચ્ચે વહેચાવું જોઈએ?

૯૭.% સ્ત્રીઓ કહે છે હા ઘરકામ બંને વચ્ચે વહેચવું જોઈએ અને ૨.% સ્ત્રીઓ કહે છે ના આવી કોઈ વહેંચણી હોવી જોઈએ નહિ.

તમને લાગે છે કે સ્ત્રીઓ વધુ પડતી લાગણીશીલ હોવાના કારણે લોકો તેનો દૂરઉપયોગ કરે છે?

૯૦.% સ્ત્રીઓ હા  કહે છે અને ૯.% સ્ત્રીઓ ના કહે છે.

શું સ્ત્રીઓની લાગણી અને આવેગશીલતા તેના વિકાસમાં અવરોધરૂપ બને છે?

૭૬.% સ્ત્રીઓ હા કહે છે અને જણાવે છે કે સ્ત્રી લાગણીશીલ હોવાથી ઘણીવાર તેના વિકાસમાં અવરોધ ઉત્પન થાય છે   જયારે ૯.% સ્ત્રીઓ ના કહે છે કે આવો કોઈ અવરોધ અમને જોવા મળતો નથી.

મહિલાઓને ચુગલી એટલે કે કેતો'તો-કેતી'તી કરવામાં વધુ રસ હોય છે?

૫૯.% સ્ત્રીઓ હા કહે છે અને ૪૦.% સ્ત્રીઓ ના કહે છે.

મહિલાઓમાં ઈર્ષાનું પ્રમાણ પુરુષો કરતાં વધુ હોય છે?

આ પ્રશ્ન ના જવાબમાં જોઈએ તો ૫૦.% સહમત, ૧૮.% અસહમત જયારે ૩૧% સ્ત્રીઓ તટસ્થ રહી હતી.

મહિલાઓની બુદ્ધિ પગની પાનીએ એ કહેવત સાથે તમે સહમત છો?

૯૦.% સ્ત્રીઓ સહમત નથી અને ૯.% સ્ત્રીઓ સહમત છે.

મહિલાઓ શણગાર સજવામાં અને સુંદર દેખાવા પાછળ સૌથી વધુ સમય વેડફે છે?

૫૪% સ્ત્રીઓ હા કહે છે અને ૪૬% સ્ત્રીઓ ના કહે છે.

મોટાભાગની મહિલાઓને ગુલાબી(Pink) કલર જ વધુ પસંદ હોય છે. 

૪૬.૪% સ્ત્રીઓ ના કહે છે સાથે જણાવે છે કે એવું જરૂરી નથી કે દરેક સ્ત્રીને ગુલાબી કલર જ પસંદ હોય જયારે ૫૩.૬% સ્ત્રીઓ હા કહે છે.

જો પરણિત સ્ત્રીઓ પેન્ટ-શર્ટ વગેરે પહેરે તો તે તમારા મતે યોગ્ય છે ?

૮૩.૨% સ્ત્રીઓ હા કહે છે જેને કોઈ તકલીફ નથી જયારે ૧૬.૮% સ્ત્રીઓ ના કહે છે કે તે યોગ્ય નથી.

ગૃહિણીઓ કરતાં નોકરી કરતી સ્ત્રીઓ વધુ ફેશન અપનાવે છે કારણ કે તે આર્થિક રીતે પગભર હોય છે.

૫૭% સ્ત્રીઓ આ વાત સાથે સહમત છે અને ૪૩% સ્ત્રીઓ આ વાત સાથે અસહમતતા ધરાવે છે.

જો મોટી ઉમરની સ્ત્રીઓ ફેશન કરે તો ઘરડી ઘોડી લાલ લગામ કહેવું યોગ્ય છે. તમે આ કહેવત વિશે શું માનો છો?

૯૧% સ્ત્રીઓ કહે છે કે આ કહેવત અયોગ્ય છે જયારે ૯% સ્ત્રીઓ યોગ્ય જણાવે છે.

સ્ત્રીઓ માટે બહુ છૂટની જરૂર નથી.

આ પ્રશ્નના જવાબમાં જોઈએ તો આ વિચાર સાથે ૭૨% સ્ત્રીઓ અસહમત થાય છે, ૭% સ્ત્રીઓ સહમત થાય છે જયારે ૨૧% સ્ત્રીઓ તટસ્થ રહી હતી.

ઘર શાંતિથી ચલાવવા માટે સ્ત્રીઓએ ઉચ્ચ અભ્યાસ કરવો જોઈએ નહીં.

૭૫.૪% સ્ત્રીઓ આ વાત સાથે સહમત નથી જયારે ૨૪.૬% સ્ત્રીઓ આ વાત સાથે સહમત છે.

સમાજ માત્ર ત્યારેજ પ્રગતિ કરી શકશે જ્યારે સ્ત્રીઓમાં પુરુષો જેટલો જ સમાન દરજ્જો આપવામાં આવશે.

૯૩.૮% સ્ત્રીઓ આ વિચાર સાથે સહમત છે જયારે ૬.૨% સ્ત્રીઓ આ વાત અસહમત છે.

ભારતીય સમાજમાં સ્ત્રીઓ જે અધિકાર ભોગવે છે તેના કરતાં વધારે સ્વતંત્રતા આપવી જોઈએ?

૯૨.% સ્ત્રીઓ હા કહે છે અને ૭.% સ્ત્રીઓ ના કહે છે.

 કાશ સ્ત્રીઓની આ વેદના અને દર્દને સમાજ સમજે..


Department: Department of Psychology

20-12-2020