ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી રાઈફલ શુટીંગ ચેમ્પિયનશીપમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઉજ્જવળ દેખાવ

ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી રાઈફલ શુટીંગ ચેમ્પિયનશીપમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઉજ્જવળ દેખાવ
   

       સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ માનવરચના ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, ફરીદાબાદ, હરિયાણા ખાતે તા ૩૧/૩/૨૦૨૨ થી તા. ૦૪/૦૩/૨૦૨૨ દરમ્યાન ભાગ લેવા ગયેલ હતી. તેમાં ૫૦ મી. રાઈફલ ૩ પોઝીશન વુમનની સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બહેનોની ટીમ કુલ ૧૬૧૨ પોઈન્ટ સાથે સમગ્ર ભારતમાં છઠ્ઠા ક્રમે આવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું હતું. જેમાં ગોહિલ હિના ૫૬૫ પોઈન્ટ, ઠુમ્મર શ્રધ્ધા  ૫૬૫ પોઈન્ટ, પરમાર ખુશ્બુ ૪૮૨ પોઈન્ટ  સાથે  છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કરી ખેલો ઇન્ડિયાની સ્પર્ધા માટે ક્વોલીફાય થયેલ છે. જેમાં સમગ્ર ભારતમાં ગોહિલ હિના  અને ઠુમ્મર શ્રધ્ધાએ અનુક્રમે ૧૨ મો અને ૧૩ મો ક્રમ પ્રાપ્ત કરેલ છે. તે જ પ્રમાણે ૨૫ મી. સ્પોર્ટસ પિસ્ટલ વુમનની સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ૫ મો  ક્રમ પ્રાપ્ત કરી યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. ૨૫ મી. સ્પોર્ટસ પિસ્ટલ સ્પર્ધામાં જ્યોતિકા દર્શિતા. એમ. ૫૪૦ પોઈન્ટ, ભાલારા સંસ્કૃતિ. જે.  ૫૩૪ પોઈન્ટ, લીંબડ ત્રિશા. એચ. ૫૨૮ પોઈન્ટ, લઈને કુલ ૧૬૧૨  પોઈન્ટ પ્રાપ્ત કરી પાંચમો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ગત સ્પર્ધામાં આ બંને ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ  રીતે ભાગ લઈને યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું હતું. હવે ખેલો  ઇન્ડિયા ઈન્વીટેશન ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે.
       તેમના ગત વર્ષના પરફોર્મન્સના આધારે ખાસ કિસ્સામાં ખેલાડીના હિત ખાતર મોકલવા માટે કુલપતિશ્રી ડો. ગીરીશભાઈ.સી. ભીમાણીએ લીધેલ નિર્ણયના પ્રતિસાદરૂપે ખેલાડીએ ઉત્કૃષ્ટ દેખાવ કરી તેમના નિર્ણયને યર્થાથ સાબિત કરી યુનિવર્સિટીને ગૌરવ અપાવવા બદલ યુનિવર્સિટીના તમામ સત્તામંડળના સભ્યો અને પદાધિકારીઓ તરફથી અનેક અભિનંદન પાઠવવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યની ફક્ત બે યુનિવર્સિટીએ ઉપરોક્ત ઇવેન્ટમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ છે.


Department: Physical Education Section

06-04-2022