Research on social Stigma By Dr. Dhara Doshi & Taufik Jadav

*કોરોનાના કારણે વધી રહેલ સોશિયલ સ્ટિગમા (સામાજિક સુગ)*

તૌફિક જાદવ અને ડો. ધારા આર. દોશી.

કોરોનાએ આજે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે એક પ્રકારની સામાજિક સુગ ઉભી કરી છે એવું મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા દોશી અને વિદ્યાર્થી તૌફિક જાદવના સર્વેમાં તારણ મળ્યું છે. કોરોનાએ એકબીજાને શરીરથી તો દૂર કરી જ દીધા હતા પણ હવે એક પ્રકારની સામાજિક સુગ (સોશિયલ સ્ટીગમા) પણ ફેલાવી છે.

*સામાજિક સુગ એટલે કોઈ વ્યક્તિ ઉપર કલંક, લાંછન લગાડવુ, આરોપ મૂકવો કે આરોપીની દ્રષ્ટિએ જોવું*

આ સર્વેમાં 825 લોકોએ ભાગ લીધો હતો.જેના પ્રશ્નો અને તેને આધારે મળેલ જવાબો નીચે મુજબ છે.

*શુ તમને કોરોના પોઝીટીવ આવેલ વ્યક્તિ સાથે વાતચીત કરતા કે અન્ય કાર્યમાં ભય અનુભવાય છે?* જવાબમાં 78 ટકા લોકોએ હા કહ્યું હતું.

*કોરોના પોઝીટીવ આવેલ વ્યક્તિ તમારા ઘરે આવે તો તમને ભય લાગે છે?* જવાબમાં 78 ટકા એ હા કહ્યું હતું.

*તમારી આજુબાજુના કોઈ સભ્યને કોરોના થયો હોય તો તેના ઘરનું કોઈ ભોજન તમે જમો છો?* જવાબમાં 71 ટકા લોકો એ ના કહ્યું હતું.

*દિવાળીના તહેવારોમાં તમે એ ઘરે જવાનું પસંદ કરશો જ્યાં કોઈ એવી વ્યક્તિ હોય જે કોરોના પોઝીટીવ આવેલ હોય* જવાબમાં 65 ટકા લોકોએ ના કહ્યું હતું.

*કોરોના માંથી સાજા થયેલ લોકોની સાથે પણ તમે અંતર રાખી વાતચીત કરો છો?* જવાબમાં 68 ટકા લોકોએ હા કહી હતી.

*કોરોના પોઝીટીવ વ્યક્તિ સાજી થઈ ગયા પછી પણ વધુ અંતર રાખવાનું કોઈ કારણ?*

જવાબમાં લોકોએ કહ્યું કે ક્યાંક અમને કોરોના થઈ જશે એ ભય થી, કોઈ ખાસ કારણ નહિ માત્ર સાવચેતી રૂપે, ખબર છે કે આવું વર્તન ન કરવું જોઈએ પણ ભય લાગે છે એટલે

*આ તહેવારોમાં કોઈ તમારા ઘરે આવશે તો તમને કેવું અનુભવાશે?* જવાબમાં 91 ટકા લોકોએ કહ્યું કે અમે ઇચ્છતા જ નથી કે કોઈ સગા સબધી આ વર્ષે અમારા ઘરે આવે. 2 ટકા લોકોએ કહ્યું કે કોરોના હોય કે બીજી કોઈ બીમારી મિત્રો કે સબધી થી વિશેષ કઈ ન હોય, 7 ટકા લોકોએ એવું જણાવ્યું કે કોરોના ની બીમારી કરતા સમાજથી દૂર ફેંકાઈ ન જઈએ એ ભય ને કારણે તહેવારોમાં મળવા જવું પડશે ને મળવા આવવા દેવા પડશે

*છેલ્લા 7 મહિનામાં તમને એવું લાગ્યું છે કે કોરોનાના ભયથી માણસ માણસ પ્રત્યેની સુગ વધી ગઈ છે?* જવાબમાં 78 ટકા લોકોએ હા કહ્યું એટલે કે આ કોરોના ના ભય ને કારણે માણસ માણસ વચ્ચે સુગ વધી છે. 22 ટકા એ એવું કહ્યું બીક કે ભય તો લાગે છે પણ સામાજિક સંબંધો તૂટવાના ભયથી ભેગા રહેવું પડે છે. 

*આ તહેવારોમાં વર્ચ્યુલ શુભેચ્છાઓ થકી ચલાવવું યોગ્ય છે?* 92 ટકા એ જણાવ્યું કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિડીયો કોલ, ટેલિફોન કે સોશિયલ મીડિયા ના માધ્યમ થકી એટલે કે વર્ચ્યુલ મળવું જ જરૂરી છે. જ્યારે 8 ટકા એ એવું કહ્યું કે તહેવારો ની ઉજવણી રૂબરૂ જ કરવી જોઈએ.

*જ્યારે કોઈ વ્યક્તિના ઘરની બહાર કોરોન્ટાઈનનું બોર્ડ મારેલ હોય ત્યારે તમને શું અનુભવાય છે?* જવાબમાં 88 ટકા એ  જણાવ્યું કે એ ઘર બીજા ઘર કરતા અલગ લાગે અને આજુબાજુના ઘરમાં કોરોનાનો કેસ આવે તો ભય લાગે છે કે ક્યાંક અમને પણ ન થઈ જાય

આ પ્રકારની સુગ સામાન્ય રીતે જાગૃતિના અભાવ, શિક્ષણનાઅભાવ, દ્રષ્ટિનો અભાવ અને માનસિક બીમારીની પ્રકૃતિ અને ગૂંચવણોથી ઉત્પન્ન થાય છે. પૂરતું જ્ઞાન ન હોવાથી આવું વિચિત્ર વર્તન કરતા લોકો જોવા મળે છે.

*દરેક જવાબદાર નાગરિકે સમજવું.* 

~ કોવિડ ૧૯ એક સંક્રમિત બીમારી છે. જે ઝડપથી ફેલાઈ રહી છે અને આપણને સંક્રમિત કરી શકે છે પરંતુ આપણે ખુદ શારીરિક અંતર, થોડી થોડીવારે હાથ ધોવા, ઉધરસ કે છીંક ખાંતી વખતે કપડું રાખવું વગેરે સાવધાની રાખવી

~ બધીજ સાવધાની હોવા છતાં પણ કોઈ સંક્રમિત થઇ જાય છે તો તે તેની ભૂલ નથી. સંકટની પરિસ્થિતિ છે. રોગી અને તેના પરિવારને સહાયતા અને સહયોગની જરૂરિયાત હોય છે. એ સમજવાની જરૂર હોય છે કે આ એક માત્ર બીમારી છે અને તેનાથી લોકો સાજા થઈ જાય છે.

~ ડોકટર, નર્સો અને હેલ્થ વર્કર જેવા સ્વાસ્થ્ય કર્મીઓ સંકટ વચ્ચે આપણી દેખભાળ કરે છે. સાફ સફાઈ કરવાવાળા અને પોલીસ પણ પોતાની નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે અને ખતરનાક વાઇરસ સામે લડવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. તે આપના સમર્થન અને પ્રશંસાને પાત્ર છે.

~ એવા લોકો જે જરૂરી સેવા આપી રહ્યા છે તેને અને તેના પરિવાર સાથે ભેદભાવનો શિકાર બનવાથી દેશની કોરોના વાઇરસ સામેની લડાઈ નબળી થઈ જશે. જે  સમગ્ર રાષ્ટ્ર માટે નુકશાન કારક સાબિત થશે
 

 શું કરવું

~ જરૂરી સેવા આપનાર લોકોની પ્રશંસા કરવી અને તેના પરિવારને સમર્થન આપવું.

~ કોઈ સૂચના કે માહિતી શેર કરવી હોય તો માત્ર સરકાર સ્વાસ્થ્ય મંત્રાલય અથવા WHO ની વેબસાઇટ માંથી જ શેર કરવું.

~ કોરોના વાયરસ સંબધિત કોઈપણ માહિતી સોશીયલ મીડિયામાં શેર કરતા પહેલા તેની વિશ્વનીયતા ચકાસવી.

~ જે લોકો કોરોના સંક્રમણથી સાજા થઇ ગયા છે તેની સકારાત્મક વાતો શેર કરવી.


 

 શું ન કરવું

~ જે લોકો કોરોના વાયરસ થી સંક્રમિત થયા છે અથવા આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે તેના નામ અને સરનામા  સોશીયલ મીડિયામાં શેર ના કરવા.

~ ડર અને દહેશત ફેલાવાથી બચવું.

~ હેલ્થ કેયર અને સનેટરી વર્કર કે પોલીસ ને નિશાન ન બનાવવા તે તમારી સેવા કરવા માટે છે.

~ કોવિડ ૧૯ ના પ્રસાર માટે કોઈ વ્યક્તિ કે સમુદાયને લેબલ ન લગાવો.

~ જેનો કોરોના વાયરસ નો ઈલાજ કે ઉપચાર થઈ રહ્યો છે તેને કોરાના વાયરસથી પીડિત કહીને સંબોધશો નહિ.

 


Department: Department of Psychology

20-12-2020