Psychological Survey on Women's Education By Dr. Dhara R. Doshi

સ્ત્રીઓના ભણતર વિશેના લોકોના મંતવ્યો

ડો. ધારા આર. દોશી

સ્ત્રી સમાનતાની વાતો ઘણા વર્ષોથી થતી આવે છે પણ આજે ૨૧મી સદીમાં પણ ઘણી જગ્યાએ સ્ત્રીને સમાનતાતો દુર ઘણી જગ્યાએ અભ્યાસનો પણ હક્ક નથી મળતો. ઘણી જગ્યાએ, ઘણા પરિવારોમાં દીકરીઓએ ભણવાનું મુકવું પડે છે. તો સ્ત્રીઓના ભણતર વિશે લોકોના મંતવ્યો શું છે એ જાણવાનો પ્રયાસ મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા આર. દોશીએ ૧૧૫૨ લોકો પર ગુગલફોર્મ દ્વારા સર્વે કર્યો જેના પરિણામો નીચે મુજબ છે.

ભારતીય સમાજમાં સ્ત્રીઓ જે અધિકાર ભોગવે છે તેના કરતાં વધારે સ્વતંત્રતા આપવી જોઈએ? તેમાં ૬૩% એ ના અને ૩૭%એ હા કહ્યું હતું.

સ્ત્રીઓમાં ઉચ્ચ શિક્ષ્ણ સામાજિક માળખાને છિન્ન ભિન્ન કરશે? જેમાં 93.60% એ ના અને 6.40% એ હા કહ્યું હતું

પુરુષની જેમ સ્ત્રીઓને પણ જો વધુ ભણવાની છૂટ મળશે તો પોતાના ગમતા પાત્ર સાથે એ લગ્ન કરી લેશે. એ વાત સાથે તમે સહમત છો? જેમાં 63.80% એ ના અને 36.20% એ હા કહ્યું હતું

જો સ્ત્રીઓ ભણશે તો પુરુષની જેમ તેને પણ બધે નોકરી મળશે એવું તમે માનો છો? જેમાં 87.80% એ હા અને 12.20% એ ના કહ્યું હતું

સમાજ માત્ર ત્યારે જ પ્રગતિ કરી શકશે જ્યારે સ્ત્રીઓને પુરુષો જેટલો જ સમાન દરજ્જો આપવામાં આવશે. એવું તમે માનો છો? તેમાં 96.20% એ હા અને 3.80% એ ના કહ્યું હતું

સામાજિક વિકાસ ત્યારે જ શક્ય બનશે જ્યારે સંપૂર્ણ જાતિવાદ નાબૂદ થશે તેમાં 97.40% એ સહમતી અને 2.60%એ અસહમતી દર્શાવી હતી

સ્ત્રીઓને ભણતરની બહુ છૂટ મળવી જોઈએ નહીં તેમાં 92.20% લોકો અસહમત અને 7.80% લોકો સહમત થયા હતા

ઘર શાંતિથી સારી રીતે ચાલે તે માટે સ્ત્રીઓએ વધુ ન ભણવું જોઈએ જેમાં 95.70% લોકો અસહમત અને 4.30% લોકો સહમત થયા હતા

સ્ત્રીઓએ રાજકારણમાં ભાગ લેવો જોઈએ? જેમાં 93% એ હા અને 7% એ ના કહ્યું હતું

સ્ત્રીઓના જીવનમાં શિક્ષણથી નવીનતા અને સ્વંતત્રતાની લાગણી જન્મે છે જેમાં 96.80% લોકો સહમત અને 3.20% લોકો અસહમત થયા હતા

યુવતીઓની અંદર ભણવાની ઈચ્છા હોવા છતાં સામાજિક રીત રિવાજોને બહાને પરિવારના સભ્યો ઉચ્ચ અભ્યાસ કરવા દેતા નથી જેમાં 89.30% લોકો સહમત અને 10.70% લોકો અસહમત થયા હતા

ઉચ્ચ અભ્યાસ કરતી યુવતીઓ અચાનક અભ્યાસ છોડે ત્યારે સરકારે અથવા NGO એ દખલગિરી કરવી જોઈએ? એ પ્રશ્નમાં 83.80% એ હા અને 16.20% એ ના કહ્યું હતું

પરિવારના સભ્યો લઘુતાગ્રંથિના ભાવથી પીડાતા હોવાથી મહિલાઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થવા દેતા નથી. જેમાં 82.90% લોકો સહમત અને 17.10% લોકો અસહમત થયા હતા

યુવતીઓ અથવા કોઈ સ્ત્રીઓના ઉચ્ચ અભ્યાસ છોડવા પાછળના કારણો માં અનુક્રમે સામાજિક રીત રિવાજોનુ ખોટું દબાણ, આર્થિક સંકડામણ, જાતિગત પૂર્વગ્રહો, પરિવારના સભ્યોનો અહમ અને ઘરે કોઈ ભણેલા ના હોય તો દીકરી ભણશે તો સમાજમાં આગળ વધી જશે એવા ખોટા ભયથી દીકરીઓનું ભણવાનું અધૂરું મૂકી દેવાય અથવા ઉચ્ચ અભ્યાસ કરવામાં દેવા આવતો નથી

જો ઘરે ભાઈઓ અથવા સમાજના પુરુષો ઓછું ભણેલ હોય તો એ ઘરની સ્ત્રીઓએ પણ ન ભણવું જોઈએ તેમાં 96.20% લોકો અસહમત અને 3.80% લોકો સહમત થયા હતા

દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે પરિવારના સભ્યોએ તકેદારી રાખવી જોઈએ? તેમાં 98% એ હા અને 2% એ ના કહ્યું હતું

જ્યારે યુવતીઓ અભ્યાસ છોડે ત્યારે તેની પાછળના જવાબદાર કારણો ક્યાં હોય શકે અથવા એક સ્ત્રી તરીકે તમે આક્યાં કારણોથી અભ્યાસ છોડ્યો? એ પ્રશ્નના કારણો જણાવતા અનુક્રમે કહ્યું કે ઉચ્ચ શિક્ષણ લેવાથી દીકરી બગડી જશે એ સમાજની ખોટી માન્યતાને કારણે, સ્ત્રીઓ માત્ર ઘરમાં જ શોભે એ દંભી માન્યતાને કારણે, કોઈ અન્ય વ્યક્તિ પ્રેમ લગ્ન કરે એટ્લે દીકરી પણ કરશે જ એવી ભ્રામક માન્યતાને કારણે, સ્ત્રીઓનો વિકાસ સહન ન કરી શકવાની માનસિકતાને કારણે, ભાઈઓને ભણાવવા માટે દીકરીઓએ ન ભણવું જોઈએ, શિક્ષિત યુવતી પરિવારનો દંભ પારખી જશે એવી માનસિકતાને કારણે, ભાઈઓ ઓછું ભણેલા હોવાના કારણે સ્ત્રીઓએ ભણવાનું પડતું મૂકવું પડે છે

કેવા પરિવારોમાં દીકરીઓને ઉચ્ચ અભ્યાસ પર રોકટોક કરવામાં આવે છે? તેમાં પ્રતિભાવો વ્યક્ત કરતાં જણાવ્યુ કે માત્ર કહેવા ખાતર જ ભણેલું જીએચઆર પણ જેની માનસિકતા નબળી હોય એવા ઘરો, સામાન્ય વ્યવસાય કે મજૂરી કરતો પરિવાર, કહેવાતા કારખાનેદાર અથવા ઉદ્યોગપતીઑ અને નોકરિયાત પરિવારમાં આ સમસ્યા વધુ જોવા મળે છે

સ્ત્રીઓના ભણતર વિશેના સુચનો વ્યક્ત કરતાં કહ્યું કે સ્ત્રી કે પુરુષ બન્ને નો ભણતર માટે સરખો જ હક છે જે તેને મળવો જોઈએ, દરેક સ્ત્રી ને ભણતર માટે પૂરતી સવલતો ઉપલબ્ધ બનવી જોઈએ. દરેક સ્ત્રીને શિક્ષણ અર્થે પૂર્ણ રીતે સ્વતંત્રતા મળવી જોઈએ. સ્ત્રીઓ ભણશે તો પરિવારનો , બાળકનો , સમાજનો દરેક રીતે વિકાસ કરશે તેમજ નોકરી કરી પરતંત્ર ન બનતા સ્વતંત્ર બનીને ગર્વથી જીવન જીવી શકશે. સ્ત્રીઓ પ્રત્યે પ્રવર્તતી માનસિકતાનો દૂર કરવા પ્રયત્ન કરવા જ રહ્યા., ટૂંકી વિચારધારા ધરાવતા વ્યક્તિઓ ને કારણે દીકરીઓ ની ઈચ્છાઓ ને અને તેના સપનાઓ ને દબાવવામાં આવે છે અને સતત નકારાત્મક વિચારો વાળા વ્યક્તિઓ ની વચ્ચે તે મજબૂરી માં પોતાના સપનાઓ ને સમેટી લે છે.ક્યારેક દીકરી ના માતા પિતા ભણાવવા માંગતા હોય પરંતુ સમાજ તેમને સહયોગ ,હિમ્મત ની જગ્યા એ મન માં ખોટા વિચારો સર્જવાનો પ્રયાસ કરે છે, આજ ના યુગમા દરેક યુવાનોને પોતાની પત્ની ભણેલી જોઈએ છીએ  પણ પોતાની બહેન ને તે ભણાવી શકે તેમ નથી એટ્લે જો દરેક સમાજમાં જો દિકરી ને યોગ્ય શિક્ષણ માટે પ્રયાસ કરે તો સ્ત્રી ને તેનો હક મળી રહે પુરૂષ ગમે એટલો ભણેલો હોય પણ જ્યારે કોઈ સંકટ સમયે જો પોતાની પત્ની ભણેલી ગણેલી હશે તો ક્ષણભરમાં બંને સાથે રહી સંકટ દૂર કરી શકશે

 એવું નથી કે ભણવામાંમાં દીકરાઓની પાછળ દીકરીઓ હોય.  હવે સમાજમાં જાગૃતિ વધી પણ કેટલી વધી છે એ સહુ જાણીએ છીએ.  બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના સકારાત્મક પરિણામો બહાર આવી રહ્યા છે પણ કેટલા તે વિચારવું જરૂરી.મહિલાઓને પુરુષો સમાન સમાન દરજ્જો આપવામાં આવતો નથી અને તે ઘરની સીમા સુધી મર્યાદિત છે.  ... દેશની ઘણી શિક્ષિત અને કાર્યરત શહેરી મહિલાઓ પણ લિંગ અસમાનતા અનુભવે છે.

શાળાઓમાં પ્રવેશની અછત, ગરીબી, માતાપિતાની નિરક્ષરતા, પ્રારંભિક લગ્ન અને ઘરની જવાબદારીઓ જેવા કેટલાક કારણો છે જે યુવતીઓને શિક્ષણ  છોડી દેવાની ફરજ પાડે છે. ગ્રામીણ ભારતમાં, પુત્રીઓએ 'વધુ શીખવવાની અને ભણવાની' જરૂર છે.  તે ફક્ત મહિલા સશક્તિકરણ માટે જ નહીં, પરંતુ તેના દ્વારા એક શિક્ષિત  સમાજની રચના થઈ શકે અને સામાજિક-આર્થિક વિકાસ માટે પણ જરૂરી છે.

 

 

 

 


Department: Department of Psychology

19-03-2021