Psychological Study on Post Covid Effect by Dr. Dhara Doshi

પોસ્ટ કોરોના વાયરસની અસરનો મનોવૈજ્ઞાનિક સર્વે

ડો. ધારા આર. દોશી

પોસ્ટ કોરોના વાયરસ અસર માત્ર શારીરિક ન રહેતા માનસિક નબળાઈ લાવે છે : ડો. ધારા આર. દોશી

 

જે વ્યક્તિ પ્રાણાયામ કરતી હશે તેનું કોવિડ ક્યારેય કશું નહીં બગાડી શકે: મનોજ મીના

 

કોરોનાથી સ્વસ્થ થયા પછી પણ સંક્રમણની અસર લાંબા સમય સુધી રહી શકે છે. તેની શરીર અને મગજ પર ગંભીર અસર થાય છે.: અનિલ વીંજુડા

મોટાભાગના વાયરલ ઇન્ફેક્શન સામાન્ય રીતે પોસ્ટ વાયરલ થાકનું પરિણામ હોઈ છે.  નબળાઇ અને આળસ થોડા સમય સુધી રહે છે. ખાસ તેવા લોકો માટે  જેમણે સંક્રમણ દરમિયાન વધુ તીવ્ર અથવા સાધારણ તીવ્ર લક્ષણોનો અનુભવ કર્યો છે.  કોરોના વાયરસથી સાજા થયેલ દર્દીઓમાં થાક અને સ્નાયુમાં દુખાવો, ચકકર આવવા, સ્કીન પર નાની મોટી ફોલ્લી ઓ થવી. અન્ય નાની મોટી  તકલીફો નો સામનો કરવો પડે છે. વિશ્વમાં મિલિયનથી વધુ કેસ નોંધાયા છે તે ધ્યાનમાં લેતા, એવા દર્દીઓની નોંધપાત્ર સંખ્યા હશે કે જેઓ, એવા બહુ ઓછા દર્દીઓ હશે જે વાયરસનો ભોગ બન્યા પછી શારિરીક માનસિક તકલીફ નો  ભોગ બન્યા હોય. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા આર. દોશીએ 100થી વધુ કોરોનાનો ભોગ બનેલ લોકોનો ટેલિફોનિક સંપર્ક કર્યો. પોસ્ટ કોરોના ઇફેક્ટના પરિણામો ઘણા ગંભીર અને ચોકાવનારા છે.

વર્તમાન સમયમાં ફેલાયેલા વાયરસનો ભોગ બન્યા પછી વ્યક્તિમાં કેવા પ્રકારની અસર થાય છે તે અંગે હજુ ચોક્કસ કહી શકાય નહીં. 92% ટકા દર્દીઓમાં પોસ્ટ વાયરલ થાક અને આળસનું પ્રમાણ જોવા મળે છે.  સંપર્ક કરેલ વ્યક્તિઓના જણાવ્યા અનુસાર થાક, શરીરમાં એનર્જીનું પ્રમાણ ઓછું થવું, અને ભોજન અરુચિ આ બધી બાબતો જોવા મળે છે. 82% લોકોને માનસિક રીતે ભારે થાક, બેચેની, આત્મવિશ્વાસનો અભાવ મહેસૂસ થતો  હતો.

કોરોના થયાના 2-3 મહિના પછી પણ 64% દર્દીઓમાં શ્વાસ સંબંધિત સમસ્યા, 55% દર્દીઓમાં સાંધાના દુખાવા થઈ રહ્યા છે, ઘણા દર્દીઓના ફેફસાં યોગ્ય રીતે કામ નથી કરી રહ્યા

આ સર્વેને આધારે જોવા મળી રહ્યું છે કે કોરોનાથી સ્વસ્થ થયેલાં 100 માંથી 45% લોકોમાં પોસ્ટ કોવિડ-19 સિન્ડ્રોમ જોવા મળી રહ્યો છે. અર્થાત દર્દી કોરોનાથી સ્વસ્થ તો થઈ રહ્યા છે, પરંતુ કોરોનાનાં લક્ષણોમાંથી કોઈને કોઈ લક્ષણો બાકી રહ્યાં છે. ઘણા દર્દીને ઘણા સમય સુધી  શ્વાસની તકલીફ, થાક, ચિંતા અને ડિપ્રેશન જેવાં લક્ષણો જોવા મળી રહ્યા છે.


સર્વેના રિપોર્ટ મુજબ, કોરોના થયાના અમુક સમય સુધી  64% દર્દીઓમાં શ્વાસની સમસ્યા જોવા મળી છે. 60% દર્દીઓમાં ફેફસાં, 29%માં કિડની, 26% હૃદય અને 10% દર્દીઓનાં લિવર અસામાન્ય હોવાની ફરિયાદો મળી. એટ્લે કે આ દર્દીઓના શરીરમાં આ અંગો યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી. અંગોમાં સોજાની પણ સમસ્યા જોવા મળી હતી.

સૌથી વધારે ચોંકાવનારી વાત એ છે કે, આ તકલીફો તે દર્દીમાં પણ જોવા મળી જેમનામાં કોરોનાના માઈલ્ડ લક્ષણો હતા અને ક્યારેય હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું નહોતું.

*કોરોનાની મગજ પર અસર*

કોરોનાથી સાજા થયેલા ઘણા લોકો 90 દિવસની અંદર માનસિક બીમારીની ઝપેટમાં આવ્યા

 મનોવૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, કોવિડ-19 બાદ થઈ રહેલી માનસિક બીમારીને ઓળખી એનો સમયસર ઇલાજ કરવો અતિ આવશ્યક છે.માનસિક સમસ્યાઓનો સામનો કરી રહેલા દર્દીઓમાં ચિંતા, હતાશા અને અનિદ્રા સૌથી સામાન્ય છે. એ ઉપરાંત દર્દીઓમાં ડિમેન્શિયા, મગજની નબળાઇ જેવી સમસ્યાઓ પણ થઈ રહી છે.

ચિંતા અને તણાવની ઇમ્યુનિટી પર પણ અસર પડે છે. જો તમે સાવચેત રહેશો તો ચિંતા કરવાની જરૂર નથી. વધુપડતી ચિંતા પણ હેલ્થને નુકસાન પહોંચાડી શકે છે અને તેની અસર ઇમ્યુનિટી અને મેટાબોલિઝમ પર પડે છે. આવી સ્થિતિમાં પોતાની જાતને શાંત રાખવી વધારે જરૂરી છે. : ડો. ધારા આર. દોશી

પોસ્ટ કોવિડની અસરને નાથવા નીચેની બાબતો અનુસરવી

1. સંક્રમણ વિશે ઓછું વિચારો:

રોગચાળો વિશ્વભરમાં વ્યાપક છે. આવી સ્થિતિમાં કોરોના વિશે ડરવું જરૂરી છે. તમને કામ અને મુસાફરી દરમિયાન ચેપ લાગવાનો ડર લાગી શકે છે, પરંતુ આ ડરને લીધે તમારો તણાવ વધશે, તેથી ચેપ વિશે વધારે વિચારશો નહીં.

2. મનને તમારા ગમતા કામમાં વ્યસ્ત રાખો:

તમારા અથવા પરિવારની જરૂરિયાતો વિશે વિચારવું સારું છે, પરંતુ કામ દરમિયાન તમારું મન વ્યસ્ત રાખવું યોગ્ય નથી. એનાથી માનસિક મુશ્કેલીઓ જ વધશે. માટે ગમતી પ્રવૃતિઓ કરી માનસિક સ્વસ્થ રહેવા પ્રયત્નો કરો.

3. કામ પૂરું ન થવાની ગિલ્ટ ન રાખો: 

જો તમે લાંબા સમય પછી તમારા કાર્યસ્થળે જઈ રહ્યા હો તો શકય છે કે તમે અલગ અનુભવ કરશો. રોગચાળાને લીધે તમારું કાર્ય પણ બદલાશે અને ફરજ પણ બદલાઈ શકે છે. આ સિવાય કામ પૂરું ન થવાની ગિલ્ટથી તમારો તણાવ પણ વધશે પણ એ તણાવને તમારા મન પર હાવી ના થવા દો.

4. નોકરી અને વ્યવસાય વિશે નિષેધક ન વિચારો:

આ સમયે સમગ્ર વિશ્વમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે. દરેક વ્યક્તિ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાનું પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ નોકરીઓ અને વ્યવસાય વિશે વધુ નિષેધક વિચારવું એ માનસિક સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.

5. નવી વસ્તુઓ શીખો, પરંતુ ગભરાશો નહીં:

 કોરોનાએ ઓફિસો અને જીવનમાં ઘણી નવી વસ્તુઓ ઉમેરી છે. આમાં ટેકનોલોજીનો સમાવેશ છે. આવી સ્થિતિમાં નવી વસ્તુઓ શીખવાની અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની ચિંતા પણ તમારી સમસ્યાઓનું કારણ બની શકે છે, પરંતુ ચિંતા કર્યા વગર નવી નવી બાબતો શીખવાનું  શરૂ રાખો.

6. શરીરના બદલાવની નોધ લો:

એક ડૉક્ટર માત્ર તમારો ટેસ્ટ કરી શકે છે. પરંતુ તમે તમારા શરીરને કોઈ બીજાની તુલના સારી રીતે જાણો છો. તમે જાણો છો કે સામાન્ય રીતે સીઢી પર ચઢવું, દોડવું અને સાઈકલ ચલાવતી વખતે તમે અત્યારે કેવું અનુભવો છો અને કોરોના પહેલા કેવું  અનુભવતા હતા. આવું કરીને તમે તમારી જાતને તપાસી શકો છો. વિચારો કે જ્યારે તમને કોરોના થયો હતો તો આ કરવું તમારા માટે કેટલું મુશ્કેલ હતું અને હવે કેટલું મુશ્કેલ થઈ રહ્યું છે. જો તમને શંકા છે તો તમારે ડૉક્ટરની સાથે વાત કરવી જોઈએ.

નેગેટિવિટીમાં આપણા વિચારો નેગેટિવ થઈ જાય છે જ્યારે આપણે કોઈ વસ્તુને જોઈએ છીએ, વાંચીએ છીએ અથવા સાંભળીએ છીએ તો તેને પોઝિટિવ અથવા નેગેટિવ તરીકે ગ્રહણ કરીએ છીએ. જ્યારે આપણે નેગેટિવિટીમાંથી પસાર થઈએ છીએ ત્યારે તમામ વસ્તુ નેગેટિવ ઈન્ટરપ્રેટ કરીએ છીએ. તેથી તમને લાગે છે કે દુનિયામાં બધુ નેગેટિવ જ થઈ રહ્યું છે.

*નેગેટિવિટીથી બ્રેક લેવાના ઉપાય*

ચિંતા કરવાને બદલે નેગેટિવિટીનું કારણ શોધો. સામાન્ય રીતે નેગેટિવ ફીલિંગને નેગેટિવ હોય તો પણ ઈગ્નોર કરીએ છીએ. આપણે એ વાત માનીને ચાલીએ કે થોડા દિવસમાં બધું બરાબર થઈ જશે. તે વિચારવું ખોટું છે. આ વિચાર બેકફાયર પણ કરી શકે છે. તેને લીધે આપણે નેગેટિવિટીથી ડિપ્રેશનમાં જઈએ છીએ.તેથી, સૌથી અગત્યની બાબત એ છે કે નેગેટિવિટી સ્વીકારવી. આવું કરવાથી આપણે તેને ઓબ્ઝર્વ કરી શકીશું કે નેગેટિવિટીનું કારણ શું છે? તેની સાથે કેવી રીતે વ્યવહાર કરવો? નેગેટિવિટીને ઇગ્નોર કરીને આપણે જેટલું તેનાથી દૂર ભાગીશું તેની અસર આપણા પણ એટલી ઊંડી પડતી જશે. તેનાથી છૂટકારો મેળવવા માટે સૌથી જરૂરી અને સારી રીત છે કે આપણે તેને સ્વીકારીએ. તેના કારણો શોધીએ. આવું કરવાથી નેગેટિવ ફીલિંગ ઘટી જાય છે અને તેમાંથી બહાર નીકળવાના અનેક રસ્તાઓ પણ મળી જાય છે. પરંપરાઓ મુજબ કોઈ પ્લાન બનાવો

નેગેટિવિટીમાંથી બ્રેક લેવા માટે આપણે ટ્રેડિશન એટલે કે પરંપરાઓની પણ મદદ લઈ શકીએ છીએ. પરંપરાઓ અનુસાર, કોઈપણ કાર્ય કોઈ ખાસ પ્રસંગે જ કરવામાં આવે છે. તે સમયે આપણે ખુશ અને પોઝિટિવ રહીએ છીએ. તેથી પરંપરાગત રીતે, કોઈ ઇવેન્ટ અથવા કામ પ્લાન કરવાથી આપણે પોતાની જાતને પોઝિટિવિટી સાથે જોડી શકીએ છીએ. આ નેગેટિવિટીનો સૌથી મોટો ઉપાય છે કે આપણે આપણી જાતને ત્યાં લઈ જઇએ જ્યાંથી પોઝિટિવિટી આવી શકે છે.


જેમણે કોરોનાને મ્હાત આપી છે, તેઓએ કેટલીક સ્વાસ્થ્યને લગતી બાબતો પર ધ્યાન દેવું જરૂરી છે. 

1 આહારમાં પોષક તત્વો :

કોરોનાથી સ્વસ્થ થયા પછી  આહાર વિશે બેદરકાર રહેવાની ભૂલ ન કરવી. આહારમાં વધુ પ્રોટીન લો. ખાસ આહારમાં દાળ, લીલા કઠોળ અથવા ઇંડાઓ તે સિવાય દિવસભર 8-9 ગ્લાસ પાણી, ફુલ પેટ જમવાને બદલે થોડા થોડા સમયે કંઇક ખાતા રહવું આમ કરવાથી પાચક સિસ્ટમ પર અસર નહીં થાય અને શરીરની ઉર્જા પણ રહેશે.

2 કસરત :

કોરોનાથી સાજા થનાર વ્યક્તિએ તેમના રોજિંદા વ્યવહારમાં હળવી કસરતનો સમાવેશ કરવો જ જોઇએ. આ માટે, દરરોજ 30 મિનિટ ચાલવા અથવા કોઈપણ સરળ યોગ કરી શકાય છે.

3 મગજ સંબંધિત કસરતો :

એવું જોવા મળે છે કે કોરોનાથી સાજા થતાં દર્દીઓના માનસિક સ્વાસ્થ્યને અસર થઈ રહી છે. જેમાં વસ્તુઓ રાખીને ભૂલી જવાની સમસ્યા સૌથી વધુ છે. આ સમસ્યાથી બચવા માટે, તમે તમારી દિનચર્યામાં લુડો, ચેસ  જેવી કેટલીક રમતોનો સમાવેશ કરો જે તમને તમારા મગજમાં કસરત કરવામાં મદદ કરી શકે છે.

4 ઓક્સિજન સ્તરની સંભાળ રાખો-

કોરોના દરમિયાન, દર્દીના ફેફસાને વધુ અસર થાય છે. ત્યારે  ઓક્સિજન સ્તરને તપાસવું જો તે 90 ની નીચે આવે તો ડોક્ટરનો સંપર્ક કરવો.

ટૂંકમા  જે દર્દીઓ સ્વસ્થ થયા  છે તેઓએ સકારાત્મક વલણ રાખવું, શરીર અને મન સારા રહે તે માટે સતત કાર્યરત રહેવું. જેથી કરીને નેગેટીવ વિચારો અને નેગેટીવ બાબતોથી પોતાના મન ને દૂર રાખી શકાય. સાવચેતી અને હિંમતપૂર્વક વાયરસનો સામનો કરવો. નિયમિતપણે યોગ, ધ્યાન, કસરત અને યોગ્ય પોષ્ટિક આહાર, ગમતી બાબતો કરવી. ગાર્ડિનિંગ, વાંચન, લેખન ,બાળકો સાથે રમવું, વગેરે જેવી બાબતો માં પોતાન મન અને શરીરને કાર્યરત રાખવું.


Department: Department of Psychology

20-12-2020