psychological effect of covid 19 by Hirapara Bansi & Dr. Dhara R. Doshi

*કોરોનાની બીજી લહેરમાં  લોકોએ અનુભવી વિવિધ માનસિક સમસ્યાઓ : એક વિશ્લેષણ*

 

હિરપરા બંસી, વિદ્યાર્થી, મનોવિજ્ઞાન ભવન

ડો.ધારા આર.દોશી, અધ્યાપક, મનોવિજ્ઞાન ભવન

 

આ સમયે લોકોએ આર્થિક, માનસિક, સામાજિક દરેક સમસ્યાનો મુકાબલો કર્યો. બાકી બધું ભરપાઈ થઈ જશે પણ જે માનસિક રોગ છે તેનાથી બચવા વ્યક્તિએ પોતે જ બદલવું પડશે. એક એવો સમય આવ્યો જેની કલ્પના પણ કોઈએ નહિ કરી હોય અને તેની સામે બધી જ રીતે લડવું પડ્યું. કોરોનાની બીમારી જેટલી શારીરિક ઘાતક છે એટલી કદાચ એથી પણ વધુ માનસિક રીતે વધુ ગંભીર છે. અને લોકોને માનસિક સધિયારો આપવા માટે જ મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આશરે 3600થી પણ વધુ લોકોને માનસિક સધિયારો આપવાનો પ્રયત્ન બીજી લહેરમાં  થયો. 

 મનોવિજ્ઞાન ભવન દ્વારા જે કાઉન્સેલીગ થયું તેનું વિશ્લેષણ ડો.ધારા દોશી અને વિદ્યાર્થીની હિરપરા બંસી દ્વારા કરવામાં આવ્યું જેમાં લોકોએ વિવિધ પ્રકારની માનસિક બીમારીઓ અનુભવી. જેની ટકાવારી જોઈએ તો *ચિંતા 14.81%લોકોને, મેજર ચિંતા 4.41% લોકોને, ડિપ્રેશન 17.07% લોકોને, પેનિક એટેક 4.29% લોકોને, ડોમેસ્ટિક વાયોલેન્સ 2.08% લોકોને, એકલાપણુ 5.50% લોકોને,  આક્રમકતા અને માયૂસી  12.52% લોકોને, આત્મહત્યા વૃત્તિ 3.70% લોકોને, અનિવાર્ય ક્રિયા દબાણ વિચાર દબાણ 9.52% લોકોને, કુટુંબીજનોની ચિંતાની  સમસ્યાઓ 10.70% અને અન્ય મનોવૈજ્ઞાનિક બીમારીઓ 15.4% લોકોને જોવા મળી*

 

*માનસિક બીમારી ના લક્ષણો* 

 

એકરીતે જોઈએ તો દરેક બીમારીના લક્ષણો અલગ અલગ હોય છે પરંતુ અહીં સામાન્ય લક્ષણો જોઈએ તો

# વ્યક્તિને વાસ્તવિકતાનો સ્વીકાર કરવામાં તકલીફ પડે છે #વિચારોમાં ખલેલ

 #ખોટા વહેમ

# કલ્પના સાથેના વિચારો

# અતિશય વિચાર

#દ્રષ્ટિકોણમાં પરિવર્તન

#લાગણીઓ અને આવેગ માં પરિવર્તન

#સામાજિક સમસ્યાઓ

# વારંવાર વિચારો માં પરિવર્તન

# ભોજનમાં પરિવર્તન

#ઊંઘમાં પરિવર્તન વગેરે

           

*જરૂરી છે માનસિક બીમારી થી બચવું*

માનસિક બીમારી થી વ્યક્તિનું જીવન વેરવિખેર થઈ જાય છે તેથી માનસિક બીમારીથી બચવા..

#પહેલા મન ઉપર કાબૂ રાખવો જરૂરી છે.

#વિધાયક દ્રષ્ટિકોણ વિકસાવવો જોઈએ. 

#ખૂબ હસો અને હસાવો, 

#સંગીત સાંભળો, 

#એવા મિત્રો બનાવો જે સાથ સહકાર આપી નબળા સમયે પણ તમને ટેકો આપે

#યોગ પ્રાણાયામ કરો

# વાસ્તવિકતા નો સ્વીકાર કરો

# નિષેધક વિચારો ટાળો

# મોબાઈલ માં નિષેધક બાબતો જોવાનું ટાળો

# રમતો રમો

# ક્યારેક બાળક બની જાઓ

 


Department: Department of Psychology

21-06-2021