psychological Article on Learned Helplessness by Dr. Hasmukh Chavda

"મહામારી, બળાત્કાર, ભ્રષ્ટાચાર અને સામાજિક ભેદભાવની જોહુકમીથી નિસહાયતા જન્મે છે.

 

ડૉ . હસમુખ એમ ચાવડા

આસિ. પ્રો.

મનોવિજ્ઞાન ભવન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

રાજકોટ

 

સામાજિક જીવનમાં જો લોકોને અપ્રિય ઘટનાઓ કે સંઘર્ષોનો સામનો વરંવાર કરવો પડે તો લોકોની સામાજિક ચેતનામાં, સામાજી & ભાવનામાં, ભાઇચારાની ભાવનામાં નિક્રિયતા આવી જાય છે.

 

માર્ટીન સેલીગમેને એક કુતરા પરનાં પોતાનાં પ્રયોગનાં આધારે જણાવ્યું હતું કે જ્યારે પ્રાણી સતત મેં ઘર્ષ યુક્ત પરિસ્થિતિમાં અને પોતે આ પરિસ્થિતિથી કયારેય છુટી નહિ શકે તેવી ભાવનાં તેનામાં આવે ત્યારે તે પરિસ્થિતિને સહન કરવાનું શિખી લે છે.

 

મનુષ્યને પોતાનાં વાસ્તવિક જીવનમાં અમુક એવી આઘાતજનક ઘટનાઓનો સામનો કરવો પડે છે જેના પર તેનું કોઇ નિયંત્રણ રહેતું નથી આવી પરિસ્થિતિમાં મનુષ્યમાં એક વિશિષ્ટ પ્રકારનું વર્તન ઉત્પન્ન થાય છે જેને અર્જીત નિ:સહાયતા કહેવામાં આવે છે.

 

અર્જીત નિ:સહાયતા ઍટલે વ્યક્તિ એવું શિખે છે કે અમુક પરિસ્થિતિનાં પરિણામ તેના વર્તન દ્વારા બદલી શકાતા નથી, આવી પરિસ્થિતિમાં તે શિખી લે છે કે તેનું પરિણામ જેવું છે તેવું સ્વીકારવું જ પડશે. ત્યારે તે પોતાનો બચાવ ન કરીને પરિસ્થિતિને સહન કરવા મજબુર બને છે.

 

કોઇ અપ્રિય ઘટના કે સંઘર્ષનો સામનો લોકોએ સતત કે વારંવાર કરવો પડે છે તો તે એવું વિચારવા લાગે છે કે હું આ પરિસ્થિતિમાંથી કયારેય છુટી શકીશ નહિ ત્યારે તે પરિસ્થિતિને સહન કરવાનું શીખી લે છે.

 

લોકોના જીવનમાં અપ્રિય ઘટનાઓ (બળાત્કર, ધાર્મિક કટ્ટરતા, કોમી રમખાણો, જુથ અથડામણો, હુલ્લડો, આતંકવાદ, જાતિવાદ, ખુન, ભ્રષ્ટાચાર, યુદ્ધ) બને તો શરૂઆતમાં તો લોકો આવી ઘટનાઓનો સામનો કરે છે પરંતુ સતત કે વારંવાર આવી ઘટનાઓ બને તો લોકો પરિસ્થિતીને સહન કરવાનું વલણ અખત્યાર કરે છે.

 

કોઇ ગુન્હાઓ માટે દોષી વ્યક્તિને જો ઝડપી સજા નહી થાય તો સમાજની અન્ય વ્યક્તિઓ પણ આવી ઘટનાઓ સામે પોતાના અવાજને દબાવી દેશે અને આવી ઘટનાઓને સહન કરવા લાગશે.

 

બળાત્કાર, કોમી રમખાણો, સામુહિક હત્યાઓ જેવી ઘટનાઓમાં જો ન્યાયની બાબતમાં વિલંબ થશે અને યોગ્ય સમયે ન્યાય નહી મળે તો સમાજમાં અરાજકતા, કટ્ટરતા, વેરભાવ વધશે.

બાળાત્કારો, મર્ડર, ભ્રષ્ટાચાર જેવી ઘટનાઓ સામે સમાજનાં લોકો એક જુથ થઇ લડે તો છે પણ ધીમે ધીમે સમય જતા તેની લડાઈમાં નિષ્ક્રિયતા આવે છે ત્યારબાદ તે લોકો તેને દુખની સાથે સહન કરવા લાગે છે.

 

જો અપ્રિય ઘટનાઓ માટે યોગ્ય પગલા લેવામાં નહિ આવે તો આવનાર સમયમાં લોકો અપ્રિય ઘટનાઓનો પ્રતિકાર નહિ કરે અને આવા અત્યાચારોને સહન કરવા લાગશે. જો લોકોમાં આ સહનશીલતા આવશે તો સમાજિક ચેતનામાં ઉણપ આવશે. તેથી ન્યાયિક પ્રક્રિયાને મજબુત અને ઝડપી બનાવવી જોઈએ.

 

“રક્ષક જ ભક્ષક બને તો પ્રજા કોની પાસે ન્યાયની અપેક્ષા રાખેં", લોકો આજે આપખુદ રીતે હથ્યારો ઉપાડી રહ્યા છે તે શું દર્શાવે છે? તે એ દર્શાવે છે કે લોકોને હવે ધીમે ધીમે ન્યાયિક પ્રક્રિયામાં વિશ્વાસ ઉડી રહ્યો છે. જો સત્તાધીશોનું આવું જ વલણ અખત્યાર રહેશે તો લોકો ન્યાય માટે અદાલતના દરવાજા નહી ખખડાવે અને પોતે જ હથિયાર ઉપાડશે તો સમાજમાં અરાજકતા, સામુહિક હત્યાઓ અને ખુન ખરાબાઓ થશે.

 

આપણાં દેશમાં વર્ષોથી બાળાત્કાર, ધાર્મિક કટ્ટરતા, કોમી રમખાણો, જુથ અથડામણો, હુલ્લડો આતંકવાદ, જ્ઞાતિવાદ, ખુન, ભ્રષ્ટાચાર જેવી અનેક પ્રકારની સમસ્યાઓ બનતી રહે છે ત્યારે આ બધી સમસ્યાઓની છાપ લોકોનાં માનસપટ્ટ પર પડે છે. આ માનસપટ્ટ પર પડેલી છાપના આધારે તેના વર્તનમાં પરિવર્તન આવે છે આવી સમસ્યાઓથી માનવ વર્તન એટલું બધુ પ્રભાવિત થઈ જાય છે કે તે ભવિષ્યમાં બનનારી ઘટનાઓનું અનુકરણ પણ પહેંલાની ઘટનાઓનાં આધારે કરે છે પહેલાની ઘટનામાં કયા પ્રકારનાં નિર્ણયો લેવામાં આવ્યા હતાં, કોને કેવી સજા મળી હતી તે બધી બાબતોનાં આધારે તે ભવિષ્યમાં બનનારી ઘટનામાં પોતાનું વલણ દાખાવશે. જો ભૂતકાળની ઘટનામાં યોગ્ય નિર્ણયો લેવામાં આવ્યા હશે તો તે ભવિષ્યમાં બનનારી ઘટનામાં પ્રતિકાર કરશે અને ભુતકાળમાં યોગ્ય નિર્ણયો લેવામાં આવ્યા નહિ હોય તો તે ઘટનાને સહન કરવાનું વિચારશે.

 

સ્ત્રીઓ સતત પુરૂષ હુંકારનો ભોગ બનતી આવી છે માટે તેનામાં એક પ્રકારની નિ:સહાયતા જન્મેલી છે અને પુરૂષોનાં જાતીય આક્રમણનાં ભોગ પછી પણ તેને સહન કરી લેવાની ભાવનાં રાખતી હોય છે ઘર પરિવારમાં ઉછેર દરમ્યાન જે ભેદભાવ માતા - પિતા તરફથી થતો હોય છે ત્યાથી બાળકીઓ આ નિ:સહાયતા શીખી લેતી હોય છે. આપણી માવજતની પ્રક્રિયા બદલશું ત્યારે વર્ષો પછી સ્ત્રીઓ આ  નિ:સહાયતામાંથી બહાર આવી શકશે.

 

 

 


Department: Department of Psychology

10-06-2021