પીએચ.ડી. મેરિટ પરીક્ષા અને પ્રવેશ અંગેના નિયમો / સૂચનાઓ :
૧. પીએચ.ડી. પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ તમામ જૂના-નવા ઉમેદવારો તેમજ યુ.જી.સી.
નેટ, જીસેટ, એમ.ફિલ.ની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને મેરિટ પરીક્ષા માટે
લાયક ગણવામાં આવશે.
૨. વર્ષ-૨૦૧૯ની પીએચ.ડી. પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો માટે પીએચ.ડી.
પ્રવેશ પરીક્ષાના ૧૦૦ માર્કસમાંથી મેળવેલ માર્કસના ૭૦% વેઈટેજ તથા
ડી.આર.સી.ના ૧૦૦ માર્કસમાંથી મેળવેલ માર્કસના ૩૦% વેઈટેજ ગણીને મેરિટલિસ્ટ
બનાવવામાં આવશે.
૩. વર્ષ ૨૦૧૯માં જે ઉમેદવારો પીએચ.ડી. પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ છે, તેવા
ઉમેદવારો જો ઈચ્છે તો મેરિટ પરીક્ષામાં બેસી શકશે, પરંતુ જે પરિણામ આવે તે
પરિણામ આખરી ગણાશે. અગાઉ આપેલ પ્રવેશ પરીક્ષાનું પરિણામ / માર્કસ રદ
ગણાશે.
૪. મેરિટ પરીક્ષાની તારીખ ૧૨.૧૨.૨૦૧૯, ગુરુવાર સમય ૧૨.૧૫ કલાક થી ૧.૩૦
કલાકનો રહેશે.
૫. મેરિટ પરીક્ષાનો અભ્યાસક્રમ NET PAPER-II મુજબ રહેશે.
૬. મેરિટ પરીક્ષાનું પ્રશ્નપત્ર ૫૦ (પચાસ) પ્રશ્નોનું તથા ૧૦૦ ગુણનું રહેશે.
૭. મેરિટ પરીક્ષામાં નેટની પરીક્ષા પધ્ધતિમુજબના MCQ પ્રશ્નો રહેશે.
(ડૉ. નીતિન વડગામા)
અધ્યક્ષ,
ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
Department:
Department of Gujarati
06-12-2019