life style affected and covid 19: A psychological Survey By Nimisha Padariya & Dr. yogesh A. Jogsan

રફ એન્ડ ટફ જીવન જીવતા લોકોની રોગપ્રતિકાર શક્તિ વઘુ જોવા મળી* એક સર્વે..  નિમિષા પડારીયાપીએચડી સ્ટુડન્ટમનોવિજ્ઞાન ભવનસૌરાષ્ટ્ર યુનિવર્સીટી.રાજકોટ           

 મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં નિમિષા પડારીયાએ સર્વે કર્યો..

 

 

કોરોના વાયરસની જુદા જુદા લોકો પર અસર પણ અલગ થાય છે, જેમાં અસરકર્તા પરિબળો જેમ કે, ઉંમર, જાતિ (સ્ત્રી/પુરુષ), અને ખાસ અસરકર્તા પરિબળ એટલે કે, લોકોની જીવનશૈલી અને ખોરાક જે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તે જ રીતે કોઈ દર્દીને પહેલેથી કોઈ બીમારી હોઈ તો વધુ ઘાતક નીવડે છે, સાથે કોરોનાને વધુ કે ઓછો કરવા પાછળ જીવનશૈલી અને આહાર મહત્વ ધરાવે છે. 

 

 

કોરોનાગ્રસ્ત થયેલ લોકો 720 લોકો પર સર્વે કર્યો. આ સર્વે મુજબ સૌથી વધુ મધ્યમ ઉચ્ચ વર્ગના લોકો કોરોનાગ્રસ્ત 70.00%  થયા હતા. નિમ્ન મધ્યમ વર્ગના 25. 75 % અને નિમ્ન વર્ગના 4.25 % કોરોના ગ્રસ્ત થયા. 

આમ આ સર્વે પરથી કહી શકાય કે, કોરોના થવામાં જીવનશૈલી અને ખોરાક પણ અસર કરે છે. 

 

 

જેમ જીવવા માટે શ્વાસ લેવો જરૂરી છે તેમ શરીર ને સ્વસ્થ રાખવા માટે શરીર ને જરૂરી અને પૌષ્ટિક આહાર આપવો પણ એટલું જ જરૂરી છે. એકવીસમી સદી માં ખોરાક ના પર્યાય તરીકે જંકફૂડ આખી દુનિયા માં છવાઈ ગયું છે ત્યારે દરેક પ્રકાર નો ખોરાક પેકેજિંગ માં જોવા મળે છે .જે ખરેખર સ્વાસ્થય માટે હાનિકારક અને લાંબાગાળે રોગને નોતરે છે.  જો દરેક માણસ જાગૃતતાથી બધી વસ્તુ માં પોષણ શોધવા લાગે તો નાની મોટી તકલીફોથી બચી શકે છે. અને રોજિંદા આહારમાં જો બધી પોષ્ટિક વસ્તુઓ લેવામાં ધ્યાન રાખે તો ઘણી બીમારી અને આ કોરોનાથી પણ બચી શકે.

1.  શું તમેં કોરોના અંગેના સમાચાર સતત જોવો છો?

 

- હા 55%

- ના 40%

- ક્યારેક 5%

 

2. કોરોના અંગે પહેલા કરતા વધુ ભય કે ડર લાગે છે?

 

- હા 96%

- ના 4%

 

3. જમવામાં તમે કેવા પ્રકારનો ખોરાક પસંદ કરો છો?

 

- શુદ્ધ આત્વિક ભોજન 30%

- જંકફૂડ 45%

- ભાવે એવું જ 18%

- શરીરને અનુકૂળ હોઈ તેવું 7%

 

4. કોરોના અંગેના ભયજનક સમાચાર વાંચી કે જોઈને વધુ ડર લાગે છે?

 

- હા 60%

- ના 30%

- સમાચાર વાંચતો/વાંચતી નથી10%

 

 

5. કોઈ સગા સંબંધીને કોરોના થયાની જાણ થતાં તમને કોરોના થશે એવો વિચાર આવે છે?

 

 - આખો દિવસ વાડી કામમાં વ્યસ્ત હોય સાંજે આવીને થાક્યા-પાક્યા સુઇ જઈએ એમાં એવું વિચારવાનો ટાઈમ ક્યાં હોઈ.  અને કેટલીક બાબતો અમને અસર પણ નથી કરતી. થાય તો પણ હવે કુદરત પર બધું છોડી દીધું છે.               6. કોઈ વ્યક્તિને શરદી કે ઉધરસ આવે તો એનો ચેપ તમને લાગશે એવું લાગે છે?

 

- હા 70%

- ના 25%

- ક્યારેક 5%

 

7. ઘરમાં કોઈ વ્યક્તિને કોરોના થયો હોય તો તેમને માનસિક રીતે મજબૂત બનાવવાના પ્રયત્નો કરો છો?

 

- હા 47%

- ના 53%

 

8. નજીકના સગા સંબંધીને કોરોના થયાના સમાચાર સાંભળ્યા બાદ તમારું ઓક્સિજન લેવલ ઘટ્યું હોઈ એવું બન્યું છે?

 

- હા 40%

- ના 50%

- ક્યારેક 10%

 

9. અત્યાર સુધી તમને કોરોના થયો નથી તેની પાછળ તમે કોને જવાબદાર ગણો છો?

 

- પૌષ્ટિક આહારના લેતાં હોવાના કારણે 5%

- પૂરતો શારીરિક શ્રમ કરતાં હોવાના કારણે 9%

- માનસિક રીતે મજબૂત હોવાના કારણે 10%

- ઉપર આપેલ બધા જ 76%

 

 

10. કોરોના અંગેના તમારા મંતવ્ય જણાવો.

 

-ઘણી બાબતો અમને અસર પણ ન કરે. આપણી પેહલી ગુજરાતી કહેવત મુજબ 'જાણે એને તાણે' કોરોના વિશે કેટલાક સમાચાર કે ન્યુઝ જોઈ પણ નહીં અને વાંચી પણ નહીં. જાણી તો એમ થાય કે અમને થશે તો શું કરશુ, કેમ જીવશું, ઓક્સિજન મળશે કે કેમ?  તો આવી ચિંતા થાય ને  બસ કુદરત પર કેટલૂંક છોડી દીધું. માનસિક રીતે મજબૂત રહીએ અને  જેટલું જીવાય એટલું મોજથી અને શાંતિથી જીવીએ.

         

 ખોરાકની અસર    :    ઘઉં, ચોખા, બાજરી, જુવાર, શાકભાજી, અને ફળ વગેરે માંથી પૂરતી માત્રામાં શરીરના પોષણ માટે કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ફેટ, વિટામિન, મિનરલ્સ, ફાઇબર બધું પૂરતી માત્રામાં મળી રહે છે.  તેમજ પાચન શક્તિ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. પરંતુ આ ફાસ્ટફૂડના જમાનામાં લોકો હેલ્થી ફૂડ લેવાનું ઓછું કર્યું અને તેનું પરિણામ આપણે સૌ અલગ અલગ બીમારીના રૂપમાં જોઈ રહ્યા છીએ. 

 

 

જંક ફૂડ ખાવાને કારણે સ્થૂળતાનો શિકાર થઈ શકો છો. ફક્ત એટલું જ નહીં પરંતુ ઘણા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જંકફૂડ ખાવાને કારણે ડાયાબિટીસ, હૃદય રોગનું જોખમ, ડિપ્રેશન, એકાગ્રતામાં સમસ્યા, કેન્સર જેવી ભયંકર બીમારી થાય છે. જંકફૂડ  ના કારણે કેન્સર જેવી અસાધ્ય બીમારી થવાની સંભાવના વધી જતી હોય છે. નિયમિત રીતે હાઈ કેલેરીઝ અને સ્યુગર અને ફેટ વાળો ખોરાક ખાવો હીતાવહ નથી.

 

 

સલ્મ વિસ્તારના લોકો જે રફ એન્ડ ટફ જિંદગી જીવે જેથી તેની રોગ પ્રતિકારકશક્તિ ખૂબ સારી હોય છે જેનું પરિણામ આપણને આ મહામારીમાં  અને સર્વેમાં જોવા મળી રહ્યું છે  તે લોકો સૌથી ઓછા કોરોનાનો ભોગ બન્યા જેનું કારણ તેની જીવનશૈલી અને ખોરાક મહત્વના છે. 

 

 

જ્યારે મધ્યમ ઉચ્ચ અને નિમ્ન મધ્યમ વર્ગના લોકો કોરોનાનો ભોગ વધુ બન્યા તે પાછળ તેની ફૂડ હેબીટ જવાબદાર છે. સાથે જીવનશૈલી પણ એટલી જ જવાબદાર છે.  જેમાં સૌથી વધુ આર.ઓ. પ્લાન્ટ વાળા પાણી:કે જે પાણીમાં ક્ષારની સાથે ઘણા કુદરતી મિનરલ નાશ પામે છે , જંકફૂડ, ઓછો શારીરિક શ્રમ, જવાબદાર છે. *મિનરલ વોટરમાં કેટલીય જોખમી ધાતુઓ ભળેલી હોય છે જેવી કે : આયર્ન , ઝિંક , ક્રોમિયમ , મેંગેનીઝ અને કોપર જેવી ધાતુઓ. તે શરીર માટે જરૂરી છે , પણ બહુ થોડા પ્રમાણમાં . લીડ મરક્યુરી , આર્સેનિક , એલ્યુમિનિયમ અને બેરિયમ તો બિલકુલ ન ચાલે . લીડની ઝેરી અસરથી કિડની બગડી શકે છે . આર્સેનિકથી કેન્સર થઈ શકે છે . મરક્યુરીથી ન્યૂરોલોજિકલ બીમારીઓ અને ગર્ભના વિકાસ પર અસર થઈ શકે છે . વધુ પડતા એલ્યુમિનિયમથી ગાંડપણ આવી શકે છે . તેમજ સતત મિનરલ પાણી પીવાથી બ્લડ પ્રેશર, અસ્થમા, ડાયાબિટિસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગ થઇ શકે છે. જ્યારે આરઓનું પાણી પીવાથી હાડકાં અને આંતરડાના રોગ લાગું પડી શકે છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે ફિલ્ટર કરેલું પાણી કદી બાળકોને પીવા માટે આપવું નહીં , કારણ કે તેમાં રહેલા સીસાનું પ્રમાણ બાળકોના મગજને નુકસાન પહોંચાડે છે . મધ્યમ ઉચ્ચ વર્ગના લોકો જેમ જેમ ઔદ્યોગિકરણ થતું ગયું તેમ કુદરતનું સાનિધ્ય ગુમાવ્યુ. મશીનો અને ઉપકરણોથી ઘેરાઇને , શ્રમ કરવાનું બંધ કરી દીધું.  કુદરતી ખોરાકનો ત્યાગ કરી બિનકુદરતી આહાર વધુ ને વધુ લેવા માંડયો. પૈસા વધતાં ખોરાકમાં વધુ મોંઘા એવા તૈલી આહારનું પ્રમાણ પણ વધવા માંડયું ખોરાક અસંતુલિત થઇ ગયો. શહેરી જીવનની ભાગદોડ અને ધમાલ વધવા લાગ્યાં . માનસિક શાંતિ ઘટવા લાગી ; માનસિક શાંતિ મેળવવા વધુને વધુ ભોગ તથા વ્યસનો તરફ માણસ ખેંચાયને ધંધાની હરિફાઇમાં ટકી રહેવા અનેક ખોટા રસ્તાઓ અપનાવ્યા પરિણામે ઝગડા , ઇર્ષ્યા , સ્વાર્થ અને તિરસ્કાર વધતા ગયા. આ બધાનું પરિણામ એ આવ્યું કે, જાતજાતના રોગો પણ વધ્યા. જીવન શૈલી બિનઆરોગ્યપ્રદ થવાથી હૃદયરોગ , ડાયાબિટીસ , હાઇબ્લડપ્રેશર અને મનોશારીરિક બીમારીઓનું પ્રમાણ વધ્યું. નિમ્ન વર્ગના લોકો પોતાની રફ એન્ડ ટફ જીવનશૈલી જીવે છે માટે કેટલીક બાબતો તેમને અસર કરતી નથી અથવા તેઓ મનમાં લેતા નથી એવું કહી શકાય.

 


Department: Department of Psychology

21-06-2021