Effect of coivd 19 on youth: A psychological Article by Purohit Nisha, Dr. Dhara R. doshi & Dr. yogesh A. Jogsan

*કોરોના કાળમાં 15 થી 25 વર્ષના યુવાનો મૂંઝવણમાં : તણાવમાં જીવવું કે ધ્યેય નક્કી કરવુ કાંઈ સમજાતું નથી.*

નિશા પુરોહિત, વિદ્યાર્થીની, મનોવિજ્ઞાન ભવન

*45% યુવા ધનનું કહેવું છે  દોઢ વર્ષની કપરી પરિસ્થિતિમાં પોતાના જીવન લક્ષ સાધવામાં નબળા પડ્યા*.. ડૉ.યોગેશ જોગસણઅધ્યક્ષ મનોવિજ્ઞાન ભવન...                 *યુવાનો ઊંચું લક્ષ રાખવાનું જાણે ભૂલી ગયા હોય લાસ્ટ દોઢ વર્ષમાં એવું લાગી રહ્યું છે*. ડૉ.ધારા દોશી...

મનોવિજ્ઞાન માં માનવીના જીવનની વિવિધ અવસ્થા દર્શાવવામાં આવી છે જેમાં કિશોરાવસ્થા અને યુવાવસ્થા માનવીના જીવન માં ખુબ અગત્યનો ભાગ ભજવે છે. આ એ ઉંમર છે જ્યાંથી જીવનનું ધ્યેય નક્કી થાય છે. સાથે માનસિક સંઘર્ષ પણ અનુભવાય છે. આકર્ષણની પણ ઉંમર અને સાથે કેરિયર પસંદગી ની પણ ઉંમર. આ અવસ્થા માં ઘણા ફેરફાર થતા જોવા મળે છે તેથી પણ એક તણાવ જોવા મળે છે. આજકાલ યુવાનોમાં ધીરજ ની કમી તથા કૌટુંબિક વાતાવરણથી અણગમો થવો, મિત્રો જ ગમવા, અલગ દુનિયામાં રાચવું, પોતાની જ જીદ અને હઠ સાચી એવા ઘણા ચડાવ ઉતાર જોવા મળે અને જેથી અને ઘણા યુવાનો તણાવનો ભોગ બને છે.

મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની નિશા પુરોહિતે કિશોરાવસ્થામાં તણાવના કારણો અને તેનાથી બચવા માટેના મનોવૈજ્ઞાનિક ઉપાયો દર્શાવ્યા.

 

*યુવાન અવસ્થાના ફેરફારથી થતો તણાવ*

 

આ અવસ્થામાં છોકરો અને છોકરી બનેમાં શારીરિક ઘણા ફેરફારો જોવા મળે છે જેનાથી તેમને સમાયોજન સાધવા નવું વર્તન શીખવું પડે છે જેનાથી તણાવ ઉત્પન થાય છે.

 

*પારિવારિક સંબંધમાં સમાયોજન નો અભાવ*

આજકાલના યુવાનો પોતાના ઘરે રહવું તથા ઘરના લોકો સાથે બેસવું તેમજ વાતો કરવી ગમતી જ નથી તથા માતાપિતા તેમની જનરેશન ને સમજી શકે તેમ જ નથી તેવું જ લાગે છે જેથી ઘણા સભ્યો સાથે સમાયોજન નો અભાવ થવાથી યુવાનોમાં તણાવ ઉત્પન્ન થાય છે. ક્યારેક પરિવાર માં સમાયોજન ન થવાથી ખૂબ તણાવ ઉત્પન્ન થવાથી તે આત્મહત્યા પણ કરવા પ્રેરાય છે.

 

*સોશ્યલ મીડિયા ને લીધે થતો તણાવ*

 

આજકાલ યુવાનોમાં સોશ્યલ મીડિયા નો ખુબ પ્રભાવ પાડી રહ્યો છે.સોશ્યલ મીડિયા ના લીધે યુવાલોકો પોતાના ઘરના સભ્યો તેમજ મિત્રો થી ઘણા દૂર જતા જાય છે અને માત્ર સોશ્યલ મીડિયા ના સંબંધોમાં જ રચ્યાપચ્યા રહે છે. ક્યારેક સોશ્યલ મીડિયા ના લીધે ઘણા ક્રાઇમ થઈ જાય છે જેથી પણ તણાવ વધે છે આ ઉપરાંત સોશ્યલ મીડિયા ના લીધે ભણવામાં ધ્યાન ના આપતા ખરાબ પરિણામ થી પણ તણાવ ઉતપન્ન થાય છે.

 

*બેરોજગારી ના લીધે થતો તણાવ* 

સ્ત્રી હોય કે પુરુષ જ્યારે 20 કે 25 વર્ષ ના થાય ત્યારે પોતાને પૈસા કમાવાની ઈચ્છા થાય છે. પણ જો અમુક કારણોસર જ્યારે તેને રોજગારી મળતી નથી ત્યારે ઘર કે સમાજના લોકો ની વાતો થી તેમજ ક્યારેક પોતે કઈ કરી શકતા નથી એવી લાગણી થી તણાવ ઉત્પન્ન થાય છે

 

. *સામાજિક નીતિ નિયમ ના લીધે તણાવ*

 

આજકાલના યુવાનો સમાજના નીતિ નિયમને સ્વીકારવા માગતા જ નથી. અમુક નિયમો એવા હોય કે જેનાથી તેવો ખુબ તણાવ અનુભવે છે જેમ કે જ્ઞાતિ બહાર લગ્ન ના કરવાનો નિયમ. આવા ઘણા નિયમ ના લીધે પણ યુવાન માં તણાવ ઉત્પન્ન થાય છે.

 

*પશ્ચિમ સંસ્કૃતિ ના અનુકરણને લીધે તણાવ* 

 

આજકાલ પશ્ચિમી સંસ્કૃતિ અપનાવાની ફેશન છે જાણે, જ્યારે સમાજ અને માતાપિતા આવું વર્તન તેમજ પહેરવેશમાં રોક લગાવે છે ત્યારે પણ યુવાનો માં તણાવ ઉત્પન્ન થાય છે.

 

*કાર્યભાર ના લીધે થતો તણાવ*

  આ સમયગાળામાં યુવાન અભ્યાસ કરતાં હોય અથવા ભણતા હોય કા તો બને સાથે કાર્ય કરતા હોય છે .આવા સમયે યુવાનોમાં કંઇક કરી બતાવવાની ઈચ્છા હોય છે જેથી અભ્યાસ માં ખુબ મહેનત કરે છે તેમજ નોકરી કરતાં હોય સાથે તો તેમાં પણ મહેનત કરે છે જેથી પણ તણાવ ઉત્પન્ન થાય છે.

*વ્યસનના લીધે તણાવ અને તણાવ ના લીધે વ્યસન*

 

  જ્યારે આ અવસ્થામાં તણાવ ઉત્પન્ન થાય છે ત્યારે યુવાનો પોતાના મિત્રો સાથે તેમજ કોઈ બીજી રીતે વ્યસન ના માર્ગે ચડી જાય છે. તો ક્યારેક વ્યસન ના લીધે પણ તણાવ જોવા મળે છે. જ્યારે કોઈ વ્યસન થઈ ગયું હોય તો ઘરે વ્યસન કરવાની ના પડે અથવા પૈસા માં મળે ત્યારે પણ તણાવ ઉત્પન્ન થાય છે.

 

*પઝેસીવનેસ ના લીધે થતો તણાવ*

 

       જ્યારે રિલેશનશીપ માં હોય ત્યારે એકબીજાને સમય ના આપી સકવો તેમજ અમુક વાર  સામેવાળા વ્યક્તિ બીજા સાથે વાત કરે એ ના ગમવું, તેમજ અમુક રોકટોક, અમુક માંગણી વગેરેના લીધે તણાવ ઉત્પન્ન થાય છે. પઝેસિવ નેસ માં ક્યારેક પૈસા ની અછત તેમજ સમાજનો અસ્વીકાર ના લીધે પણ તણાવ ઉત્પન્ન થાય છે.

 

  *યુવાવસ્થામાં તણાવ દૂર કરવા ના ઉપાયો*

 

  1.  ચોક્ક્સ ધ્યેય સાથે જીવવું

  2. માતાપિતાએ આ ઉંમરમાં થતા ફેરફારોની પૂરતી જાણકારી આપવી.

  3. ઘરના સભ્યો સાથે સમાયોજન સાધવા ની કોશિશ કરવી.

 4. સોશ્યલ મીડિયા નો વધુ પડતો ઉપયોગ ના કરવો.

 5. સમાજના નિયમોને સમજવાના પ્રયત્નો કરવા.

 6. બેરોજગારી માંથી બચવા નાની તો નાની રોજગારી મેળવી. જેથી મનોબળ મજબૂત બને.

7. ટાઈમ મેનેજમેન્ટ કરવું.

8. વ્યસની મિત્રોથી દૂર રહેવું.

9. વસ્તુ કે વ્યક્તિ કોઈ નું વ્યસન થાઇ તે પેલા તેને કન્ટ્રોલ કરવું.

10. યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિ સાથે સંબંધ રાખવો.

11. મનને મજબૂત રાખવું.

 


Department: Department of Psychology

21-06-2021