covid effect on relationship of couple: A survey by Kartvi Bhatt & Dr. Dhara R. Doshi


*શુ કોરોનાના ભયે દંપતિ વચ્ચેની નજીકતાને દુરીમાં પરિવર્તિત કરી દીધી?*

 

ભટ્ટ કર્તવી, વિદ્યાર્થીની, મનોવિજ્ઞાન ભવન

ડો.ધારા દોશી, અધ્યાપક, મનોવિજ્ઞાન ભવન

*કોરોનાના ભય અને ચિંતાને લીધે અંગત પળોમાં ફેરફાર થતા વાત ડિવોર્સ સુધી પહોચ્યાના ઘણા લોકોએ એકરાર કર્યો* 

આપણે સહુ જાણીએ છીએ કે દંપતિ વચ્ચેનો પ્રેમ ટકાવવા અને સંબંધોને મજબૂત બનાવવા જાતીયતા અગત્યનો ભાગ ભજવે છે. પરંતુ કોરોનાની જેમ નિષેધક અસર બધે થઈ તેમ દંપતીની જાતિયતાની બાબતો પર પણ થઈ. બીજી લહેરમાં મનોવિજ્ઞાન ભવન દ્વારા આશરે 3600 લોકોનું જે કાઉન્સેલિંગ થયું તેમાં લગભગ 270 જેટલા એટકે કે 7 50% જેટલા  દંપતિના જે ફોન આવ્યા જે વાતચીત થઈ તે અનુસાર તેમની વાતો સાંભળી તેના તારણ સ્વરૂપે ભટ્ટ કર્તવીએ ડો.ધારા આર. દોશીના માર્ગદર્શન નીચે વિશ્લેષણ કર્યું અને તેના પરથી કહી શકીએ કે દંપતિની જાતીયતા પર પણ કોરોનાની અસર થઈ છે અને તેને કારણે ચકમક અને ડિવોર્સ સુધી વાત પહોંચી છે.

 

પ્રથમ લોકડાઉન વખતે દંપતિ માટે સાથે રહેવાનો ઉત્તમ સમય હતો. જે દંપતી ઘરની બહાર પોતાનાં કામમાં વ્યસ્ત હતા, તેમના માટે રાહતનો સમય હતો એકબીજાની શારીરિક જરૂરિયાત પૂર્તિ નો..ઘરે હોવાથી, તેઓને એકબીજા સાથે આરામથી બેસવાનો અને એકબીજા સાથે સમય પસાર કરવાનો મોકો મળ્યો.

 

 પ્રથમ લોકડાઉન વખતે જે દંપતિ સાથે વાત થઈ હતી તે મુજબ "શરૂઆતમાં, લોકડાઉન અને આ સમયને કારણે  લોકોને એકબીજા સાથે જોડાવાની તક મળી."

 

 પરંતુ જેમ જેમ આ મહામારી વધતી ગઈ તેમ તેમ તેના દુષ્પ્રભાવો પણ દેખાવા માંડ્યાં, ખાસ કરીને દંપતિના શારીરિક સંબંધોમાં પણ તેની અસર થઈ આ વખતે જે દંપતિ ના ફોન આવ્યા તેમના મતે તેમની જાતીય ઈચ્છા ઓછી થઈ હોય એવું એ લોકોએ અનુભવ્યું અને જેને કારણે ઘણી વખત ડિવોર્સ સુધી પણ વાત પહોંચી.

 

સંબધ શારીરિક છે પરંતુ માનસિકતાની બહુ મોટી અસર થતી જોવા મળે છે. આ કેસ જે આવ્યા તેનું વિશ્લેષણ અને દંપતિ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે બીમારી અને લોકડાઉનથી ઘણા લોકોમાં ભય અને અનિશ્ચિતતા ઉભી થઈ.  ઘણા લોકોએ તેમના સ્વાસ્થ્યને લગતી ચિંતા અનુભવી, પૈસા વિશેની ચિંતા હતી અને સાથે જીવનમાં ઘણા અન્ય ફેરફારો થઈ રહ્યા હતા. સતત એક ભય મનમાં રહેતો કે અચાનક જો કઈ થયું તો બધું મેનેજ કઈ રીતે કરીશું? નજીક જવામાં પણ બીક લાગતી. હતાશાએ તેમને ઘેરી લીધા હતા. આ વસ્તુઓને કારણે થતી પરેશાનીઓ સાથે જીવનસાથી સાથે વધુ સમય વિતાવવો, તે પણ બંધ રૂમમાં, તેનાથી સંબંધોને ખરાબ અસર થઈ અને સેક્સમાં ઘટાડો થયો.

 

*પ્રથમ લોકડાઉન જાણે દંપતિ માટે હનીમૂન સમય હતો પરંતુ બીજી લહેરમાં તણાવની ખૂબ અસર થઈ*

 

પ્રથમ લોકડાઉન વખતે ઘણા દંપતિ એ ખૂબ સારો સમય માણ્યો હતો. પરંતુ બીજી લહેર વખતે ભય, હતાશા, ચિંતા, આર્થિક મુશ્કેલીઓ, મૃત્યુ ભય વગેરે એ જાણે એકબીજાથી દૂર કરી દીધા. દંપતિ વચ્ચે આવેલ અંતર ના કારણો જોઈએ તો..

 

*એકબીજા સાથેનો સતત સાથ*

વિચારીને પણ એવું લાગે કે શું સતત સાથ એ દુરી માં ફેરવાય? જવાબ છે હા..લોકડાઉન અને કોવિડ પહેલા એકબીજા સાથે સતત સાથ નહોતો, પતિ અને પત્ની કામમાં વ્યસ્ત રહેતા.ઘરની બહાર રહેતા. રાહ પતિના ઘરે વળવાની હતી અને એકબીજાના સહવાસ ની હતી. પણ સતત ભેગા રહેવાથી એક આકર્ષણ ઓછું થઈ શકે જેથી સંબંધોમાં ઉણપ આવતી જોવા મળી.

 

*અજ્ઞાત ચિંતાઓ*

આ સમયે દરેક વ્યક્તિ નાની મોટી ચિંતા માંથી પસાર થઈ રહી છે ત્યારે તેની અસર જાતીય જીવનમાં પણ પડી. ચિંતાને કારણે મન સતત એ જ દિશામાં વિચારતું હોવાથી જાતીય જીવનમાં રસ ઓછો થયો જોવા મળે.

 

*સ્ત્રી પર સતત કામનું દબાણ*

આ સમયે જો સહુથી વધુ કોઈનું શોષણ થયું હોય તો તે સ્ત્રીનું થયું છે. ઘરકામ, નોકરી કરતી સ્ત્રીઓને બધું સંભાળવું, બાળકોની ચિંતા સાથે ઘરમાં સતત નવી નવી ડિમાન્ડ, આર્થિક ચિંતા વગેરે લીધે સ્ત્રીઓની જાતિય ઈચ્છા પર ખૂબ નિષેધક અસર થઈ. એ લાગણી ને પ્રેમ ઈચ્છે છે પરંતુ કામના ભારણ નીચે બધું જ દબાઈ જય છે.

 

*કોરોનાનો ભય*

એ દંપતિ જેમાં કોઈ એકપણ કોવિડ ડ્યુટી કરે છે કે કોવિડ ના કોઈ કામમાં હોય છે તેના મનમાં પણ એક ભય જોવા મળ્યો કે ક્યાંક તેને જો ઇન્ફેક્શન થશે તો તેના પાર્ટનર ને પણ અસર થશે માટે એ પોતાના પાર્ટનરથી દુરી બનાવી રાખે છે.

 

*એકાંતનો અભાવ*

બધા જ લોકો સતત ઘરમાં હોય દંપતિને એકાંત મળતું નથી હોતું. જ્યારે તેઓને એકાંત જોતું હોય ત્યારે ઘરના સભ્યો ત્યાં હાજર હોય છે માટે કુટુંબની જવાબદારી અને ફરજના ભાગ રૂપે તેઓ પોતાની ઈચ્છાઓ વ્યક્ત થવા દેતા નથી.

 

*પોસ્ટ કોવિડ અસર*

જાતીય જીવનમાં પોસ્ટ કોવિડની ખૂબ જ અસર જોવા મળી છે. દંપતિ માંથી કોઈ એકને પણ કોરોના થયો હોય તો તેનું જાતીય જીવન વ્યવસ્થિત થવામાં ખૂબ સમય લાગે છે. એક વિચાર તેને અંદર અંદર પરેશાન કરી રહ્યો હોય છે.

 

*હોર્મોન્સમાં પરિવર્તન*

પુરુષ અને સ્ત્રીના જે જાતીય હોર્મોન્સ છે તેમાં પણ નિષેધક વિચારોની નિષેધક અસર પડે છે. પુરુષોના ટેસ્ટસ્ટેરોન અને સ્ત્રીઓના એસ્ટ્રોજન પર તણાવની ખૂબ નિષેધક અસર જોવા મળી છે.

 

*વ્યસન*

કોરોનાકાળ પછી પુરુષોમાં વ્યસન નું પ્રમાણ વધ્યું છે જેની અસરથી જાતીય ઉત્તેજના ઓછી થઈ હોય તેવું જાણવા મળ્યું છે. તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ છે કે વ્યસન કરવાથી લોહીમાં રહેલ ટેસ્ટોસ્ટરોન હાર્મોન જે પુરુષની કામવાસનાને ઉત્તેજિત કરે છે તેનું પ્રમાણ ઘણું ઓછું થઇ જાય છે. જેથી શારીરિક સબંધ પર તેની ખોટી અસર પડી હોય તેવું જોવા મળ્યું છે.

 

 

 

*અમુક દંપતિ સાથે થયેલ વાત*

 

દંપતી 1: મારા પતિ દવાની કંપની માં કામ કરે છે એટલે એમને ફરજિયાત નોકરી પર જવું પડે, મારે દોઢ વર્ષ નું બાળક છે એટલે મારા પતિ છેલ્લા એક વર્ષથી મારી કે મારા બાળકની નજીક નથી આવ્યા.કારણ કે એમને ડર છે કે મને જો કોરોના હોય તો મારી પત્ની કે બાળક ને તેની અસર થાય તો...

 

 

દંપતી 2: હું અને મારા પતિ બંને નોકરી કરીએ છીએ, અત્યારે કોરોનના કેસ વધારે હોવાથી બંને ને ઘરે થી કામ કરવાનું છે. આખો દિવસ ઘરે રહેવાનું હોવાથી ચીડિયો સ્વભાવ થઈ ગયો છે, ઘરે નણંદ અને સાસુ સાથે પહેલા ક્યારેય સતત એટલો સમય નથી રહી એટલે મારો સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો છે, મારા પતિ ને એ વિશે કહુ તો એ મારી સાઈડ ના લે અને બંને ને ઝગડા થાય. તેના લીધે સેકસ લાઇફ પર અસર થોડા સમય થી અસર પડે છે.

 

દંપતી 3: ફિઝિકલ રિલેશન એ બેસિક નીડ છે તો એના વગર વધારે વખત રહી જ ન શકાય,એટલે સાવ તો દૂર રહી જ ન શકાય છતાં પેલા કરતા ઓછું થઈ ગયું છે પ્રમાણ, ટૂર પર જવાનું કે થાય તો પછી થોડા દિવસ ધ્યાન રાખવું પડે.

 

દંપતિ 4: મારા પતિને કોવિડ હોસ્પિટલમાં ડ્યુટી હોય છે. સતત તેઓ કામના ભારણ નીચે રહે છે. એ ભારણની અસર સીધા અમારા સંબધો પર થાય છે. એ મારા પર કે મારા બાળક પર ધ્યાન નથી દઈ શકતા ત્યાં સુધી કે અમારા બંન્ને ના જાતીય સંબધ જેવું કંઈ જ બચ્યું નથી. કા મરી જાવ કા આપઘાત કરું એ જ બચ્યું છે.

 

*બસ એકમેકને સાથ આપીએ*

જાતીયતા એ શરીર કરતા મનની વધુ નજીક છે. આ સમયે દંપતીએ બધું ભૂલી બસ એકબીજાં સાથે સાથ સહકાર આપી વર્તવું જોઈએ. કોઈએકને પણ કોવિડની અસર થઈ હોય તો તેને માનસિક એકલાપણુ ન લાગવા દયો. સતત તમને એની જરૂર છે એવો અહેસાસ કરાવડાવો. બધી કાળજી લઈને એકમેક ની જરૂરિયાત નો ખ્યાલ રાખો. ભયને મન માંથી દૂર રાખો. તમારા પાર્ટનરને માનસિક સ્વસ્થ રહેવામાં મદદ કરો અને એકબીજાને સધિયારો આપતા રહો

 


Department: Department of Psychology

21-06-2021