Article: Rap A Social and Psychological Disorder by Alpa Chavda, Bhumika Dobariya & Dr. Dhara R. Doshi

*બળાત્કાર એક માનસિક અને સામાજિક વિકૃતિ*

 

*ડો. ધારા આર. દોશી, આસિ. પ્રોફેસર,મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી*

 

*ભૂમિકા ડોબરીયા, અલ્પા ચાવડા, મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી*

 

 

કુદરતે માનવી, પ્રાણી,પશુ,પક્ષી,જીવ,વગેરેનું સર્જન કર્યું. દરેકને કુદરતે કઈક વિશિષ્ટતા આપી. એ વિશિષ્ટતા ને આધારે ઓળખ મળી. મોરની કળા કરવાની વિશિષ્ટતા આધારે તેની અલગ ઓળખ, કોયલના મધુર કંઠને આધારે તેને અલગ ઓળખ, ચળપતા ને કારણે ચિતાની અલગ ઓળખ, સુગંધ ને આધારે ગુલાબની અલગ ઓળખ. આમ દરેકે કુદરતી ઓળખને આધારે પોતાનું સ્થાન જાળવી રાખ્યું.પણ એ કુદરતે માનવીને આપી બુદ્ધિ, વાણી, વિચારવાની શક્તિ, તર્ક કરવાની શક્તિ, સંબંધો વિકસાવવાની શક્તિ ઉપરાંત ઘણું બધું. પણ એ જ માનવીએ તેનો દુરુપયોગ કર્યો. કુદરતે સ્વાભાવિક રીતે પુરુષ અને સ્ત્રી બન્નેને બનાવ્યા. બન્નેને એકબીજાના પુરક બનાવ્યા. પણ માનવી જેની ઓળખ. કુદરતી બાબતો સાથે છેડછાડ કરી પોતે કઈક અલગ દેખાવાનો પ્રયત્ન કર્યો. મનોવિજ્ઞાન માં સ્ત્રી અને પુરુષના અલગ અલગ લક્ષણો દર્શાવવામાં આવ્યા છે. પુરુષ એ તર્કવાદી, અહમવાદી, વિચારશીલ, નફા નુકશાન જોનાર, સરળ નેતૃત્વ, આક્રમક, મહત્વકાંક્ષી, વિશ્લેષક, દ્રઢ, સ્પર્ધક, પ્રબળ, વિચારક, સ્વનિર્ભર, કઠોર,બુદ્ધિનો સમયે ઉપયોગ કરનાર હોય છે. જ્યારે સ્ત્રી સ્નેહશીલ, લાગણીશીલ, પ્રસન્ન, બાળક સમાન, સહાનુભૂતિ રાખનાર, ભોળી, શરીફ, નિષ્ઠા વાન, સંવેદનશીલ, શરમાળ, મધુરભાષી, આનંદિત, સમર્પિત વગેરે હોય છે. સ્ત્રીઓની સહનશક્તિ, સંવેદના,કોમળતા જ તેની સુંદરતા ના રૂપમાં જોવામાં આવે છે અને આ આકર્ષણથી પુરુષો પોતાના શારીરિક બળ ને આધારે સ્ત્રી પર અહંકાર અને દંભ દ્વારા તેને પોતાની જાગીર સમજી તેને પજવી પોતાની જાત ને બહાદુર સમજે છે. આ બહાદુરી દેખાડવામાં સહુથી જો કોઈ મોટો અપરાધ હોય તો તે છે બળાત્કાર. 

એક બળાત્કાર જેણે આપણને બળાત્કાર વિશે વિચારતા કરી મુક્યા. આપણને ગુસ્સો આવ્યો, આપણું હૃદય દ્રવી ઉઠ્યું. જાણે આખું ભારત એક સુરમાં બોલી ઉઠ્યું કે શા માટે બળાત્કાર? બહુ ગુસ્સો આવ્યો, બહુ મીણબત્તીઓ કરી પણ શું થયું? કઈ અટક્યું? ભય લાગ્યો બળાત્કારીઓ ને? શુ કોઈ કાયદો એવો બન્યો જેથી વ્યક્તિ બળાત્કાર ના વિચારથી પણ ધ્રુજી જાય? ના...નિર્ભયા, મનીષા જેવી દીકરી ના મૃત્યુ બાદ દરેક દિવસે, દરેક વર્ષે કેટલીય નિર્ભયા અને મનીષા બનશે અને બળાત્કારીઓ  બસ પોતાની એક જાતીય ઈચ્છા ને નિયંત્રિત નથી કરી શકતા. તેમને એવું લાગે છે કે જબરદસ્તી કરવી કે છેડતી કરવી એ કઈ પકડાઈ જઈએ એવું થોડું કામ છે?

 

એક કિશોરી જેને મિત્રોએ બર્થડે પાર્ટી માં બોલાવી, કોલ્ડ ડ્રિક્સ માં નશાની દવાઓ ભેળવી તેના પર ગેંગ રેપ કર્યો, એક દીકરી જે ઘરે જવા બસ સ્ટોપ પર ઉભી, તેને એક દ્રાઈવરે બેસાડી પણ બળાત્કાર માટે,એક બસમાં કોઈ છોકરી ચડે ને યુવાનો એ ભેગા થઈને કર્યો ગેંગરેપ,એક ડોકરર જેને રેપ કરી સળગાવી દેવામાં આવી.

અરે શુ છે આ? આ તો માત્ર અમુક કિસ્સાઓ...આવા તો રોજ બરોજ કેટલા કિસ્સાઓ અપરાધો હશે જે ગણવામાં પણ નહીં આવતા હોય.

શું બળાત્કારની ઘટના ખરેખર જાતીય ઇચ્છાને સંતોષવા માટે થાય છે?

આપણેએ જાણવું પડશે કે સમાજનું કયું પાસું છે જે માણસને બળાત્કાર કરવા પ્રેરે છે.  તે સત્ય છે કે હંમેશાં  સ્ત્રીને ખોળામાં રાખી ઉછેરવામાં આવે છે.  રોડસાઇડ રોમિયો છોકરીઓના તમામ કપડાં અથવા શૈલી જુએ છે અને તેમને જોડે છે, પછી શરૂ થાય છે બીભત્સ વર્તનનું તાંડવઃ.  જ્યારે પણ ન્યાયની વાત આવે છે ત્યારે છોકરીઓ પર આરોપ મૂકવામાં આવે છે કે છોકરીઓ બળાત્કાર અથવા બળાત્કારની મજા લે છે અને તેઓ ઇચ્છે તો તેને અવગણી શકે છે. કેટલીક દંતકથાઓનું એવી રીતે અર્થઘટન કરવામાં આવે છે કે સેક્સ કુદરતી પ્રકૃતિ દ્વારા ઉત્તેજિત થાય છે.  જો તેમને સેક્સ ન મળે તો તે પ્રાણીઓની જેમ આક્રમક બને છે.  તેથી છોકરીઓ પોતાની જાતને બચાવવા અને તેમનું સન્માન જાળવવાની જવાબદારી લે.  જ્યારે છોકરીઓ ઉશ્કેરણીજનક કપડાં પહેરે છે, ત્યારે તેઓ તેમના પર બળાત્કાર કરવા આમંત્રણ આપે છે.  આ બધી દલીલો બળાત્કારની સંસ્કૃતિને આપવામાં આવી છે જેની સામે લડવાની જરૂર છે.  જો તે જાતીય કૃત્ય નથી, તો શું આ તે કારણ છે કે છોકરીઓ પર બળાત્કાર થાય છેઅન્ય ગુનાઓની જેમ આ પણ અસામાજિક વર્તન છે અને અહીં અપમાનજનક કૃત્યો કર્યા બાદ તેમને કોઈ પણ પ્રકારનો પસ્તાવો થતો નથી.  બળાત્કાર કરનાર ગુનેગાર છે જે બીજાને ત્રાસ આપે છે.  બળાત્કાર માટે કેમ પ્રેરિત કરવામાં આવે છે તે ઘણાં કારણો આપ્યા છે, પછી ભલે તે કોઈ માનસિક વિકાર હોય કે પછી શારીરિક અસ્વસ્થતા હોય જ્યારે કોઈ વ્યક્તિ ઉપર પોતાનો નિયંત્રણ ન હોય ત્યારે થાય છે બળાત્કાર.

 

 *બળાત્કારના કારણો*

 

આમ જોઈએ તો વિકૃત માનસિકતા ના ઘણા બધા કારણો હોય છે. વ્યક્તિ જ્યારે પોતાનો અહમ સંતોષ મેળવવા માટે , અન્યને સજા આપવાનો પોતે જ હક્કદાર છે, નબળી માનસિકતા વગેરે કારણો આ જઘન્ય અપરાધ પાછળ છે. મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો આપણું મગજ એ જુના રિવાજો, પરંપરાઓ, આદતો થી ઘેરાઈ ગયું છે. બળાત્કાર માં સ્ત્રીઓ એ માત્ર ભોગવવાની વસ્તુ બની રહી જાય છે. મગજ માં સ્ત્રીઓ પ્રત્યે જે દ્રષ્ટિકોણ છે તે જ ખોટો છે. સ્ત્રી એ કોઈની જાગીર નથી હોતી કે વ્યક્તિ ધારે ત્યારે બળાત્કાર કરે.

 

અપૂરતી સમજણ અને આવેગો: ટીનેજ-તરુણાવસ્થા જેમાં જોશ છે, આવેશ છે, પરંતુ સમાધાનના રસ્તા હોતા નથી. આ એવી ઉંમર છે જેમાં સેક્સનો આવેગ બળવત્તર બને છે પરંતુ એનો નિકાલ કેમ કરવો તેની સમજ નથી હોતી જેને કારણે  મોટેભાગે ઘરની કોઈ નાની બાળકીને ભોગ બનાવે છે. ઘણા કિસ્સાઓમાં આ ઉમરના બાળકો ઘરે પોતાની નાની બહેન પર બળાત્કાર કરે છે જેની એને જાણ પીએન હોતી નથી કે આ એક અપરાધ છે. આ ઉંમરે બાળકોને સધિયારાની જરૂર છે, સમજાવટની જરૂર છે.

 

 સહેલાઈથી જોવા મળી રહેતા પોર્નફિલ્મો : બળાત્કારના કિસ્સા વધવા પાછળ પોર્ન ફ્લ્મિોની સહેલાઈથી ઉપલબ્ધી પણ જવાબદાર છે, પોર્ન ફ્લ્મિો પહેલા પણ જોવાતી હતી, પરંતુ સાધનો ઓછા રહેતા આજે તો મોબાઈલ પર જ પોર્ન ફિલ્મોનો ઢગલો જોવા મળે છે. ઈન્ટરનેટના જમાનામાં આ રોકવું શક્ય પણ નથી. પોર્ન મૂવીમાં દેખાડવામાં આવતા હિંસક દ્રશ્યો હિંસક સેક્સ પણ લોકોની અંદર એ જ માનસિકતા ઉભી કરે છે. જેમાં દેખાડવામાં આવે છે કે  શક્તિશાળી લોકો કંઈપણ કરી શકે છે. શ્રેષ્ઠ હોવાનું આ મિથ્યાભિમાન તે સ્થાપિત કરે છે અને પછી બળાત્કાર શરૂ થાય છે. એ આ વાસના માં આનંદ મેળવે છે.

 

સજા આપવાની માનસિકતા: આપણા ભારતીય સમાજમાં સજા આપવાની માનસિકતા એ મનમાં જાણે ભરડો લીધો છે.દરેક વ્યક્તિ ઓછા વતા અંશે પોતાનાથી નબળી વ્યક્તિને સજા આપવા માટે આતુર હોય એવું લાગે. ભૂલ શબ્દ સાથે જ જાણે સજા જોડાઈ ગઈ છે અને બળાત્કારમાં તો કોઈ ભુલ વગર જ જાણે સજા મળતી હોય એ આભાસ થાય. સજાની સાથે જ્યારે વ્યક્તિની લાગણી જોડાય ત્યારે સજાનું રૂપ બીભત્સ થઈ જાય છે. ઘણી વખત કોઈ સ્ત્રી પુરુષ કરતા આગળ નીકળી જાય, પ્રગતિ કરે ત્યારે જાણે ગુનેગાર હોય તે રીતે તેને સજા આપવા માટે આતુર હોય એવું લાગે છે. 

પ્રેમ અને જાતીય શિક્ષણની ઉણપ: હજુ પણ ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓ ને શારીરિક ભાગોના આવતા પ્રકરણો અથવા એ જ્ઞાન આપવામાં શરમ અનુભવાય છે. પ્રેમ, આકર્ષણ અને જાતીયતા માં શું ફેર છે એ કિશોરોને સમજાવવું જરૂરી છે. આપણા દેશમાં જાતીય શિક્ષણની વાત આવતા જ માતા પિતાને એવું લાગે છે કે અરે તેની શુ જરૂર? જાતીયતા તો કુદરતી છે તેને શીખવવાની શુ જરૂર? પરંતુ એ યાદ રાખવું કે માનવી અને પ્રાણી વચ્ચે બહુ મોટો તફાવત છે.  જાનવરો એ સામાજિક પ્રાણી નથી જ્યારે માનવીનો પોતાનો એક સમાજ છે, નૈતિકતા છે,બંધનો છે અને જ્યારે એ નથી સમજાતું ત્યારે સર્જાય છે બળાત્કાર. ઘણા લોકોને એવું લાગે છે કે જાતીય જ્ઞાનતો ફિલ્મ જોઈને પણ મળી જશે પણ ફિલ્મની એક નિષેધક અસર બાળ માનસ પર થાય છે અને આગળ જતાં એક વિકૃત માનસ વિવિધ માનસિક વિકૃતિનો ભોગ બને છે. તેને બસ એવું જ લાગે છે કે કંઈપણ હોય કોઈપણ ભોગે સેક્સ હોવું જરૂરી છે. અને આ પ્રકારના લોકો દ્વારા નાની બાળકી પર રેપ પણ થાય છે. તેમના માટે સંભોગ બસ એક સુખ બની રહે છે અને આવા લોકો બળાત્કારી બને છે.

વિકૃત ઈચ્છાઓ અને આવેગો: આપણા ધાર્મિક ગ્રંથો માં પણ કહ્યું છે કે માનવી એ ઇચ્છાઓથી ભરેલ છે. જેવી જેની ઈચ્છાઓ હશે તેવી જ તેની માનસિકતા ઘડાશે. આ ઇચ્છાઓમાં ધર્મ,અર્થ,કામ, મોક્ષ નો સમાવેશ થાય છે. સુખ અને વાસના વચ્ચે ખૂબ પાતળી રેખા છે. સુખની અંદર વ્યક્તિ પોતાની ઈન્દ્રિય પર કાબુ રાખી શકે છે. એ કોઈને નુકશાન કારક નથી જ્યારે વાસના ની અંદર વ્યક્તિની ઇન્દ્રિયો પરનો કાબૂ જતો રહે છે અને નુકશાન કારક પણ બની રહે છે. રસ્તે જતી છોકરીઓને જોઈ 'માલ' શબ્દ પ્રયોગ, છોકરીઓના શરીરના અંગો જોઈ બોલતા વિકૃત અને દ્વિઅર્થી શબ્દો જ આ હલકી માનસિકતા છતી કરે છે. બળાત્કારમાં બસ આ જ વાસના નો અને શક્તિનો સઁતોષ કરવામાં આવે છે. વાતકરીએ પ્રેમની તો ઘણા લોકોને આ શબ્દ સાથે જ અરુચિ થઈ ગઈ છે. પ્રેમ સાંભળી જાણે ધરતીકંપ આવી જાય એવું અનુભવતા લોકો ઓછા નથી. પરંતુ પ્રેમ એટલે માત્ર ઇશ્ક જ જ નહીં તેની આગળ પણ તેનો એક વિશાળ અર્થ છે. એકબીજાની માનસિકતા સમજયા વગર, શારીરિક પરિવર્તનો સમજ્યા વગર પ્રેમનો કોઈ અર્થ નહિ રહે. ઘણા લોકોને બોલતા સાંભળ્યા કે પ્રેમતો ગમે ત્યારે ગમે તેની સાથે થઈ જાય. પણ એ પ્રેમ નહિ બસ માત્ર એક શારીરિક આકર્ષણ છે અને વાસના તૃપ્ત કરવા માટેનો રસ્તો. આમ કિશોરોને પ્રેમની યોગ્ય પરિભાષા, સાચા ખોટાનું ભાન કરાવવું જરૂરી છે.

વિભક્ત કુટુંબ અને એક જ બાળક: કામકાજ માટે જ્યારે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે સ્થળાંનતર કરતા થયા ત્યારે સંયુક્ત કુટુંબનું સ્થાન વિભક્ત કુટુંબે લીધું. સાથે સાથે આજ કુટુંબનું મૂલ્ય ઘટ્યું.  દંપતીને સંતાનમાં માત્ર એક જ બાળક વધુ જોવા મળે છે. અને દરેક લોકોને પોતાની સ્વતંત્રતા જોઈએ છીએ અને એ સ્વતંત્રતા ક્યારે સ્વચ્છંદતા માં પરિવર્તિત થઈ જાય છે એની ખબર પણ નથીરહેતી. કોઈપણ સમાજ સીધા માનવીથી નહિ પણ પરિવારથી બને છે. એક રીતે સંયુક્ત કુટુંબ એ નાના સમાજની ભૂમિકા ભજવે છે. સંયુક્ત કુટુંબમાં થતો બાળકનો ઉછેર તેને ઘણુ બધુ શિક્ષણ આપે છે. સંયુક્ત કુટુંબના બાળકની સાથે તેની ઉંમરના બીજા બાળકો હોવાથી તે શીખે છે કે બીજી જાતિ ના ભાઈ કે બહેન સાથે કેવું વર્તન કરવું. તેની મર્યાદા શુ છે, સાચા ખોટાનું ભાન કરાવાય છે અને શું કરવું, શુ ન કરવું નું શિક્ષણ સંયુક્ત કુટુંબ માંથી મળી રહે છે. આમ જોઈએ તો સંસ્કાર અને સદગુણો સંયુક્ત કુટુંબમાં કેળવાય છે જ્યારે વિભક્ત કુટુંબમાં આ ખામી જોવા મળે છે. જ્યાં માતા પિતા બન્ને નોકરી કે વ્યવસાયી હોય ત્યાં એકલું બાળક અલગ માનસિકતા ધરાવે છે. અને ઘણી વખત આ બાળક કોઈ ખોટા રસ્તે જઈને બ્લ્યુ ફિલ્મ, પોર્ન મુવી, અધૂરી જાણકારી ને કારણે સેક્સ ને જીવનની મુખ્ય જરૂરિયાત માની બળાત્કાર કરવા તરફ પ્રેરાય છે અને જો આ ઉંમરે નશાની આદત લાગે તો પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે.

 

નશો અને શરાબ: નશો અને શરાબ આજેપણ ઘણા અપરાધોનું કારણ છે. નશાની હાલતમાં વ્યક્તિ વિવેક ભૂલી જાય છે અને જઘન્ય અપરાધ કરવા તરફ પ્રેરાય છે. માદક પદાર્થને કારણે જે ઉત્તેજના થાય છે તેનાથી તે પ્રસન્નતા અને આનંદ અનુભવે છે અનેતેની નિર્ણય લેવાની શક્તિ ક્ષીણ થઈ જાય છે. નિકોટીન યુક્ત પદાર્થોના સેવનની લત લાગી જતા જ્યાં સુધી નિકોટીન ન મળે તેની હાલત કફોડી થઈ જાય છે. નશો માનસિક વિકાર ઉતપન્ન કરે છે અને વ્યક્તિને વિવેકહીન બનાવે છે. ઉત્તેજના અનુભવનાર વ્યક્તિ વધુ શક્તિશાળીનો ભાવ અનુભવર છે અને શરૂ થાય છે બળાત્કાર ની ઘટનાઓ

સિનેમા ના દ્રશ્યો નું અર્થઘટન: સિનેમામાં દેખાડવામાં આવતા બળાત્કારના દ્રશ્ય પણ એક પ્રકારની ઉત્તેજના જગાવે છે. સિનેમા માં પીડિતા પર થતા અત્યાચારની ઘણા વિકૃત માનસ પર અસર થાય છે આ ઉપરાંત તેમાં દેખાડવામાં આવતા અમુક હાવભાવો, વિકૃતિથી ભરેલ દ્રશ્યો અને દ્વિઅર્થી ગીતો અને ડાયલોગની માનસપટ પર સીધી અસર થાય છે. આપણે પ્રકૃતિમાં બધું જોઈએ છીએ સારું અને ખરાબ બન્ને પરંતુ આપણે એ જ સ્વીકારીશું જે આપણને જરૂરી હોય અથવા જે આપણું વ્યક્તિત્વ હોય. પિક્ચર માં દેખાતા દ્રશ્યો નું અર્થઘટન લોકો પોતાની જરૂરિયાત આધારે કરે છે. ઘણા ફિલ્મોના પોસ્ટરોમાં જાણીજોઈને બળાત્કારના દ્રશ્યોને પ્રકાશિત કરવામાં આવે છે, જેથી લોકોને ખબર પડે કે આ ફિલ્મમાં બળાત્કારનો દ્રશ્ય પણ છે.  ઘણી વખત, સિનેમા ઘરની બહાર દર્શકો વચ્ચે એવી ચર્ચા થવી સામાન્ય હોય છે કે પોસ્ટરમાં જે રીતે દર્શાવવામાં આવ્યું છે તે રીતે ફિલ્મના બળાત્કારના દૃશ્યમાં તે માણસને ફિલ્માંકિત કરવામાં આવ્યો નથી.  છોકરીના કપડાં પણ યોગ્ય રીતે ફાટેલા નહોતા.  ભાઈ, 'મજા' આવી નહીં.  આવા સંવાદો પણ અચેતન રીતે બળાત્કાર કરવા માટે પ્રેરે છે. ફેવરિટ હીરો જો કોઈ હીરોહીન સાથે બળાત્કાર કરશે તો તેને રોલ મોડેલ તરીકે સ્વીકારી પોતે પણ આ પગલું ભરશે. ઘણા ગીતો, મીડિયા,ફિલ્મો માં સ્ત્રીઓ ને એક વસ્તુ તરીકે રજૂ કરવામાં આવે છે. ટીવી-વીસીઆર-વીસીડી અને સિનેમાના  પર વેચાયેલી પોર્નોગ્રાફી યુટ્યુબ પર પહોંચ્યા છે.  પરંતુ એક સમાજ તરીકે, આપણી જાતીય વૃત્તિઓ ખરાબથી વધુ ખરાબ થઈ ગઈ છે.  ઉદાહરણ તરીકે, જો આપણે યુ ટ્યુબ પર અંગ્રેજીમાં બળાત્કારનું દ્રશ્ય લખીને શોધીશું, તો લાખો પરિણામો મળી આવે છે.  આનો અર્થ એ છે કે આજે પણ લોકો તે ફિલ્મોનો તે ખાસ ભાગ જોવા માંગે છે જેમાં બળાત્કાર કરવામાં આવે છે.  અને, બળાત્કારના આવા દ્રશ્યો જોતા આપણામાં કરુણા, સહાનુભૂતિ અથવા રોષની લાગણી ઉત્પન્ન થતી નથી, પરંતુ આ દ્રશ્યો મનોરંજનનું સાધન પણ બને છે અને આપણી કાલ્પનિક જાતીય ઇચ્છાઓને સંતોષવા માટે પણ.

 

વારંવાર જોવાયેલ ઘટનાઓની અસર: મનોવૈજ્ઞાનિક અધ્યયનથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે આપણે જે વાતો કે દ્રશ્યો વિશે વારવાર વાંચીએ, જોઈએ, સાંભળીએ, કહીએ તો તે ક્રિયાઓ અને વસ્તુઓ આપણા મન  અને મસ્તિષ્ક પર અસર કરે છે.  માત્ર આ જ નહીં, તે આપણા નિર્ણયો અને ક્રિયાઓની પ્રકૃતિ પણ નિર્ધારિત કરે છે.  સિનેમા અને અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા પીરસવામાં આવતી અશ્લીલ અથવા નરમ પોર્નની અસર આપણા મગજમાં પડે છે અને તે બળાત્કારીઓને  જાતીય હિંસા માટે માનસિક રીતે તૈયાર કરે છે અને  પ્રેરણા આપે છે. 

 

આર્થિક મુશ્કેલી અને બળાત્કાર: સામાન્ય રીતે ગરીબ વર્ગમાં થતાં બળાત્કારનાં કારણો અલગ છે. કામ માટે ઘરથી દૂર રહેતાં લોકો પાસે પોતાની જાતીયતાને સંતોષવા માટેનો કોઈ રસ્તો નથી હોતો. તેથી મજૂરો, બહારથી આવેલા લોકો કોઈ નબળું પાત્ર દેખાય ત્યારે આ રીતે પોતાની ભૂખ સંતોષી લે છે. એકલતા અને મોબાઇલ વગેરે પર પોર્નોગ્રાફીની રેલમછેલને કારણે એમનામાં વાસના ભડકે ત્યારે નાની ઉંમરની છોકરીઓ એમની વિકૃતિનો ભોગ બને છે તો ક્યારેક તેઓ ગેંગરેપ કરી બેસે છે.

યુવાનોનની ઘેલછા: યૌવનનો ઉન્માદ અને કઈક કરી દેખાડવાની ઘેલછા  ઉપરાંત મિત્રો સામે પાવર બતાવવાની ટેવ, ટી.વી, મૂવી અને પોર્નોગ્રાફીની અસર, ડ્રિંક્સ અને સ્ત્રીઓને હલકી નજરે જોવાની દ્રષ્ટિ કારણભૂત છે. યુવાની ના જોશમાં એ પ્રકારના કર્યો પણ કરી બેસે છે જેના લીધે આજીવન અફસોસ કરવા સિવાય કશું બચતું નથી.

 

ખોટો માન, મોભો અને પ્રતિષ્ઠા: એવું નથી કે માત્ર યુવાનો જ આ દિશા તરફ વળે છે. ઘણી વખત મોટી ઉંમરના કે પ્રતિષ્ઠિત લોકો પીએન બાકાત નથી રહેતા.જેઓ પોતાનો અહમ્ સંતોષવા સ્ત્રીઓ પર બળાત્કાર કરે છે. સ્ત્રી એમનાં માટે મિલકત અને વસ્તુ છે જે ગમી જાય તો એને ગમે તે ભોગે પોતાની કરી જ લેવાની. અને જ્યારે કોઈ સ્ત્રીઓ આવા લોકોને નજરઅંદાજ કરે ત્યારે  ઘવાયેલા અહમને શાંત કરવા માટે બળાત્કાર કરે છે. ઘણી વખત ગામડાઓમાં તો કહેવાતા મોટા લોકો  બદલો લેવા માટે દુશ્મનના ઘરની સ્ત્રીઓની ઈજ્જત લૂંટે છે. સ્ત્રીઓની ઈજ્જત એટલે એનાં શરીરનું કૌમાર્ય એમાં શરીરની પવિત્રતા એવા ભ્રામક ખ્યાલને કારણે સ્ત્રીઓને બદનામ કરવા માટે બળાત્કાર નામનું હથિયાર હંમેશાં વપરાતું આવ્યું છે. બળાત્કારીઓ  દ્વારા બળાત્કાર કરવાનું એક કારણ એ પણ છે કે આપણો સમાજ કેટલાય લોકો માટે પાવર દેખાડવાનું માધ્યમ બની જાય છે. આવા લોકો પોતાનો હક્ક અજમાવી પોતાની એક ઓળખ ઉભી કરવા ઈચ્છે છે.બીજું કે જો કોઈ છોકરી તેમને ગમી જાય તો તેમને એવું લાગે છે કે તેને કોઈપણ ભોગે એ મળવી જોઈએ પછી એ છોકરીની મરજી હોય કે ન હોય.પોતાની જાતીય ઉત્તેજના ને કાબુ માં નથી રાખી શકતા ને પોતે ઇચ્છતા પણ નથી કે તે કાબુમાં રહે. આવા લોકો માટે બળાત્કાર એક બદલો લેવાનું માધ્યમ બની જાય છે.

માનસિક મંદતા: ઈશ્વરે પુરુષ અને સ્ત્રીની શારીરિક રચના અલગથી બનાવી છે જેથી આ દુનિયા આગળ વધી શકે. અનૈતિકતા અને બેશરમ વર્તન કે જે પર્યાવરણને ઘેરી લે છે, મહિલાઓને ફક્ત ભોગવવાનું ચિત્રિત કરે છે. આ આજની સ્થિતિ નથી, પણ એક જૂની કાળની માનસિકતા છે જે દિવસેને દિવસે ફેલાઈ રહી છે.મહિલાઓના શરીર વિશેના સસ્તા જોક્સથી લઈને છૂટાછવાયા ગપસપ અને ઇન્ટરનેટ પર આપવામાં આવતી નકામા ફોટાઓથી લઈને નરમાશથી બનેલી ટિપ્પણીઓ સુધી, આપણે મોટાભાગના લોકોના મનમાં પડી રહેલી વિચારસરણીનો સામનો કરીએ છીએ.કેટલીકવાર વધતો તણાવ બળાત્કારનું કારણ પણ બને છે અને સ્ત્રીઓ પ્રત્યે વધતું અપમાનજનક વાતાવરણ પણ બળાત્કારીઓની  હિંમત વધારવામાં ઉત્પ્રેરકનું કાર્ય કરે છે.

 

આપણી સામાજિક માનસિકતા પણ સ્વાર્થી બની રહી છે. પરિણામે, કોઈ પણ સંજોગોમાં આપણે પોતાને શામેલ કરતા નથી અને ગુનેગાર વ્યાપક સામાજિક સ્તરે ડરતા નથી.

સ્ત્રીનો નબળો આત્મવિશ્વાસ: સ્ત્રીને તેની સલામતી અને સુરક્ષા માટે તમામ પ્રકારના ઉપાય અજમાવવા  જોઈએ. આપણી સંસ્કૃતિ છોકરીઓને એવી રીતે ઉછેર કરે છે કે આપણે દીકરીઓને નિર્ભય બનાવવી જોઈએ, તેમ છતાં તે આધારિત જ  બનવાનું ચાલુ રાખે છે. તે શારીરિક અને માનસિક  રીતે મજબૂત હોવી જોઈએ.તેને બાળપણથી જ પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તાલીમ આપવી જોઈએ.

પરપીડન વૃતિ: એવા પણ પર પીડન વાળા લોકો હોય છે જેને બીજાને નુકશાન પહોંચાડી આનંદ મળતો હોય છે.સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે જે દ્રષ્ટિકોણ છે એ પણ કંઈક વિચિત્ર છે. જો તે મોર્ડન હોય તો તેને સેક્સ માટે તૈયાર માનવામાં આવે છે. તેઓ તેની સાથે કંઈપણ કરી શકે છે. આપણને એ શીખડાવ્યું જ નથી કે છોકરીઓ પણ છોકરાઓ જેવી જ હોય છે, તેની મરજી વિરુદ્ધ તેની સાથે સેક્સ ન કરવું જોઈએ. અરે ત્યાં સુધી કે છોકરીઓની ના માં પણ હા હોય એવું પણ સાંભળવા મળે. 

શ્રેષ્ઠતાનો વ્યામોહ: બીજું કે મનોવૈજ્ઞાનિક રીતે ઘણા લોકોમાં  શ્રેષ્ઠતાનો એક વ્યમોહ પડ્યો હોય છે.તેઓ કંઈપણ કરી શકે છે.  તેમને બધી છૂટ હોય છે જેમકે રસ્તામાં ફરવું, છોકરીઓ જોઈ સિટીઓ મારવી, અપશબ્દો બોલવા વગેરે. પણ જ્યારે ખુલ્લા મને કોઈ છોકરી રસ્તા પર ફરશે તો પહેલો સવાલ કે છોકરી એ આવું કરાય? તેણે તો મર્યાદા માં જ રહેવાય. અને એજ વાત છોકરીઓ સાથે બળપૂર્વક કોઈ કાર્ય માટે લોકોને ને પ્રેરે છે. બળાત્કાર એ બળાત્કારીને પોતાની તાકાત દેખાડવાનો રસ્તો લગે છે.

 

ખોટી સાંપ્રદાયિક દ્રષ્ટિ - ઘણા અભ્યાસોથી તે સાબિત થયું છે કે જીવનની શરૂઆતમાં, જો કોઈને સેક્સ વિશે ગેરસમજ હોય છે અથવા કુટુંબના કોઈ સભ્ય દ્વારા જાતીય હુમલો કરવામાં આવે છે, તો તે આ વૃત્તિ ધરાવે છે.બળાત્કાર સંસ્કૃતિ એક એવું વાતાવરણ બનાવે છે જેમાં જાતીય હિંસાને ઉગ્ર માનવામાં આવે છે અને જાતીય હુમલો અથવા શારીરિક ત્રાસને સામાન્ય માનવામાં આવે છે. 

 

 જો બળાત્કાર બાદ કોઈને યોગ્ય સજા ન મળે તો તે અન્ય લોકો માટે ઉદાહરણ બની જાય છે.  ત્યારે લોકો વિચારવા માંડે છે કે આ ગુના કરવાથી તેમને સજા મળશે નહીં અથવા વધુમાં વધુ જેલ થશે.  તેમનામાં કાયદાનું કોઈ ભય કામ કરતું નથી.  અને આ કારણોસર, આ ગુના દિવસેને દિવસે વધતા જાય છે.

જ્ઞાતિ જાતિ ના તાણાવાણા: આજ 21મી સદીમાં પણ જ્યારે જ્ઞાતિ જાતિની માનસિકતા નથી નીકળી ત્યારે બળાત્કાર જેવી ઘટનાઓ થાય એમાં કોઈ શંકા નથી. જ્ઞાતિજાતીની માનસિક નફરત કોઈપણ દુષ્કૃત્ય કરવા તરફ પ્રેરે છે. વર્ષોથી મનમાં પડેલી આ કડવાશની અસર નો ભોગ બને છે કોઈ સ્ત્રી. જ્ઞાતિ જાતિ દ્વારા જે વૈમનસ્ય ફેલાય છે તે ખુબ કપરી પરિસ્થિતી ઉત્પન્ન કરે છે. આ વૈમનસ્યના કારણે ગુસ્સાને કારણે દુશ્મની ધરાવતા પરિવારની સ્ત્રીઓનો ભોગ સહુથી પહેલા લેવાય છે.

 

 

 

 *સોશિયલ મીડિયા અને બળાત્કાર*

 

 આજ જમાનો ટેકનોલોજીનો છે તેમાં કોઈ શંકા નથી પણ આ જ ટેકનોલોજી એ ક્યારેક બળાત્કાર અને સતત ગેંગરેપ નું પણ કારણ બને છે. અહીં હું થોડો દોષ છોકરીઓનો પણ જોઈ શકું છું. લાગણી કે પ્રેમ ના આવેગ માં આવી પોતાના કહેવાતા પ્રેમી ની બધી શરત કે બધી જરૂરિયાત પૂરી કરવા ઘણી છોકરીઓ પોતાના એવા ફોટાઓ પણ મોકલે છે જેનો ભવિષ્યમાં ગેર ઉપયોગ થાય છે. સતત એ ફોટા દ્વારા બ્લેક મેઈલ થતી છોકરીઓ બળાત્કાર નો ભોગ બને છે. ફોટાઓ વાયરલ થવાની બીકે ચૂપચાપ આ બદી સહન કરતી રહે છે. માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ વખતે અથવા તમારા ખૂબ અંગત કે પ્રેમીને પણ તમારા ખાનગી ફોટા મોકલતા પહેલા સો વખત વિચારજો.  ઘણી વખત લગ્નની લાલચે પણ સતત આ દુષ્કૃત્ય સ્ત્રીઓ પર થતું રહે છે માટે ખોટી લાલચમાં આવ્યા વગર નિર્ણય લેવો.

 

*બળાત્કારનીમનોવૈજ્ઞાનિક અસરો*

બળાત્કારની પરિસ્થિતિ સ્ત્રી માટે ખૂબ જ મનોભારયુક્ત હોય છે.વ્યક્તિત્વ આ પરિસ્થિતિમાં ખૂબ જ પ્રેરણાદાયી હોય છે.જો સ્ત્રી બહિર્મુખી તેમજ સમસ્યા સામે લડનાર હોય તો આ પરિસ્થિતિમાં થોડા સમયમાં જ બહાર આવી જાય છે.પરંતુ ઘણી સ્ત્રીઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે.આવી સ્ત્રીઓ પોતાની જાતને વધુ જવાબદાર માનીને વધુ ભયની લાગણી અનુભવે છે.આવી સ્ત્રીઓ અન્ય વ્યક્તિની મદદ લેતાં કે પોલીસને બનાવની જાણ કરતાં પણ અચકાય છે. તે પોતાની આબરૂ બચાવવાં પોતાની હકીકત જાહેર થવા દેતી નથી અને અંદરો અંદર ખૂબજ સંઘર્ષ અનુભવતી હોય છે. કેટલીક સ્ત્રીઓ વધુ આવેગમાં આવીને આત્મહત્યા પણ કરી લે છે.

ઘણી વખત એવુ પણ બનતું હોય છે કે બળાત્કાર પામેલ સ્ત્રીને કુટંબ તેમજ સમાજ તરફથી તિરસ્કાર મળતો હોય છે.કોઇ સ્ત્રી પરણિત હોય તો પતિ દ્વારા તેને કોઇ સહકાર મળતો નથી અને સમાજમાં પણ તેની ટીકા થાય છે આને કારણે સ્ત્રી હિંમત હારી જાય છે. કેટલીકવાર સમાજ કે કુટુંબ બળાત્કાર માટે સ્ત્રીને જ જવાબદાર ગણે છે અને આને લીધે સ્ત્રીની હિંમત તૂટી જતી હોય છે.બધી બાજુથી મળતાં તિરસ્કારને કારણે તે મનોવિકૃતિની દર્દી પણ બનતી હોય છે. બળાત્કારનો અનુભવ એ સ્ત્રી માટે ખૂબ જ ભયંકર હોય છે.જે તેનાં સ્વાસ્થ્યને ખૂબજ અસર કરે છે. બળાત્કારની ઘટના પછી સ્ત્રીઓમાં વૈચારીક પ્રક્રિયાઓમાં ખલેલ પહોંચે છે.તેઓમાં એકાગ્રતાનો અભાવ જોવા મળે છે.તેઓ અનિશ્ચિત કાલ્પનિક વિચારોની ફરીયાદ કરે છે. સ્ત્રીઓને બળાત્કારની ઘટનાનાં સ્વપ્નો આવ્યા કરે છે. કેટલીકવાર તો ગભરાઇને રાત્રે ઊંઘમાંથી પણ ઉઠી જાય છે અને બળાત્કારની ઘટનાનુ દ્રશ્ય વારંવાર તેની નજર સમક્ષ આવી જાય છે અને તે ભયની લાગણી અનુભવે છે. બળાત્કારની ઘટના એ સ્ત્રી માટે ખૂબ જ માનસિક આઘાતની ઘટનાં છે અને આ આઘાતમાંથી નીકળક્વું એ સ્ત્રીઓ માટે ખૂબ જ મુશ્કેલ કાર્ય છે, જેમાં કુટુંબ અને સમાજ તેમજ મિત્રોનો સહકાર ખૂબ જ જરૂરી છે. મનોવૈજ્ઞાનિકો અનુસાર જે સ્ત્રીઓ સાથે દુષ્વર્તન થાય છે તેનામાં હૃદય રોગ, અનિંદ્રા, ડિપ્રેશન, ઉત્તર આઘાત તણાવ વિકૃતિ, વિકૃત ચિંતા અને સોશિયલ ફોબિયા થવાનો ખતરો બે થી ત્રણ ગણો વધી જાય છે. ઘણી વખત આવી સ્ત્રી સ્ક્રીઝોફ્રેનિયા ની શિકાર બને છે તો ઘણી વખત આત્મહત્યા કરવા સુધી નું પગલું લઈ બેસે છે. ભૂતકાળની અસર તેના સમગ્ર જીવન પર થાય છે. ઉપરાંત ચિત ભ્રમ, આત્મવિશ્વાસ ઘટી જવો,એકલતા,ચીડિયાપણુનો ભોગ બને છે.

*બળાત્કાર અટકાવવા માટેના સૂચનો*

બળાત્કાર થયો એટલે તે સ્ત્રી ખરાબ થઈ ગઈ. અપવિત્ર થઈ ગઈ? સ્ત્રીઓને જોવાની તમારી માનસિકતા બદલશો તો પણ સમાજ બદલાશે. સ્ત્રીઓના કપડાં કે શરીરની સામે જોઇને તેમનું મૂલ્યાંકન ન કરો. બળાત્કારી માનસ રુગ્ણ છે તેનો ઇલાજ થવો જોઇએ કે પછી તેને સજા થવી જોઇએ. સ્ત્રીને ગુનાહિત ભાવ અનુભવવાની જરૂર ન પડે તેવો સમાજ નિર્માણ કરવા માટે શું આપણે સક્ષમ નથી ?

સૂચન અહીં એટલે કારણકે આ કૃત્ય અટકાવવા વ્યક્તિએ પોતે જાગૃત રહેવું પડશે. સમાજ ક્યાં જઈ રહ્યો છે? ક્યાં સુધી આ જાનવરી વર્તનનો ભોગ સ્ત્રીઓ બનશે? ક્યાં સુધી સ્ત્રી માત્ર સેક્સ ની ભૂખ મટાડવા માટેનું સાધન જ બની રહેશે. ક્યાં સુધી બળાત્કાર એટલે ઈજ્જત લૂંટાઈ જવી જેવા શબ્દો વપરાશે? તો એનો અર્થ એ જ કે ઈજ્જત સ્ત્રીઓ ને જ છે આરોપી ને નહીં?

ઘણી વખત લોકોને બોલતા સાંભળ્યા કે ટૂંકા વસ્ત્રો અથવા મોર્ડન કપડાં છોકરીઓ પહેરે એટલે બળાત્કાર થાય. અરે કોઈ નાનકડી ઢીંગલી ક્યાં કોઈ ટૂંકા કપડાં પહેરી જતી હોય? કોઈ 60 વર્ષની વૃદ્ધા ક્યાં મોર્ડનબની જતી હોય? કોઈ માનસિક વિકલાંગ છોકરી જે બધા ને સારા સમજતી હોય એનો શુ વાંક? હકીકત એ છે કે બળાત્કારી એ જ માનસિક બીમાર વ્યક્તિ છે. આ માનસિકતા બદલવી પડશે. 

ચેઇન ઓફ રિએક્શન તોડવી પડશે. એટલે કે કોઈપણ પ્રકારનો જુલમ, મારપીટ, અપ શબ્દો, રોકવાનો પ્રયત્ન કરવો કારણકે આ બાબતો ક્યાંક ને ક્યાંક બળાત્કાર સાથે જોડાયેલ છે.

કિશોરાવસ્થા માં જ જાતીય શિક્ષણ યોગ્ય રીતે આપવામાં આવે અને જો આ વિષય વિશે ખુલીને ચર્ચા કરવામાં આવશે, સાચા ખોટાનો વિવેક કરાવવામાં આવશે તો ખોટે રસ્તેચડતા લોકોને અટકાવી શકીશું. કિશોરાવસ્થા એ ઉંમર છે જ્યાં વિજાતીય આકર્ષણ  વધશે અને સારા નરસાનું ભાન ભૂલી જો ખોટી દિશા પકડી લેશે તો જીવન બરબાદ થતા વાર નહિ લાગે. કિશોરોને સમજાવવું પડશે કે જાતીય સુખ જ માત્ર સંપૂર્ણ સુખ નથી. કિશોરો સાથે શિક્ષકો, માતા પિતા,વડીલોએ ખુલીને વાત કરવી પડશે.  નશીલા પદાર્થોનું સેવન અટકાવવું પડશે. બાળકો અને કિશોરોને આ પદાર્થો થી દુર રાખવા. શ્રીમંત કુટુંબો એ પોતાના બાળકોની ખાસ કાળજી લેવી. 

વિભક્ત કુટુંબ દ્વારા આવેલ સામાજિક અંતર ઘટાડવું. પોર્ન ફિલ્મો ,બ્લ્યુ ફિલ્મો ન જોવાય તેની તકેદારી રાખવી. કેટલાક પુરુષોએ સ્ત્રીઓને નિમ્ન સમજવાનું બંધ કરવું પડશે. એ માટે શિક્ષણ વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા માં ફેરફાર લાવવો પડશે. વ્યવહારિક અને નીતિમત્તા નું જ્ઞાન જરૂરી છે.

 

સ્ત્રીઓએ સમજવું પડશે કે દરેક મીઠી વાતો કરનાર પ્રેમી નથી હોતો. એ તર્કથી કામ કઢાવવા પણ આ કાર્ય કરે છે. માટે એ લોકોથી સાવધ રહેવું. ઘણા કિસ્સાઓ જોઈએ તો બળાત્કાર શારીરિક આવેગ કરતા પોતાના દંભ અને વિકૃત ગુસ્સાની પૂરતી માટે કરવામાં આવે છે. કોઈ સ્ત્રીને હેરાન કરવા માટેની આ સૌથી બીભત્સ અને જાનવરી રીત છે. બળાત્કાર સમાજનો એવો રોગ છે જેનો ઈલાજ આપણેશોધવો જ પડશે. માત્ર કાયદા દ્વારા તેનો ઉકેલ નહિ લાવી શકીએ. વિકૃત માનસિકતા ક્યાંક ને ક્યાંક બળાત્કારના મૂળ માં રહી છે. શિક્ષણ પદ્ધતિ, સામાજિક વ્યવસ્થા, ખુદના વ્યક્તિત્વને ફરી સમજવાની જરૂર છે. હવે ક્યારેક આવી ઘટનાઓ માત્ર મરી મસાલાથી ભરપૂર બનેલ સમાચાર બની રહે છે. આપણા દેશમાં સ્ત્રીઓને માનવી સમજવા માટે હજુ કેટલો સમય લાગશે એ તો ખબર નથી પણ આપણે બાળકોને,કિશોરો,યુવાનોને યોગ્ય શિક્ષણ તો આપી શકીએ ને? તેમને યોગ્ય માર્ગદર્શન તો આપી શકીએ ને કે સ્ત્રી ને કોઈ વસ્તુ ન સમજે. યોગ્ય સમયે યોગ્ય રીતે સેક્સ એજ્યુકેશન આપીએ જેથી તે બીજી જગ્યાએ થી ખોટું શિક્ષણ ન મેળવે.

 

ખાસ કે ગુડ ટચ અને બેડ ટચ શીખડાવવું ખૂબ જરૂરી છે. જો કોઈ ખોટી રીતે ટચ કરે તો તેનો વિરોધ કરવો જ જોઈએ અને શિક્ષિત સમાજે સમજવું પડશે કે છોકરીઓની ના એટલે ના જ હોય છે તેમાં તક ન શોધો. કાયદો બનાવવો જરૂરી પણ તેનું અમલીકરણ પણ જરૂરી છે. એ બધાથી મહત્વનું એક સ્ત્રીએ પોતાના હક્ક અને અધિકારો વિશે જાગૃત રહેવું પડશે. કોઈને એ માટે પણ સહન ન કરો કે એ તમારો ભાઈ, કાકા,મામા કે બોસ છે. જરૂર પડ્યે બોલવું પડશે કારણકે આપણે જ આપણા વિશે વિચારવું પડશે. જે લોકોની ઉછેરશીલી સારી હોય તેઓ આ વાત ની ગંભીરતા સમજી શકે છે. પરંતુ આપણા દેશમાં લોકો યોગ્ય શિક્ષણ અને યોગ્ય સમયે સેક્સ એજ્યુકેશન ન મળવાને કારણે વધુ હિંસક બની જાય છે. શિક્ષણ નો અભાવ હોવાથી તે સેક્સ સંબંધિત જરૂરરી વાતો હિંસક રીતે શીખે છે જેમકે પોર્ન વગેરે દ્વારા. માટે તેમને એવુ લાગે છે કે આ જ યોગ્ય છે. જે બાળકો રસ્તા પર જ મોટા થયા હોય,મજદૂરી કરતા હોય તે શિક્ષિત નથી હોતા અને નાનપણમાં જ આ ગંભીર બાબતમાં અટવાઈ જાય છે. શ્રીમંત કુટુંબ ના બાળકોને કોઈ રોકટોક નથી જેથી બિન્દાસ ફરી ગમે તેવું વર્તન કરે છે. માટે જરૂરી છેકે શાળા માં સેક્સ એજ્યુકેશન આપવામાં આવે અને માતા પિતા પણ જાગૃત રહે કે બાળકો શુ શીખે છે. નહિતર જે દિલ્લી ની ઘટના હતી જેમાં છોકરાઓ સોશિયલ મીડિયા માં ગ્રૂપ બનાવી છોકરીઓ ના બીભત્સ ફોટાઓ મૂકી દ્વિઅર્થી વાતો કરતા તે બધે શરૂ થવામાં વાર નહિ લાગે. જ્ઞાતિગત ભેદભાવ દૂર કરવા ખુબ જરૂરી છે. જ્ઞાતિ જાતિની વાડાબંધી ને કારણે જે ગુસ્સો હોય તેનો ભોગ અનેક સ્ત્રીઓ બને છે. શાળાઓ અને કોલેજોમાં છોકરીઓ માટે સેલ્ફ ડિફેન્સના ક્લાસ ચલાવવા જરૂરી છે. સ્ત્રીને દેવી ન સમજો તો કઈ નહિ બસ માણસ સમજો તો ય ઘણું છે.

આપણને તકેદારી, સાવચેતી અને બુદ્ધિ આપણને ઘણી પ્રતિકૂળ પરિસ્થિતિઓથી બચાવી શકે છે.  બળાત્કારની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, દરેક કિશોર વયે, યુવતી અને વૃદ્ધ મહિલાએ કેટલીક જરૂરી સાવચેતી રાખવી જોઇએ.

જેમકે તમારા પર્સમાં હંમેશા મરચાંનો પાઉડર અને બ્લેડ રાખો.  આજકાલ બજારોમાં મરીના છંટકાવ પણ જોવા મળે છે.  આ સાવચેતી જબરદસ્તી રોકવા માટે ઘણી અસરકારક છે.

બસ, રીક્ષા અથવા કારમાં એકલા મુસાફરી કરતી વખતે અને ડ્રાઇવર પર થોડી શંકા જાય ત્યારે, જાતે તમારા મોબાઇલમાં કોઈ સાથે  નકલી ફોનમાં વાત કરો અથવા કોઈ નજીકની વ્યક્તિને ફોન થી જાણ કરો.  જેમકે અરે , તમે નજીકના સ્ટેશનમાં છોઠીક છે, હું અહીં નજીક જ છું.  સારું તમે એક કાર લઈને આવી રહ્યા છો

આ માત્ર એક ઉદાહરણ છે આવી બાબતો માટે સંપૂર્ણ આત્મવિશ્વાસની જરૂર છે.  તમારે સાબિત કરવાનું છે કે તમારા પરિવારમાંથી કોઈ પોલીસ અથવા અન્ય કોઈ મોટી હોદ્દા પર છે.  આ પ્રકારની વાતચીત દ્વારા તમે કોઈપણ અકસ્માતની સંભાવનાને 40 ટકા ઘટાડી શકો છો.

જો તમે ક્યારેય આવા તત્વોથી ઘેરાયેલા છો, તો માણસના નાજુક ભાગ પર સંપૂર્ણ તાકાતથી હુમલો કરો અને વધુ ઝડપે ભાગો.

આવારા તત્વો સાથે ક્યારેય દલીલ ન કરો કે તેમની સામે ગરીબ ન થાઓ.  ગભરાશો નહીં.  તમારી જાત ઉપર વિશ્વાસ રાખો અને પરિસ્થિતિનો ચતુરાઈથી વ્યવહાર કરો.  ગંભીર સંકટ સમયે પણ બચવાનો હંમેશાં એક સાંકડો રસ્તો છે.  તમારે તે માર્ગ ઓળખવાની જરૂર છે.

હાલના દિવસોમાં નજીકના સંબંધોમાં પણ ઘણી ભયાનક ઘટનાઓ બની રહી છે.  તમે ઘરે પણ સલામત નથી.  તેથી, ઘરના કોઈ પણ સંબંધને અર્થ વિના તમારા શરીરને સ્પર્શ થવા ન દો.

મનોવિજ્ઞાન કહે છે કે સ્પર્શ મન પર સીધી અસર કરે છે.  દરેક સંબંધોમાં આદરપૂર્વકનું અંતર આવશ્યક છે કારણ કે સ્પર્શ કોઈ સીમા,મર્યાદા કોઈ સંબંધ જાણતો નથી.  તે ફક્ત સંતોષ માંગે છે.  સંબંધોમાં એક સીમા છે જે સ્ત્રી અને પુરુષ બંનેએ સમજવી જોઈએ.

સાવચેતીના સ્તરે, છોકરી તેના વર્તનથી પોતાને સુરક્ષિત કરી શકે છે.  તમે તમારા માટે સ્પર્શ કરવાનો અધિકાર નક્કી કરો.  જ્યાં પણ સ્પર્શ ખોટો લાગે ત્યાં તરત જ તે બધાની વચ્ચે કહેવાની હિંમત રાખો.  ગભરાશો નહિ.

તમારા મોબાઇલને હંમેશાં રિચાર્જ રાખો.  તમારી નજીકના કેટલાક લોકોને કહેતા રહો કે જો તમને ક્યારેય મારો કોલ આવે છે અને હું કાંઈ બોલી શકતી નથી, તો સમજી લો કે સમસ્યા છે.

જ્યારે પણ તમે મુશ્કેલીમાં હોવ ત્યારે આ પ્રાણીઓને ક callલ કરો અને છોડી દો. હંમેશાં કેટલાક ઇમરજન્સી જરૂરી ફોન નંબરો તમારી સાથે રાખો.

નશો કરનારાઓથી અંતર રાખો અને જાતે નશો કરવાનું ટાળો.  આ સાવચેતી 90 ટકાનું રક્ષણ કરી શકે છે.  આરોપીઓ દ્વારા બળાત્કારના 85 ટકા કેસોમાં દારૂના વપરાશની જાણ કરવામાં આવી છે.

નિર્જન અને ઉજ્જડ વિસ્તારોમાં એકલા અથવા સાથીદારો સાથે જવાનું ટાળો

તમારા મિત્રોને એસએમએસ, ફેસબુક અથવા કોઈ અન્ય માધ્યમ પર મર્યાદા જાળવવાનું કહો.  અશ્લીલ ટુચકાઓ, સંદેશાઓ અને ચિત્રો વિરોધી જાતિ સાથે આપલે ન કરો.

ભલે દોસ્તી કે પ્રેમ ગાઢ હોય, પણ તમને ખબર નથી હોતી કે ક્યારે કોના મગજમાંવિકૃતિ આવે છે. જ્યારે પણ તમને તમારા મિત્ર અથવા કોઈની પાસેથી કોઈ વાંધાજનક સામગ્રી મળે છે.  સખત શબ્દોમાં તાકીદે ચેતવણી આપો. કિશોરોને લગતા એક સર્વેમાં એ વાત બહાર આવી છે કે ઘણા કિસ્સાઓમાં આવી બાબતો બળાત્કાર જેવા અકસ્માતનું કારણ બની છે.  આ સાવચેતીમાં આત્મરક્ષણની સંભાવના રહેલી છે.

જો કે ગુનાહિત વૃત્તિના લોકો વય, સંબંધો અને પોશાકોથી આગળ ગંદી વિચારસરણી ધરાવે છે, પરંતુ ઘણા કેસોમાં  સલામતી માટે લેવામાં આવતી આ સાવચેતી આવા અકસ્માતની શક્યતાને ઘટાડે છે. જ્યારે કોઈ વ્યક્તિ દારૂ અથવા નશીલા પદાર્થો નું સેવન કરી બળાત્કાર કરે છે, ત્યારે તેના ગુનાને અમુક અંશે ઢાંકવામાં  આવે છે, એમ કહીને કે જો તે નશામાં ન હોત, તો તેણે કદાચ આ ગુનો ન કર્યો હોત.  પરંતુ છોકરીઓના કિસ્સામાં, આ દ્રષ્ટિ બદલાઇ જાય છે કારણ કે પછી એવું માનવામાં આવે છે કે તે નશામાં હતી, તેથી તેના પર બળાત્કાર કરવામાં આવે છે.

બળાત્કારનું એક જ કારણ છે અને તે છે બળાત્કાર કરનારની પોતાની માનસિકતા બળાત્કારનું કારણ એ કોઈ નાની સમસ્યા નથી, તેથી જ બળાત્કાર થાય છે કારણ કે બળાત્કારીઓમાં હિંમત હોય છે, તેઓને આપણા સમાજનો ટેકો મળે છે, ક્યાંક.

આ સમસ્યા નાની સમસ્યા નથી

બળાત્કારનું કારણ એક નાની સમસ્યા નથી.  બળાત્કાર થાય છે કારણ કે બળાત્કારીઓ હિંમત કરે છે.  તેમને ક્યાંક આપણા સમાજનો ટેકો છે.  છોકરીઓ ગેરવર્તન માટે પ્રોત્સાહન આપતી નથી બસ લોકો તેની.માનસિકતા સમજતા નથી

ઇન્ટરનેટ ક્રાંતિ અને સ્માર્ટફોનની સાર્વત્રિક ઉપલબ્ધતાએ અશ્લીલ અથવા વિકરાળ જાતીય છબી સુધી પહોંચવાનું સરળ બનાવ્યું છે.  ગઈકાલ સુધી ફક્ત સમાજના ઉચ્ચ  વર્ગ અથવા મધ્યમ વર્ગનો સુધી જ પહોંચતા સમાચાર, પરંતુ આજે તે સમાજના દરેક વર્ગમાં સુલભ થઈ ગયો છે.  દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલછે અને બધું શોધી શકે  છે.  કીવર્ડ્સ લખવાની જરૂર નથી, તમે તમારા મોંથી બોલીને ગૂગલને ઓર્ડર આપી શકો છો.  તેથી, આ ઘટનાને ધ્યાનમાં લેવી એ કોઈ ચોક્કસ વર્ગ અથવા પ્રદેશના લોકો કરતાં આપણા બધાની આદિમ વૃત્તિઓને સમજવાનો પ્રયાસ છે.  તકનીકીઓ અને માધ્યમો બદલાય છે, પરંતુ આપણી વૃત્તિઓ કેટલી બદલી?

 તેનો પુરાવો એ છે કે બળાત્કાર યુટ્યુબની  પર પણ જોવા મળે છે, જેના પર બળાત્કારના પોર્ન વીડિયો મૂકવામાં આવે છે.  તેથી, બળાત્કાર સમયે બળાત્કાર કરનારાઓ દ્વારા બનેલી ઘટનાનો વીડિયો બનાવવાનું કામ માત્ર બ્લેકમેલ કરવાના હેતુ નહિ પણ મનોરંજન માટે પણ મુકવામાં આવે છે.

 

 આધુનિક યુગમાં, મનોવૈજ્ઞાનિઓએ શોધ્યું કે આપણા મનની રચના એવી છે કે જે ક્રિયાઓ અને વસ્તુઓ જે વારંવાર વાંચવામાં આવે છે, જોઇ છે, સાંભળી છે અથવા કરવામાં આવે છે તે આપણા વિચારસરણી પર અસર કરે છે અને તે આપણા નિર્ણયો અને ક્રિયાઓ પર અસર કરે છે.પ્રકૃતિ પણ નક્કી કરે છે.  તેથી, પોર્ન અથવા સિનેમા અને અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા પીરસવામાં આવતી સોફ્ટ પોર્નનો પ્રભાવ આપણા મગજમાં પડે છે અને તે આપણને જાતીય હિંસા માટે માનસિક રીતે તૈયાર અને પ્રોત્સાહિત કરે છે.  તેથી,ફિલ્મ 'આઇટમ સોંગ' સહિત તમામ ભારતીય ભાષાઓમાં જાતીય હિંસા ભડકાવવા અને મહિલાઓને વાંધાજનક ઠેરવવાનાં નારીવાદી ગીતોની હિમાયત પણ લોકો કરે એ દેખાય છે.

ગુલામી, શિસ્ત, પ્રભુત્વ અને આધીનત, વર્ચસ્વ અને સમર્પણ,અને જાતીય આનંદની શોધમાં બળાત્કાર થતા રહે છે. ઘણી મહિલા-અધિકારવાદી વિદ્વાનો પણ તેને બળાત્કારી માનસિકતા સાથે જોડે છે.  કોઈ પણ સંજોગોમાં, આ પ્રકારની જાતિવાદ માણસની જાતીય વૃત્તિઓને સમજવાની ચાવી પણ પૂરી પાડે છે અને હિંસા સાથેના તેના સંબંધને પણ ખુલ્લી પાડે છે  આવે છે.આપણી જાતીય ગ્રંથીઓ, આપણા હોર્મોન્સ કેવી રીતે કાર્ય કરે છે, તે યોગ્ય રીતે સમજવાની જરૂર રહેશે. શા માટે આવું? શા માટે સ્ત્રી અને પુરુષના સંબધ માત્ર શરીર પર આવીને અટકી જાય છે. સમાજમાં જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે સ્ત્રીઓ અને પુરૂષો પોતાના અલગ અલગ પાસાઓ રજૂ કરે છે અને આ સંઘર્ષ નો અંત પણ નથી આવતો અને પરિણામ પણ નથી મળતું. 

સ્ત્રીઓએ શસ્ક્ત બનવું જ પડશે. થોડી તર્કવાદી બનવું પડશે. માન્યું કે શારીરિક રીતે થોડી નબળાઈ કુદરતે મુકેલી છે પણ મનતો મજબૂત રાખવું જ પડશે. સાથે કાયદા સાથે જોડાયેલ લોકોએ પણ જાગવું પડશે. કે આવા જઘન્ય કૃત્ય નો જે અપરાધી હોય તેને સજા આપવા પુરા પ્રયત્નો થાય. 

બળાત્કારના મનોવિજ્ઞાન ને સમજવા માટે પહેલા સમાજના મનોવિજ્ઞાન ને સમજવું પડશે. મોર્ડન કે ફેશન વાળા કપડાથી જ બળાત્કાર થાય છે એ માનસિકતા બદલવી પડશે. તકની શોધમાં એવા લોકો રહે છે જે પોતાની વિકૃત માનસિકતાથી ગ્રસ્ત હોઈને કોઈપણ સ્ત્રી સાથે શરીર સંબધ બાંધવા ઈચ્છે છે. 

બળાત્કાર કોઈપણ સ્થિતિમાં થાય તે એક મહિલાના શરીર,આત્મા અને મન સાથે થયેલ એ વર્તનછે જે માફી યોગ્ય નથી. કોઈપણ બીમારી કે બદી ને સમાપ્ત કરવાનો જો પાકો ઈરાદો હોય તો તેને મૂળ માંથી જ સમાપ્ત કરી શકાય. જરૂરી છે સામાજિક,શૈક્ષણિક,કૌટુંબિક અને કાયદાકીય જાગૃતિ ની. જ્યારે કોઈ કુટુંબમાં આ પ્રકારના અપરાધી હોય ત્યારે કુટુંબે જ એને બચાવવા ના પ્રયત્નો ન કરતા તેને યોગ્ય સજા મળી રહે એ પ્રયત્નો કરવા જરૂરી છે. આ પ્રકારની ઘટના પછી લોકોમાં રોષ હોવો જરૂરી છે. આ પ્રકારની ઘટના પછી પીડિતા અને તેના કુટુંબીજનો એ શારીરિક અને માનસિક મજબૂત રહેવું જ પડશે તો જ આ જાનવરી કૃત્યનો સામનો કરી શકાશે.

ભગવાનશ્રી ક્રુષ્ણ એ પણ કહ્યું છે કે જ્યારે જ્યારે સ્ત્રીઓને છેડવામાં આવશે, જ્યારે તેનું અપમાન કરવામાં આવશે, જ્યારે તેનું શોષણ કરવામાં આવશે ત્યારે કોઈને કોઈ રીતે યુદ્ધનો જ્ન્મ થાય છે.

 


Department: Department of Psychology

20-12-2020