એમ.એ. (હિંદી) વર્ષ ૨૦૨૨-૨૩ પ્રવેશ અંગે ....
હિંદી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે ચાલતા એમ.એ. (હિંદી) અભ્યાસ ક્રમમાં વર્ષ ૨૦૨૨-૨3માં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ admission.saurasthrauniversity.edu વેબસાઇટ પર ‘Apply Now’ લિંક પર ઓનલાઇન આવેદન પત્ર ભરી શકશે.
ઉપરોક્ત વેબસાઇટ પર એમ.એ. પ્રવેશ અંગેના તમામ નિયમો અને અન્ય વિગતો ઉપલબ્ધ છે જે વિદ્યાર્થીએ ધ્યાને લઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી તથા અરજી ફી ભરી અરજીની પ્રિંટ અને તેની સાથે એલ.સી., જો અનામત વર્ગના વિદ્યાર્થી હોય તો જાતિનું પ્રમાણપત્રની નકલ (ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓએ જાતિના પ્રમાનપત્રની નકલ ની સાથે સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપેલ નોન-ક્રિમિલેયરસર્ટિફિકેટ ની નકલ ફરજિયાત આપવાનુ રહેશે.), ધોરણ-12ની માર્કશીટની નકલ, બી.એ. સેમે. 1 થી 6 ની માર્કશીટની નક્લ, આધાર કાર્ડની નકલ અને એક પાસપોર્ટ સાઇઝ ફોટો જોડી તા. ૦૬/૦૬/૨૦૨૨ સુધીમાં હિંદી ભવન, કાર્યાલય ખાતે જમા કરાવવાની રહેશે. અરજીની સાથે જોડેલ તમામ ડોક્યુમેંટ્સ સ્વપ્રમાણિત કરવાના રહેશે.
કુલ સીટની સંખ્યા : ૬૦
આવેદન પત્ર ફી : ૧૬૦+ ગેટ વે ચાર્જીસ
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Department:
Department of Hindi
25-05-2022