•         શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા સંશોધન પ્રકલ્પો, વિદ્વાનોના સન્માનો, લોકકલાના મરમી માલીઓ સાથેની વાતુડિયું, પરિસંવાદોસંશોધકોને પ્રકાશન માટે અનુદાન, પ્રકાશનો અને  લોક્ગુર્જરી ત્રૈમાસિક સામયિકનું સંપાદન એમ અનેક પ્રવૃત્તિઓનો ધબકાર સમગ્રગુજરાત-રાજસ્થાનના અભ્યાસીઓ અનુભવ્યો છે.આપણે રાજસ્થાન સામે પ્રગાઢ સંપર્ક કેળવીને એમની સાથે કેટલીક પ્રવૃત્તિઓ માટે કોલાબરેશન કર્યું છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સાથે આ પ્રકારના કોલાબરેશન માટેની દિશા પણ ખૂલી રહી છે. જગભાગીદારી પણ પ્રાપ્ત થઇ એ આવા કાર્યને જનસમુદાયના સાંપડેલા સહકાર-સહયોગનું સુંદર પરિણામ છે.
  •     
    આપણી સાથે એકાદમી, પરિષદ, વિશ્વકોશ, વિવિધ યુનિવર્સિટિ અને વિવિધસંસ્થાઓ સંકળાઇ રહી છે, એ બધુ આપણને પ્રાપ્ત થયેલી પ્રબળ પ્રીતિ-સ્વીકૃતિના બળવાન દ્રષ્ટાંતો જ છે. આમાં આપવો પડતો સમય એના સુંદર ફળ નવા-નવા અભ્યાસીઑ, સમાજનાં જુદા-જુદા વર્ગોના લોકો સાથેના સંવાદરૂપે પ્રાપ્ત થઇ રહ્યાં છે. એક વર્ષ દરમ્યાન તેત્તાલીશ જેટલાં અભ્યાસલેખો દ્વારા છસો જેટલા પૃષ્ઠમાં સંત, લોકો અને ચારણી વિધ્યાશાખા વિશે મળેલા લેખો એક રીતે આપણાં સાંપ્રત અભ્યાસનું સુંદર ચિત્ર ઉપસાવે છે. આ વર્ષને અંતે સહયોગી થનાર સહુ પરત્વે આભારનો ભાવ પ્રગટ કરું છું.
  •