Dr. Manoj Joshi
Dr. Manoj Joshi
Professor
Department of Gujarati,
Saurashtra University-Rajkot-360005, Gujarat, India

૬ એપ્રિલ, ૧૯૬૩ના રોજ જન્મ. મૂળવતન : ઉપલેટા. હાલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે કાર્યરત. સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ દૈનિકપત્ર ‘ફૂલછાબ’માં પાંચ વર્ષથી કટાર લેખન. આકાશવાણી-દૂરદર્શન-સંગીતના માન્ય ગાયક છે. શૈક્ષણિક-સાહિત્યિક સંશોધન માટે યુ.જી.સી.-ન્યૂ દિલ્હીના બે માઈનોર રિસર્ચ પ્રોજેક્ટ અને એક મેજર રિસર્ચ એવોર્ડ (રૂ. ૬ લાખ) પ્રાપ્ત અધ્યાપક. ગુજરાતી સુગમ સંગીતના પ્રચાર-પ્રસારાર્થે આફ્રિકા, લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાનની વિદેશયાત્રા દરમ્યાન શૈક્ષણિક- સાહિત્યિક-સાંસ્કૃતિક-માતૃભાષા અંગેના લાઈવ લેકચર ડેમોસ્ટ્રેશનની સફળ પ્રસ્તુતિ પ્રા.ડૉ. જોશી કરી ચૂક્યા છે. ડૉ. જોશીએ ચૌદ ગ્રંથોના પ્રકાશનો દ્વારા કાવ્ય, વિવેચન અને સંશોધનાત્મક-આસ્વાદમૂલક લેખનકાર્ય તો કર્યું જ છે, સાથે ગુજરાતી કાવ્યસંગીત માટે સમગ્ર ગુજરાત તથા ભારતભરનાં શહેરોનાગુજરાતી સમાજ દ્વારા નિદર્શન-વ્યાખ્યાનોની પ્રસ્તુતિ પણ કરી છે. ભારતની વિશ્વપ્રસિદ્ધ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી-સિમલાની એસોસિએટશીપ મેળવનાર સાહિત્યના અધ્યાપક. સિમલાની આ સંસ્થા દ્વારા પ્રતિવર્ષ એક માસ માટે એસોસિએટશીપ સત્રમાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે.