૧લી જૂન, ૧૯૭૨ ના રોજ જન્મ. મૂળ વતન : ગાંઠિયોલ તા. : ઇડર. જિ : સાબરકાંઠા, ઉત્તર ગુજરાત. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કાર્યરત. અધ્યાપક તરીકે ૧૬ વર્ષનો અનુભવ. એમ.ફિલ.ના ૪૫ વિદ્યાર્થીઓએ અને પીએચ.ડી.ના ૩ વિદ્યાર્થીઓએ એમના માર્ગદર્શન હેઠળ ડિગ્રી મેળવી છે. સંશોધન, વિવેચન, અનુવાદ, લોકસાહિત્ય, આદિવાસી સાહિત્ય અને સંપાદન વિષયક એમનાં ૮ પુસ્તકો પ્રકાશિત થયાં છે. ‘અર્જિત’, ‘ભીલી સાહિત્ય : કૃતિ અને સંસ્કૃતિ’, ‘નિબંધલોક’ અને ‘ગુજરાતી લઘુશોધનિબંધ સાર અને સૂચી’ વગેરે એમના મહત્ત્વ ગ્રંથો છે. ‘કેશુભાઈ દેસાઈ : વાર્તા વિશેષ’ શીર્ષકથી એમણે સંપાદન પણ કર્યું છે. તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓ-કોલેજો દ્વારા યોજાતા પરિસંવાદોમાં ઉત્સાહભેર ભાગ લીધો છે. તેઓએ પાંચ માઈનર રિસર્ચ પ્રોજેકટ પૂર્ણ કર્યા છે. આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કાઉન્સિલર તથા યુ.જી.સી. ન્યુ દિલ્હી અને નોલેજ કમિશન ઓફ ગુજરાતમાં તેઓ પોતાની સેવા આપે છે. ગુજરાતીના અધ્યાપક સંઘના કારોબારી સભ્ય અને સૌરાષ્ટ્ર ગુજરાતી અધ્યાપક સંઘના તેઓ મંત્રી તરીકે હાલમાં સેવાઓ આપી રહયા છે. વિશેષમાં નેટ, સ્લેટના તથા જી.પી.એસ.સી.ને લગતા કોચીંગમાં પણ તેઓ પોતાની સેવા આપે છે.