આજના વેબીનારમાં અમદાવાદની CIMS Hospital ના પ્રસિદ્ધ ડૉ. મલ્હાર પટેલ કેન્સર સર્જન મુખ્ય વક્તા તરીકે જોડાયા હતા. લોક ડાઉનના આ ગાળામાં ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે લોકો તમાકુ અને અન્ય વ્યસનોથી નાછૂટકે દૂર રહેતા થયા છે એને એક તકમાં ફેરવવાની વાત ડૉ. મલ્હારે મૂકી હતી. તમાકુના સેવનથી શું થઈ શકે અને છોડવાથી શું ફાયદો થઇ શકે તે આંકડાઓ સહિતની વિગતો ટૂંકમાં સમજાવી હતી. જે વિધ્યાર્થીઓ ને ખુબ ભવિષ્યમાં ઉપયોગી થનાર છે. તેમણે વિદ્યાર્થીઓ સાથેની પ્ર્શ્નોતરીથી રાજીપો વ્યક્ત કર્યો હતો.
આ તકે યુનિવર્સિટીના કુલપતિશ્રી નીતિનભાઈ પેથાણી સાહેબ પણ વેબીનારમાં અમારી વચ્ચે જોડાયા હતા. જેમને પણ યુવાનોમાં વ્યસનના દુષણને દુર કરવા આ ઉત્તમ તક પ્રભુએ આપી છે, અને તેનો ભરપૂર લાભ આપણે કુટુંબ સાથે પણ લઈએ જેવી મહત્વની બાબતો વિદ્યાર્થી સમક્ષ મૂકી હતી. કુલપતિ સાહેબે પણ ભવનના આ પ્રયત્નને બિરદાવ્યો હતો અને તેમને બધા વિદ્યાર્થીઓ અને ફેકલટી ને પરોક્ષ રીતે મળી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
Organized from: 04-04-2020 to: 04-06-2020
Organized by: Department of Sociology