સને ૨૦૨૫-૨૬ ના વર્ષના “૫૩” માં યુવક મહોત્સવ અંગેના વર્કશોપ અંગે.

સને ૨૦૨૫-૨૬ ના વર્ષના “૫૩” માં યુવક મહોત્સવ અંગેના વર્કશોપ અંગે.

 

આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોનાં આચાર્યશ્રીઓ, યુનિવર્સિટી સ્થિત ભવનોને અધ્યક્ષશ્રીઓ, તેમજ માન્ય સંસ્થાઓના વડાશ્રીઓને જણાવવાનું કે સને ૨૦૨૫-૨૬ ના વર્ષના “૫૩” માં યુવક મહોત્સવ આગામી ઓકટોબર માસમાં યોજાનાર છે. આ યુથ ફેસ્ટીવલમાં (૧) સાહિત્ય વિભાગની ૦૫ સ્પર્ધા (૨) કલા વિભાગની ૦૯ સ્પર્ધા અને (૩) સાંસ્કૃતિક વિભાગની ૧૯ સ્પર્ધા આમ ત્રણ વિભાગની મળીને કુલ ૩૩ (તેત્રીસ) સ્પર્ધા યોજાશે. આ યુથ ફેસ્ટીવલની જે-તે સ્પર્ધામાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ભાગ લઈ રહ્યા છે. તે વિદ્યાર્થી ભાઈઓ-બહેનો પોતાની આગવી સૂઝ-બુઝથી પોતાની સ્પર્ધામાં કઈ રીતે આગળ વધી શકે તેના માટે તજજ્ઞ (નિષ્ણાત) દ્વારા જનરલ સેમીનાર (વર્કશોપ) ઓફલાઈન અને ઓનલાઈન બંન્ને રીતે નીચે મુજબના સ્થળે, તારીખે અને સમયે રાખવામાં આવેલ છે.  

 

તારીખ :

૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫ ને શુક્રવાર

સમય :

બપોરે : ૧૧:૦૦ થી ૦૧:૦૦

સ્થળ :

આર્ટ ગેલેરી હોલ, આંકડાશાસ્ત્ર અનુસ્નાતક ભવન, સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટ.

 

          ઉપરોક્ત સેમિનાર (વર્કશોપ) માં ભાગ લેવા માટે જે વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ઓફલાઈન ન જોડાઈ શકે તેના માટેની નીચે મુજબની લીંકથી ઓનલાઈન પણ જોડાઈ શકશે.

                                  https://meet.google.com/vgg-tiew-emz

          વધુમાં જણાવવાનું કે જે વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ઓફલાઈન જોડાવાના છે. તેના માટે આ સાથે ગુગલ લીંક પણ આપવામાં આવેલ છે.

                                  https://forms.gle/F8qTXzE9okx6VXg58

          જે ગુગલ લીંક ભરવાની રહેશે જેથી ઓફલાઈન સેમિનારમાં જોડાનાર વિદ્યાર્થી ભાઈઓ-બહેનોની સંખ્યા અંગેની માહિતી અત્રેને મળી રહે તેમજ જે વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ઓનલાઈન જોડાવાના હોય તેના માટેની ઓનલાઈન લીંક ઉપર મુજબ છે.


Department: Physical Education Section

22-09-2025