સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને શહેરની ક્રાઈસ્ટ હોસ્પિટલના ઉપક્રમે વર્લ્ડ હાર્ટ ડે ને અનુલક્ષી બેઝીક લાઈફ સપોર્ટ વિષય પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડૉ.નિલેશ કથીરિયાએ હૃદયરોગથી બચવા , હાર્ટ એટેક આવે ત્યારે શું કરવું સહિતની બાબતોની જાણકારી આપી હતી . આ તકે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નિતીન પેથાણી , ઉપકુલપતિ ડૉ.વિજય દેશાણી , હોસ્પિટલના ફાધર થોમસ સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન માનવ અધિકાર કાયદા ભવનનાં અધ્યક્ષ શ્રી ડૉ. રાજુભાઇ દવે એ કર્યું હતું.