સંશોધન પધ્ધતિ પર ચાર દિવસીય કાર્યશાળાનું આયોજન
Dt.6/2/2023 to Dt.9/2/2023
શોધ અને સમાજકાર્ય ભવન ,સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ.
શોધ અને સમાજકાર્ય ભવન ,સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ. દ્રારા ચાર દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં તા.૯.૨.૨૦૨૩ નાં રોજ પ્રથમ સેશન નાં વક્તા શ્રી ડો. મનીષભાઈ રાવલ વિદ્યાર્થીઓને સંશોધનમાં નમુના પસંદગી વિષેની વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ ભોજનની વ્યવસ્થા પણ ભવન પર કરવામાં આવી હતી.
બીજા સેશનમાં વક્તા હતા શ્રી ડો. રવિન્દ્રસિંહ ઝાલા તેમણે સંશોધનમાં સંદર્ભ સાહિત્યની સમિક્ષા વિષે માહિતી આપી હતી.
ત્યારબાદ સમાપન સત્ર યોજવામાં આવેલ હતો .જેમાં શ્રી ઓમભાઈ હળવદીયા (R.S.S.પ્રચારક), શ્રી ભાવિકભાઈ વાંકાણી(ઉપાધ્યક્ષ ABVP- મહાનગર), શ્રી ડો. રવિન્દ્રસિંહ ઝાલા (પ્રો.અંગ્રેજી ભવન), શ્રી ડો.રાજેશભાઈ દવે (અધ્યક્ષ સમાજકાર્ય ભવન ) હાજર રહ્યા હતા. ત્યારબાદ આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછીથી તેઓએ પ્રાસંગિક પ્રવચન આપેલ હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતે આ ચાર દિવસીય કાર્યશાળામાં જે મેળવ્યું તેના અભિપ્રાયો રજુ કર્યા હતા. અને સૌથી છેલ્લે ભાગ લેનાર બધા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આભાર વિધિ કરી આ રાષ્ટ્રગીત ગાઈને આ કાર્યશાળાનિ પૂર્ણાહુતી કરી હતી.