સંશોધન પધ્ધતિ પર ચાર દિવસીય કાર્યશાળાનું આયોજન
Dt.6/2/2023 to Dt.9/2/2023
શોધ અને સમાજકાર્ય ભવન ,સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ.
શોધ અને સમાજકાર્ય ભવન ,સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ. દ્રારા ચાર દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં તા.૮.૨.૨૦૨૩ નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉદ્ઘાટન સત્ર રાખવામાં આવેલ હતું. જેમાં શ્રી રાજેશભાઈ માંડલિયા અને ડો.અનિલભાઈ અંબાસણા, ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પોતાના વિચારો રજુ કર્યા હતા.
ઉદ્ઘાટન સત્ર બાદ પ્રથમ સેશન નાં વક્તા શ્રી ડો. અનિલભાઈ અંબાસણા વિદ્યાર્થીઓને સંશોધનમાં ચલ વિષેની વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ ભોજનની વ્યવસ્થા પણ ભવન પર કરવામાં આવી હતી.
બીજા સેશનનાં વક્તા હતા શ્રી ડો. હિતેશભાઈ શુક્લા તેમણે સંશોધનમાં સમસ્યાની પસંદગી કઈ રીતે કરવી તેના વિષે માહિતી આપી હતી.