સંશોધન પધ્ધતિ પર ચાર દિવસીય કાર્યશાળાનું આયોજન
Dt.6/2/2023 to Dt.9/2/2023
શોધ અને સમાજકાર્ય ભવન ,સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ.
શોધ અને સમાજકાર્ય ભવન ,સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ. દ્રારા ચાર દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં તા.૭.૨.૨૦૨૩ નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉદ્ઘાટન સત્ર રાખવામાં આવેલ હતું. જેમાં શ્રી ડો.મહેશભાઈ ગોગરા ચેરમેન સમાજકાર્ય બોર્ડ, શ્રી ડો. રવિભાઈ ધાનાણી –પ્રિન્સિપાલ માતૃમંદિર કોલેજ, ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પોતાના વિચારો રજુ કર્યા હતા.
ઉદ્ઘાટન સત્ર બાદ પ્રથમ સેશન નાં વક્તા શ્રી ડો. મનીષભાઈ રાવલ વિદ્યાર્થીઓને સંશોધનમાં સંદર્ભ સાહિત્ય વિષેની વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ ભોજનની વ્યવસ્થા પણ ભવન પર કરવામાં આવી હતી.
બીજું સેશનમાં સ્વાવલંબન ભારત જે અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત રાજસ્થાન થી આવેલ શ્રી અગ્રવાલજીએ સ્વાલંબન ભારત વિષે માહિતી આપી હતી.
ત્યારબાદનાં સેશનનાં વક્તા હતા શ્રી ડો. રાજેન્દ્રભાઈ ચોટલીયા તેમણે સંશોધનનાં સ્તરો વિષે માહિતી આપી હતી.