સંશોધન પધ્ધતિ પર ચાર દિવસીય કાર્યશાળાનું આયોજન
Dt.6/2/2023 to Dt.9/2/2023
શોધ અને સમાજકાર્ય ભવન ,સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ.
શોધ અને સમાજકાર્ય ભવન ,સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ. દ્રારા ચાર દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં તા.૬.૨.૨૦૨૩ નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉદ્ઘાટન સત્ર રાખવામાં આવેલ હતું. જેમાં શ્રી ઓમભાઈ હળવદીયા (R.S.S.પ્રચારક), શ્રી ડો.બી.જી.મણિયાર(પૂર્વ અધ્યક્ષ, કાયદા ભવન), શ્રી પંકજભાઈ રાવલ, શ્રી યશભાઈ પટેલ(સંયોજક શોધ- ગુજરાત પ્રાંત), શ્રી ભાવિકભાઈ વાંકાણી(ઉપાધ્યક્ષ ABVP- મહાનગર), અને શ્રી જયપાલસિંહ સરવૈયા(અધ્યક્ષ ABVP- સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ), ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પોતાના વિચારો રજુ કર્યા હતા.
ઉદ્ઘાટન સત્ર બાદ પ્રથમ સેશન નાં વક્તા શ્રી ડો. બી.જી.મણીયારસરે વિદ્યાર્થીઓને સંશોધન વિષેની વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ ભોજનની વ્યવસ્થા પણ ભવન પર કરવામાં આવી હતી.
બીજું સેશન બપોરે ૨ થી ૪ કલાક દરમ્યાનનું હતું. આ સેશનનાં વક્તા હતા શ્રી ડો. સંજયભાઈ પંડ્યા તેમણે સંશોધનનાં સોપાનો વિષે માહિતી આપી હતી.