તા.૨૫/૦૯/૨૦૨૪ નાં રોજ સમાજકાર્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, અને જેન્ડર રિસોર્સ સેન્ટર,મહિલા ને બાળ કલ્યાણ વિભાગ,ગુજરાત સરકારનાં સયુંકત ઉપક્રમે જાતિગત સંવેદનશીલતા જેવી સામાજિક સંદર્ભમાં ખુબ સંબધિત મુદ્દાને ધ્યાન પર રાખી ખાસ કરીને પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓના લાભાર્થે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી નાં કુલપતિશ્રી પ્રો.ડો.કમલસિંહ ડોડિયા સાહેબ ઉપસ્થિત રહેલ અને મહિલાઓના સ્તર અને મહિલાઓનો ભારતવર્ષના વિકાસમાં સહભાગિતા અંગે પોતાના વિચારો રજુ કરેલ.તે ઉપરાંત જેન્ડર રિસોર્સ સેન્ટર નાં ડાયરેક્ટર શ્રીમતી અમીબેન પટેલ ગાંધીનગરથી ઉપસ્થિત રહ્યા હતા.અને જેન્ડર રિસોર્સ સેન્ટર દ્રારા કરવામાં આવેલ કામગીરી અને સરકારશ્રીની મહિલા અને બાળ ઉત્કર્ષ અંગેની કમગીરી અંગે વિશેષ છણાવટ કરી હતી.સમાજકાર્ય ભવન નાં અધ્યક્ષ શ્રી ડો.રાજુભાઈ દવેએ બાળકો અને મહિલાઓના અનુસંધાને વિગતવાર ચર્ચા કરેલ.
કાર્યક્રમમાં વક્તા તરીકે શ્રી ડો.મીનલબેન રાવલે મહિલાઓના કાયદાઓ અને બંધારણીય જોગવાઈઓ સંબંધે ખુબ વિસ્તૃત ચર્ચા કરેલ.અને શ્રી નમ્રતાબેન ભદોરિયાએ મહિલાઓના કામના સ્થળે થતી જાતીય હિંસાથી રક્ષણ અધિનિયમ અંગે પોતાનું વક્તવ્ય આપેલ.
ખાસ ઉલ્લેખનીય છેકે સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની કાર્યશાળા કરવા માટે સર્વપ્રથમ કાર્યક્રમ કરવામાં આવેલ તેમાં પ્રથમ સરકારશ્રીના વિભાગ દ્રારા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.ખુબજ ટૂંકાગાળામાં ૩૫૦ થી વધારે પ્રતિનિધિઓ વિવિધ ક્ષેત્રમાંથી હાજર રહેલ.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેમજ સંકલન જીલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી ડો.પ્રિતેશભાઇ પોપટ દ્રારા કરવામાં આવેલ.કાર્યક્રમમાં જેન્ડર રિસોર્સ સેન્ટર, ગાંધીનગર ખાતેથી સુશ્રી શૈલેન્દ્રકુમારી ઝાલા અને શ્રી મહેન્દ્રભાઈ મકવાણા અને તેમની ટીમનો સહકાર પ્રાપ્ત થયેલ.સમાજકાર્ય ભવનના શ્રી હિરલબેન રાવલ બીનાબેન અને ડો.પુનીતભાઈ થાનકીએ અને વિદ્યાર્થીઓ કાર્યક્રમને સફળ બનાવવામાં મહેનત કરી હતી.અંતમાં શ્રી ચાંદનીબેન ઈસલાણીયા દ્રારા આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવેલ હતો.