તારીખ ૨૪, ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટનાં કાયદા ભવનનાં સેમેસ્ટર-૨ ના વિદ્યાર્થીઓ દ્વારા "ડાયનેમિક કેરીયર્સ ફોર લો સ્ટુડન્ટસ" નામના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU), ગાંધીનગરના વિદ્યાર્થીઓ, શ્રી અક્ષત કુમાર અને અભિષેક વ્યાસકે જેમના દ્વારા 'સોશ્યલી કનેક્ટેડ'(SoCo) નામનું NGOચલાવવામાં આવે છે તેઓનો સહયોગપ્રાપ્ત થયેલ હતો.
આ વર્કશોપમાં મુખ્ય મહેમાન તરીકે માન. અધિક કમિશ્નરશ્રી કેન્દ્રીય GST રાજકોટશ્રી આર. કે. ચંદન સાહેબ, અધિક્ષકશ્રી કેન્દ્રીય GST જામનગરશ્રી કે. સી. કુંડલીયા સાહેબ, જાણીતા સીનીયર અને ખ્યાતનામ ધારાશાસ્ત્રીશ્રી નરેશભાઈ સિનરોંજા તથા પ્રેસિડેન્ટશ્રી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ શ્રી શિવલાલભાઈ બારસિયા હાજર રહ્યા હતા.
આ વર્કશોપમાં રાજકોટ જિલ્લાની કાયદાનો અભ્યાસક્રમ ચાલતી કાયદાની કોલેજના ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓ, આચાર્યશ્રીઓ અને પ્રોફેસરો હાજર રહ્યા હતા.
માન. શ્રી આર. કે. ચંદન. સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને હકારાત્મક અભિગમ રાખી જીવનમાં આગળ કઈ રીતે વધવું તે બાબતની સમજ આપી હતી.
શ્રી કે. સી. કુંડલીયા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST) માં ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
શ્રી નરેશભાઈ સિનરોંજા દ્વારા પોતાના જીવનનો ૪૫ વર્ષનો કાયદાશાસ્ત્ર અનુભવ થકી કાયદાશાસ્ત્રમાં ઊંડી સફળતા કઈ રીતે મેળવવી તેનું પૂરતું જ્ઞાન પૂરું પાડ્યું હતું.
શ્રી શિવલાલભાઈએ અત્યારના સમય પ્રમાણે જરૂરી પ્રેક્ટિકલ જ્ઞાન પ્રાપ્ત કરી જેતે વિષયમાં નિષ્ણાંત બનવાની સલાહ આપી હતી.
શ્રી આનંદભાઈ મીરાણી એ ઈમ્પોર્ટ/એકસપોર્ટ માં કારકિર્દી કઈ રીતે બનાવી શકાય તેની માહિતી આપી હતી.
શ્રી હરિવંદના લો કોલેજ, રાજકોટના આચાર્યશ્રી પૂર્વીબેન દ્વારા વિદ્યાર્થીઓને કાયદાશાસ્ત્રમાં વધુમાં વધુ ઊંડાણ પૂર્વક રસ દાખવી ઉચ્ચ કારકિર્દી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડી હતી.
સાથે સાથે GNLU ગાંધીનગરના વિદ્યાર્થીઓ અને શ્રી આર. સી. પ્રસાદ દ્વારા કાયદા વિભાગમાં જુદા જુદા ૩૦ થી વધું ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવી શકે તેમ છે તેવી રસપ્રદ માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉત્તર આપી તેમની મુંજવણ દૂર કરી હતી.
કાયદા ભવન LL.M. સેમેસ્ટર-૨ ના વિદ્યાર્થીઓ, જય જસાણી દ્વારા IPR ના વિષય ઉપર, નેહપાલ સિંહ દ્વારા Banking and Insurance ના વિષય ઉપર તથા ગાર્ગીબેન ઠાકર દ્વારા Labour Lawના વિષય ઉપરના ક્ષેત્રોમાં કારકિર્દી ઘડી શકાય તેની સમજ આપી હતી.
કાયદા ભવનમાં રાખેલ Wall Magazine ઉપર LL.M. સેમેસ્ટર-૨ ના વિદ્યાર્થી, હેમાંગી પાનસુરીયા, કૃપાલી જીંદાણી, શિવાની દવે અને પરાગ અઘેરા દ્વારા Career Tree નું કાલ્પનિક વ્રુક્ષ બનાવીને વિદ્યાર્થીઓને કાયદા ક્ષેત્રમાં ક્યાં ક્યાં કારકિર્દી બનાવી શકાય તેવી રૂચીસભર રસપ્રદ માહિતી પૂરી પાડી હતી
આ વર્કશોપને સફળ બનાવવા માટે કાયદા ભવનના પ્રોફેસરશ્રી આનંદ સાહેબ, વિધાર્થી તેમજ તેમજ ભૂતપૂર્વ કેન્દ્રીય આબકારી અ ધિ ક્ષકશ્રી આર.સી. પ્રસાદ સાહેબ તથા LL.M. સેમેસ્ટર-૨ ના વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.