Workshop on "Desh ke Liye Jina Sikhe" Dt.11.3.2022

તા.૧૧/૦૩/૨૦૨૨નાં રોજ કાર્યશાળાનું ઉદઘાટન તથા દીપ પ્રાગટ્ય સૌ.યુનિ.ના વાઈસ ચાન્સેલરશ્રી ડૉ.ગીરીશભાઈ ભીમાણી, સ્વામીશ્રી પૂજ્ય પરમાત્માનંદજી સરસ્વતી, ડૉ.રાજેશભાઈ માંડલિયા, માનવ અધિકાર ભવનના અધ્યક્ષ તથા સમાજકાર્ય ભવનના ઇન્ચાર્જ અધ્યક્ષ ડૉ.રાજેશભાઈ એમ.દવે. તથા આઝાદી કા અમૃત મહોત્સવના નોડલ ઓફિસર તથા ગુજરાતી ભવનના અધ્યાપક ડૉ.દીપકભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

શ્રી ડૉ.રાજેશભાઈ એમ. દવે. એ કાર્યશાળાની રૂપરેખા જણાવી. ત્યારબાદ શ્રી ડૉ.નિલયભાઈ પંડ્યાએ પ્રજ્ઞાસભાનો પરિચય આપ્યો. શ્રી ડૉ.દીપકભાઈ પટેલે શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ યોજના વિષે માહિતી આપી હતી. સૌ.યુનિ.ના વાઈસ ચાન્સેલર શ્રી ડૉ.ગીરીશભાઈ ભીમાણીએ વિષયને અનુરૂપ પ્રવચન આપ્યું હતું. સ્વામી શ્રી પરમાત્માનંદજી સરસ્વતીએ યુવાનોમાં હાથમાં ભારતનું ભાવી એ વિષય પર સૈદ્ધાંતિક પ્રવચન આપ્યું હતું.ત્યારબાદ RMC FIRE OFFICER  શ્રી માધવભાઈ હાથી તેમજ તેની ટીમ દ્વારા આપાતકાલીન સંચાલનની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી, જેમાં ફાયર સેફટીને લગતી તમામ પ્રકારની પ્રેક્ટિકલ તાલીમ આપી હતી. ત્યાર પછીના સેશનમાં ફીઝીક્સ ભવનના પ્રોફેસર ડૉ.નિકેશભાઇ શાહ દ્વારા ટેકનોલોજી _આશીર્વાદ કે અભિશાપ? એ સમૂહચર્ચા દ્વારા સમજાવેલ. પછીના સેશનમાં ડૉ.લલિતભાઈ ચંદેએ  વિદ્યાર્થીઓમાં  વકતૃત્વ કળાનો વિકાસ થાય તે માટે વક્તુત્વ કળા : વક્તવ્ય કેવી રીતે તૈયાર કરવું અને કઈ રીતે પ્રસ્તુત કરવું? એ સંક્ષીપ્તમાં પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને સારી રીતે શીખવવામાં આવ્યું હતું.


Published by: Department of Social Work

11-03-2022