તા.૧૨/૦૩/૨૦૨૨ એટલે કે કાર્યશાળાના બીજા દિવસે શ્રી નરેન્દ્રભાઈ દવે દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તેમને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. શ્રી કમલેશભાઈ બલભદ્રએ પશ્ચિમીકરણ વગર આધુનિકીકરણ વિષય પર વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ શ્રી પૂજાબા જાડેજાએ વિદ્યાર્થીની બહેનોને તલવાર-મશાલ રાસની તાલીમ આપી હતી. પછીના સેશનમાં ડૉ.કમલેશભાઈ મહેતાએ ભારતના ગૌરવશાળી ઈતિહાસ અંગેની છણાવટ કરી હતી. શ્રી કેશવભાઈ આણેરાવે સ્વ-સર્જનાત્મકતા:-ગીત કંઠસ્થ કેવી રીતે કરવું? એ શીખવ્યું હતું. અંતિમ સેશનમાં ડૉ.નિશિથભાઈ ત્રિવેદીએ બોડી લેન્ગવેજ, મેનરીઝન્સ અને ઈન્ટરવ્યું કળા વિષે વિદ્યાર્થીઓને સમજ આપી હતી.