તા.૧૩/૦૩/૨૦૨૨ ના રોજ શરૂઆતના સેશનમાં ડૉ.નિલયભાઈ પંડ્યા દ્વારા પરેડની તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ શ્રી વિરમભાઇ સાંબડે સમાજના નેતૃત્વ માટે આવશ્યક ગુણો વિશેની માહિતી આપી હતી. ડૉ. નિલયભાઈ પંડ્યાએ પર્યાવરણ સંરક્ષણ:-સમયની માંગ એ વિષય પર વિદ્યાર્થીઓને સૈદ્ધાંતિક સમજૂતી આપી હતી. ડૉ.ઉપેન્દ્રભાઈ પંડ્યાએ વ્યવસ્થાપન કૌશલ્ય લગાન ચલચિત્રમાંથી મળતું શિક્ષણ એ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. અંતિમ સેશનમાં ડૉ.ગાયત્રીબેન પાઠક દ્વારા યોગ-આસન-પ્રાણાયામની વિદ્યાર્થીઓને પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી.