તા.૧૪/૦૩/૨૦૨૨ ના રોજ સિન્ડીકેટ સભ્ય ડૉ.ભરતભાઈ રામાનુજ, ભવન અધ્યક્ષ ડૉ.આર.ડી.વાઘાણી તથા શ્રી ત્રિલોકભાઈ ઠાકર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તેમજ શ્રી ત્રિલોકભાઈ ઠાકરે ભારતની અવનતિના કારણો અને પરિણામ તથા પુન: જાગરણ વિષય પર વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ શ્રી હિરેનભાઈ ચીકાણી વિદ્યાર્થીની બહેનોને સ્વરક્ષણ અને સ્વબચાવની ટેક્નિક અંગેની તાલીમ આપી હતી. ત્યારબાદ આયુર્વેદ યુનિ.ના ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર શ્રી ડૉ.સંજીવભાઈ ઓઝાએ ભારતીય સંસ્કૃતિનો વિશ્વ સંચાર વિષે માહિતી આપી હતી. અંતિમ સેશનમાં સમાજશાસ્ત્ર ભવનના અધ્યાપક ડૉ.ભરતભાઈ ખેરે ગ્રામ્ય જીવન કે શહેરી જીવન? અને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી લાભાલાભ સમુહચર્ચા દ્વારા સમજાવી હતી.