Women's Day Celebration at Department of Social Work -2023

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ -૨૦૨૩

        સમાજકાર્ય ભવન ,સૌરાષ્ટ્ર યુની.રાજકોટ અને G- 20 અંતર્ગત તા.૧૦.૩.૨૦૨૩ નાં રોજ ભવનમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં એમ.એસ.ડબલ્યું.સેમ.૨ અને ૪ નાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. તેમાં ભાગ લેનાર વિધ્યાર્થીને બોલપેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનાં વક્તા તરીકે શ્રી ડો.ભાવનાબેન કમલેશભાઈ જોષીપુરા ઉપસ્થિત રહ્યા હતા. તેઓ રાજકોટનાં પ્રથમ મહિલા મેયર તરીકે ફરજ બજાવેલ હતી. તે ઉપરાંત તેઓ અનેક સામાજિક અને મહિલાઓની સંસ્થા સાથે સંકળાયેલ છે.તે ઉપરાંત G- 20નાં કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા શ્રી ડો.હરિકૃષ્ણા પારેખ સર અને ભવન અધ્યક્ષશ્રી ડો.રાજેશભાઈ દવે અને ભવનનો તમામ સ્ટાફ અને જેના વિના આ કાર્યક્રમ શક્ય ન બન્યો હોત તેવા ભવનના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


Published by: Department of Social Work

10-03-2023