આજે શિક્ષક દિવસ. સતત 24 કલાક શિક્ષકનું કાર્ય. આજના દિવસે ભવનની સેમેસ્ટર-3ની વિદ્યાર્થીની બહેનોએ સેમેસ્ટર-1ની બહેનો માટે વેલકમ પાર્ટીનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના મોભી કુલપતિ શ્રી ડો.નીતિનભાઈ પેથાણી ઉપસ્થિત રહ્યા હતા. સાહેબે જણાવ્યું કે મને કાયમ આ ભવનમાં આવીને ઘરના માહોલનો અનુભવ થાય છે. મને આ ભવનમાં આવવું કાયમ ગમે છે. વધુમાં સાહેબે કહ્યું કે હજુ મને અહીં આવ્યે બહુ વધુ સમય નથી થયો પણ આ ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ના કાર્યની નોંધ હું હરહમેંશ લઉં છું. યુનિવર્સિટી માટે, ભવન માટે, વિદ્યાર્થીઓના વિકાસ માટે મારાથી બનતા દરેક પ્રયત્નો હું કરીશ..
બીજું આજે ખાસ એ પણ કે ભવનમાં 2 પુસ્તકોનું વિમોચન પણ કુલપતિ સાહેબ દ્વારા કરવામાં આવ્યું. ભવનના અધ્યક્ષ ડો.યોગેશ એ.જોગસણ સાહેબના પુસ્તક સંશોધન પદ્ધતિનું અને લેબ ટેકનિશિયન ડો.ભાગ્યશ્રી આશરાના વિકાસાત્મક મનોવિજ્ઞાન પુસ્તકનું વિમોચન પણ કુલપતિ સાહેબના હસ્તક કરવામાં આવ્યું. આ સમયે ડો.નિકેશ શાહ અને ડો.ભરત કટારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભવનની દરેક વિદ્યાર્થીની બહેનોએ પોતાની અંદર રહેલું કૌશલ્ય આજ બહાર કાઢ્યું હતું. દરેક વિદ્યાર્થી એ આયોજનમાં સહકાર આપ્યો હતો. ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણ સાહેબે જણાવ્યું કે આવી ખમતીધર દીકરીઓના ભવનના અધ્યક્ષ હોવાનું મને ગૌરવ છે. આ દીકરીઓ જ અમને કાર્યરત રાખે છે. ભવન તેમના થકી ઉજળું છે. સમગ્ર કાર્યક્રમમાં ભવનના અધ્યાપક ગણ ડો.ધારા આર. દોશી, ડો.ડિમ્પલ રામાણી,ડો.હસમુખ ચાવડા, ડો.ભાગ્યશ્રી આશરા ઉપસ્થિત રહ્યા હતા..