મનોવિજ્ઞાન ભવનમાં શિક્ષકદિન, વેલકમ પાર્ટી અને પુસ્તક વિમોચન એમ ત્રિવિધ કાર્યક્રમ કુલગુરુશ્રી ડો. નીતિન પેથાણી સાહેબની અધ્યક્ષતામાં યોજાયો. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસન દ્વારા લિખિત મનોવિજ્ઞાનમાં સંશોધન પ્રક્રિયા અને લેબ આસિસ્ટન્ટ ડૉ. ભાગ્યશ્રી આશરા લિખિત વિકાસાત્મક મનોવિજ્ઞાન પુસ્તકોનું વિમોચન કુલપતિશ્રી ડો.નીતિન પેથાણી સાહેબે કરેલ. કુલપતિશ્રી સાહેબે પ્રવચન દરમ્યાન કહ્યું કે બોલવું સહેલું છે બોલેલું લોકો ઝડપથી ભૂલ જતા હોય પણ લખેલું કાયમ વંચાતું હોય છે. માટે લેખકોની જવાબદારી સવિશેષ વધી જતી હોય છે. ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસને વિદ્યાર્થીઓને હિન્દભૂમિની વિશેષતા સાથે ગૌરવ ગાથા વર્ણવીને વિદ્યાર્થીઓમાં જેમ જુસ્સો પૂર્યો હતો. ભવનના અધ્યાપક ડૉ. ધારા દોશીએ જણાવ્યું કે અમારી એક એક વિદ્યાર્થીનીઓ રાણીલક્ષ્મી બાઈ સમાન છે. ભવનના કોઈપણ કામમાં અમારી દીકરીઓ 100%થી પણ વધુ ઇનવોલ્વ હોય છે. CCDC ના કો-ઓર્ડીનેટર ડો.નિકેશ શાહ, નેનો સાયન્સ ભવનના અધ્યાપક ડૉ. ભરત કટારીયા, મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ડિમ્પલ રામાણી અને ડૉ. હસમુખ ચાવડા વિગેરે એ આ ત્રિવિધ કાર્યક્રમમાં હાજરી આપીને કાર્યક્રમ દિપાવ્યો હતો.