*ધોરણ ૯ થી મનોવિજ્ઞાન વિષય ભણાવવો જોઈએ એવા સામૂહિક સૂર સેમિનારમાં ઉઠ્યા. "
માતૃભાષામાં માનસિક સ્વાસ્થ્ય પર મનોમંથન" વિષય પર બે દિવસીય ઓનલાઇન સેમિનાર યોજાયો.
તા. ૨૯-૩૦ ઓક્ટોબર ના રોજ મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને અભ્યાસ સમિતિ, ભક્ત કવિ નરસિંહ મેહતા યુનિવર્સિટી જૂનાગઢના સયુંકત ઉપક્રમે નવી શિક્ષણ નીતિને ધ્યાને લઇને માતૃભાષાને મહત્વ આપીને માનસિક સ્વાસ્થ્ય પર મનોમંથન યોજાયું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કુલપતિ શ્રી ડૉ. નીતિન પેથાની અને ભક્ત કવિ નરસિંહ મેહતા યુનિવર્સિટી ના કુલપતિ શ્રી પ્રો. ડૉ.ચેતન ત્રિવેદી ના અધ્યક્ષતામાં આ સમારંભની શરૂઆત થઈ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના ઉપકુલપતિ શ્રી જણાવ્યું કે મનોવિજ્ઞાન ભવન એક્ટિવિટી માં નંબર વન છે. મનોવિજ્ઞાન વિષય એ માત્ર મનોવિજ્ઞાનના વિદ્યાર્થી કે અધ્યાપકો પૂરતો સીમિત નથી પરંતુ જ્યાં જ્યાં માનવી ત્યાં ત્યાં મનોવિજ્ઞાન છે. એ હેતુથી દરેક વિષયના વિદ્યાર્થીઓને માનસિક સ્વાથ્ય પર પોતાના વિચારો રજૂ કરવા વિષય બાદ રાખ્યો નથી. એવું મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષે જણાવ્યું હતું.
અભ્યાસ સમિતિ ના ચેરમેન ડૉ. આર.કે. ડોડીયા એ જણાવ્યું કે મહામારીમાં માનસિક સ્વાસ્થ્યની જાળવણી અંગે લોકોને વાકેફ કરવા એ અમારી નૈતિક ફરજ છે માટે આ વિષયની પસંદગી કરેલ. ઉદઘાટન ડૉ. નીતિન પેથાણી, ડૉ. ચેતન ત્રિવેદી, ઉપકુલપતિ ડૉ. વિજય દેશાણી, ચંદ્રેશભાઇ હેરમાં ( ઈ. સી. મેમ્બર ભક્ત કવિ નરસિંહ મેહતા યુનિવર્સિટી) દ્વારા કરવામાં આવેલ અને GLS યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ.ભાલચંદ્ર જોશી સાહેબે બીજ રૂપ વ્યાખ્યાન આપેલ. ઉદઘાટન સેશનનું સંચાલન ડૉ. ધારા આર. દોશી એ કરેલ અને આભારવિધિ ડૉ. ડિમ્પલ જે રામાણી કરેલ.
બે દિવસીય આ સેમિનારમાં ૧૪૫ જેટલા સંશોધન પેપર રજૂ થયા જેમાં બેસ્ટ પેપર રજૂ કરનાર ને *"નરસિંહ મેહતા" એવોર્ડ આપવામાં આવેલ જેમાં ડૉ. ભમ્મર મયુર, ડૉ.રાજેશ પરમાર, રૂપલ વસરા, આશા પરિહાર, અવની પરમાર, ચૌધરી ધર્મેશભાઈ ને નરસિંહ મેહતા અવોર્ડ આપવામાં આવેલ. અહી એ ઉલ્લેખ કરવો ઘટે કે ગોપીનાથ મહિલા કોલેજ, સિહોર ની યું.જી.ની ૧૩ જેટલી વિદ્યાર્થીનીઓ એ સંશોધન પેપર રજૂ કરેલ માટે સંયોજકોને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે *ગોપીનાથ મહિલા કોલેજ ને નરસિંહ મેહતા અવોર્ડ* આપ્યો. બે દિવસીય આ સેમિનારમાં ડૉ.સમીર પટેલ, ડૉ.નવીન પટેલ અને ડૉ.યોગેશ પાઠકે માનસિક સ્વાસ્થ્ય પર પોતાનું માનનીય વ્યાખ્યાન આપેલ. ચર્ચાઓના અંતે એ સૂર નીકળ્યો કે મહામારી વખતે માનસિક સ્વાસ્થ્ય સાચવવું ખૂબ જ કપરું હોય છે માટે મનોવિજ્ઞાન વિષયની શરૂઆત ધોરણ ૯ થી થાય તો મનોવિજ્ઞાનની સમજ દ્વારા લોકોના માનસિક સ્વાસ્થ્ય ને સુધારી શકાય.
ડૉ.નવીન પટેલ, ડૉ. સુરેશ મકવાણા, ડૉ. ભરત ભટ્ટ, ડૉ.પંકજ સુવેરા વગેરે એ સરકારશ્રી નું ધ્યાન દોરવા ભલામણ કરવી જોઈએ એવો સૂર વ્યક્ત કરેલ. ડૉ.રાજેશ ડોડીયા અને ડૉ. યોગેશ જોગસને સત્વરે ધોરણ ૯ થી મનોવિજ્ઞાન વિષય ભણાવવા માં આવે એવી રજૂઆત સરકારમાં કરીને લોકોના માનસિક સ્વાસ્થ્ય સુધારા અભિગમને આગળ વધારવા જણાવ્યું હતું. આ સેમિનારમાં ડૉ.ધારા દોશી, ડૉ. ડિમ્પલ રામાણી, ડૉ.હસમુખ ચાવડા, તૌફિક જાદવ, નિમિષા પડારિયા, ભરત જોશી વગેરે એ ભારે જહેમત ઉઠાવીને સેમીનાર ને સફળ કરેલ.