સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ગુજરાત રાજયના મહામહીમ રાજયપાલ અને કુલાધીપતિશ્રી આચાર્ય દેવવ્રતજી એ કરેલ વૃક્ષા રોપણની અપીલ અન્વયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌ અધિકારીશ્રીઓ વૃક્ષા રોપણ કર્યું હતું.
આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દરેક ભવનોમાં ભવનોના અધ્યક્ષશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ તથા વિદ્યાર્થીઓએ સામુહિક વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ, શૈક્ષીકસંઘના હોદેદારો, બિનશૈક્ષણીક કર્મચારી પરિવારના હોદેદારો, કર્મચારી રીક્રીએશન ક્લબના હોદેદારો, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.