વિઝન સ્કૂલ & ઓમ કોલેજ, રાજકોટ દ્વારા આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી સાહેબે ઉપસ્થિત રહી શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી શ્રીમતી ડો. વસુબેન ત્રિવેદી, રાજકોટના મેયરશ્રી ડો. પ્રદીપભાઇ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી સાહેબે આવા સુંદર આયોજન બદલ શ્રી પરેશભાઈ રબારીને અભિનંદન પાઠવ્યા હતા.