વીરાંગના અભિવાદન સમારોહ તથા સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમીનાર આજરોજ યોજાયો. કાર્યક્રમના ઉદઘાટક તરીકે શ્રીમતી અંજલીબેન રુપાણી, અધ્યક્ષ તરીકે કુલપતીશ્રી ડો. નીતિનભાઇ પેથાણી, મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમીશ્નરશ્રી મનોજ અગ્રવાલ, ઉપકુલપતીશ્રી ડો. વિજયભાઇ દેશાણી, ડી.સી.પી.શ્રી મનોહરસિંહ જાડેજા તથા સિન્ડીકેટ સભ્યશ્રીઓ, સેનેટ સભ્યશ્રીઓ, ભવનોનાં અધ્યક્ષશ્રીઓ, રાજકોટની પી.એસ.આઇ. બહેનો તથા બહોળી સંખ્યામાં વિધ્યાર્થીઓ ઉપસ્થીત રહ્યા.