સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર ખાતે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવેલ હતી.
આજે વસંત પંચમીના શુભ અવસરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી દ્વારા પરિસરમાં સ્થિત સરસ્વતી માતાજીની પ્રતિમાનું પુજન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે ભવનના અધ્યક્ષશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.