સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને
ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર કોલેજ રાજકોટ ના યજમાન પદે આંતર કોલેજ ટેબલ ટેનિસ બહેનો સ્પર્ધા યોજાયેલ.
ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર કોલેજ રાજકોટ યજમાન પદે આંતર કૉલેજ ટેબલ ટેનિસ બહેનો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 12 કૉલેજની 18 બહેનો એભાગ લીધેલ.
ચેમ્પિયન ખેલાડીઓ
પ્રથમ ક્રમે. ચોરેલા ઉર્વશી
જે. એચ. ભાલોડીયા કોલેજ. રાજકોટ
દ્વિતીય ક્રમે. ત્રિવેદી ધીમહિ
ગુરુકૃપા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ. લાઠી
તૃતીય ક્રમે. પંડ્યા ક્રિષ્ના
શ્રી એસ.એસ.પી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ. ધાંગધ્રા
સમાપન કાર્યક્રમ માં જે.એચ ભાલોડીયા કોલેજના પ્રિન્સિપાલ ડો.નિલેશભાઈ કાનાણી સર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામકશ્રી ડો.હરીશભાઈ રાબા
જે જે કુંડલીયા કોલેજ ના p.t.i ડો. હાસમ ભાલીયા સર હાજર રહ્યા. બધા વિજેતા વિદ્યાર્થીની ઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવેલ.
તેમજ પ્રસંગોચીન ઉદબોદન કરી સ્પર્ધકોને ઉત્સાહિત કરેલ. સમગ્ર સ્પર્ધાનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ તથા ઓબઝર્વર તરીકે ભુમીબેન વરિયા આયોજક કૉલેજના શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક મયુરભાઈ દેવમુરારી એ સફળતાપૂર્વક પાર પાડેલ. સમાપન કાર્યક્રમની આભાર વીંધી મયુર દેવમુરારી એ કરેલ હતી.