સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિશ્રી સ્વ. લાભુભાઈ ત્રિવેદીની સ્મૃતિમાં આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે માન. કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી તથા માન. ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું અને આ ઉપવનનું નામ "સ્વ. લાભુભાઈ ત્રિવેદી ઉપવન" નામકરણ કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી મનસુખભાઈ જોશી, ટ્રસ્ટીશ્રી ડો. અલ્પનાબેન ત્રિવેદી, સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના નવનિયુક્ત કુલપતિશ્રી ડો. અર્જુનસિંહ રાણા, આચાર્યશ્રી ડો. યજ્ઞેશભાઈ જોશી તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.