આજરોજ સૌરાષ્ટ્ર યુનીવર્સિટી કેમ્પસમાં સી.સી.ડી.સી. પરીસરમાં પ્રખ્યાત લેખકશ્રી નગીનદાસ સંઘવીનાં સતાયુ વર્ષ નિમિતે કુલપતીશ્રી ડો. નીતિનભાઇ પેથાણી, ઉપકુલપતીશ્રી ડો. વિજયભાઇ દેશાણી તથા સિન્ડીકેટ સભ્યોનાં વરદહસ્તે વૃક્ષા રોપણ કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે ફુલછાબનાં તંત્રીશ્રી કૌશિકભાઇ મહેતા, સિન્ડીકેટ સભ્યશ્રીઓ ડો. ભાવીનભાઇ કોઠારી, ડો. જી.સી. ભીમાણી, ડો. પ્રફુલ્લાબેન રાવલ, ડો. હરદેવસિંહ જાડેજા, ડીનશ્રી ડો. નીદતભાઇ બારોટ તથા સી.સી.ડી.સી. નાં કો-ઓર્ડીનેટરશ્રી ડો. નીકેશભાઇ શાહ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતાં.