ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આહવાન કરેલ કે, દરેક વિશ્વ-વિદ્યાલય પોતાના કેમ્પસમાં વૃક્ષો વાવે તથા શારીરિક શિક્ષણ વિભાગના પરિપત્ર નં. શા.શિ./વૃક્ષારોપણ/૧૫૯/૨૦૨૨ તા. ૩૦-૦૭-૨૦૨૨ ના અનુસંધાને આજરોજ ભૌતિકશાસ્ત્ર ભવન ખાતે અધ્યક્ષશ્રી પ્રો. એચ.પી.જોશીસાહેબના માર્ગદર્શન હેઠળ ભવનના પ્રાધ્યાપકશ્રીઓ, બિન-શૈક્ષણિક કર્મચારીઓ, વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.