સમાજકાર્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ.
વર્તમાન સમયમાં કોરોના-૧૯ નામના રોગે વિશ્વમાં કહેર મચાવ્યો છે ત્યારે આવા કપરા સમયમાં જયારે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી નાં કુલપતિ શ્રી ડો.નીતિનભાઈ પેથાણીસર ,ઉપકુલપતિશ્રી ડો.વિજયભાઈ દેશાણીસર , રજીસ્ટ્રાર શ્રી જતીનભાઈ સોની અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી નાં સીન્ડીકેટ સભ્યશ્રી ડો.મેહુલભાઈ રૂપાણી અને શ્રી ડો.નેહલભાઈ શુકલાએ યુનિ.કેમ્પસમાં કોવીડ કેર હોસ્પિટલ બનાવાની જહેમત ઉપાડી છે ત્યારે આ ભગીરથ કાર્યમાં સમાજકાર્ય ભવન અને તેમના વિદ્યાર્થીઓ આ કાર્યમાં જોડાય તેવી ઈચ્છા મહાનુભાવોએ કરી હતી.
તો આ સંજોગોમાં સમાજકાર્ય ભવનના ઇન્ચાર્જ અધ્યક્ષ શ્રી ડો.આર.એમ.દવેસરને જણાવવામાં આવ્યું અને કામગીરી તેમેને સોપવામાં આવી.ત્યારે તેમણે ભવનના ટીચિંગ સ્ટાફ શ્રી ડો.પી.વી.પોપટ,શ્રી ડી.આર.ચાવડા, નોન ટીચિંગ સ્ટાફ શ્રી એચ.જે.રાવલ, શ્રી બી.એચ.જોષી, શ્રી બી.બી.રાણા અને શ્રી એચ.એચ.સોઢા નો પ્રત્યક્ષ સંપર્ક કરી આ સાથેની ચર્ચા કરી હતી. પરંતુ ભવનના ૪ વિદ્યાર્થીઓ પહેલાથી જ આ ભગીરથ કાર્યમાં જોડાયેલા હતા.
પછીથી આ કાર્યમાં સમાજકાર્ય અભ્યાસ સમિતિના ચેરમેન શ્રી ડો.એમ.ડી.ગોગરા , માતૃમંદિર કોલેજના પ્રિન્સીપાલ શ્રી ડો.આર.બી.ધાનાણી, હરિવંદના કોલેજના પ્રાધ્યાપક શ્રી પરાગભાઈ ઝાલા, કણસાગરા મહિલા કોલેજના પ્રાધ્યાપક શ્રી કોમલબેન કપાસી,ક્રિએશન કોલેજના પ્રાધ્યાપક શ્રી ભાવેશભાઈ હરસોડા, શ્રી સુરભી કોલેજના પ્રાધ્યાપક શ્રી સંજયભાઈ અને ડુમીયાણી બી.આર.એસ.કોલેજના લાઈબ્રેરીયન શ્રી ઘનશ્યામસિંહ ગોહિલ સાથે ઓનલાઈનનાં માધ્યમ થી ચર્ચા કરી હતી. અને તેમના વિદ્યાર્થીઓને આ કાર્યમાં જોડાવા જણાવેલ હતું. જેમાંથી ૧૪ જેટલા વિદ્યાર્થીઓએ પોતાની સમંતિ બતાવી હતી.
આ વિદ્યાર્થીઓને તાલીમ મેળવવા માટે સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે લઈ જવાના હતા. જેમાં તેમની સાથે ભવનના ઇન્ચાર્જ અધ્યક્ષ શ્રી ડો.આર.એમ.દવેસર અને શ્રી એચ.એચ.સોઢા ત્યાં રૂબરૂમાં વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.