સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબના અધ્યક્ષસ્થાને "ટ્રાફીક અવેરનેસ કાર્યક્રમ" યોજાએલ હતો.
આ કાર્યક્રમમાં રાજકોટ ટ્રાફીક પોલીસના DCP પુજા યાદવે વિદ્યાર્થીઓને ટ્રાફીકના નિયમો, આપણી ફરજો અને ટ્રાફીક સમસ્યાઓના નિવારણ અંગે માર્ગદર્શિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં ટ્રાફીક પોલીસ ACP જે.બી. ગઢવી તથા રાજકોટના RTO કેતનકુમાર ખપડેએ વિદ્યાર્થીઓને ટ્રાફીક નિયમો વિશે માહિતગાર કર્યા હતા.
આ કાર્યક્રમમાં નિવૃત RTO જે.વી. શાહ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યશ્રી ડૉ. ધરમભાઈ કાંબલીયા તથા કુલસચિવ ડૉ. હરીશ રુપારેલીઆ, ભવનોના અધ્યક્ષશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું સંચાલન મનોવિજ્ઞાન ભવનના પ્રાધ્યાપકશ્રી ડૉ. ધારા દોશીએ કર્યું હતું.