તિરંગા યાત્રા-2022

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત "હર ઘર તિરંગા" સંદર્ભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબની ઉપસ્થિતિમાં બપોરે 12:00 કલાકે વરસતા વરસાદમાં ભવ્ય "તિરંગા યાત્રા" યોજાઈ
સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર તિરંગામય બન્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યશ્રીઓ, ભવનના અધ્યક્ષશ્રીઓ, શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા

આજે આયોજીત આ તિરંગા યાત્રામાં આશરે ૨૦૦૦ થી વધુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સ્વયં જોડાયા

આપણો રાષ્ટ્રધ્વજ આપણા સૌનું સ્વાભિમાન છે. ભારતના યુવાનો એ આપણા રાષ્ટ્રનું ગૌરવ. આપણા દેશના રાષ્ટ્રધ્વજનું આપણને સૌને ગૌરવ હોવું જોઈએ : કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી

ન ભુતો... ન ભવિષ્યતિ... સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં સૌપ્રથમવાર આયોજીત તિરંગા યાત્રામાં રાષ્ટ્રપ્રેમના દર્શન : કુલપતિશ્રી

રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્ર માટે યુવાનોનો જુસ્સો અકલ્પનીય: કુલપતિશ્રી


Published by: Office of the Vice Chancellor

04-08-2022