સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ગાંધીનગરના કુલપતિશ્રી તરીકે પ્રિન્સીપાલશ્રી ડો. અર્જુનસિંહ રાણાની રાજય સરકારશ્રી દ્વારા નિયુક્તિ થતા ગાંધીનગર ખાતે યોજાયેલ પદગ્રહણ સમારોહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માન. ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણી ઉપસ્થિત રહી સમારોહનું ઉદઘાટન કરેલ હતું.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ચેરમેનશ્રી નિરંજનભાઈ શાહ, શ્રી ડી.ડી. કાપડિયા, સિન્ડિકેટ સભ્યશ્રી હરદેવસિંહ જાડેજા, ડો. ધરમભાઈ કાંબલીયા ડીનશ્રી ડો. નીદતભાઈ બારોટ, પૂર્વ સિન્ડિકેટ સભ્યશ્રી ડો. મહેશભાઈ ચૌહાણ તથા બહોળી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.