5 મી સપ્ટેમ્બર એટલે શિક્ષકદિન.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શિક્ષણ વિદ્યાશાખા દ્વારા શિક્ષકદિન નિમિત્તે બી.એડ. ના વિદ્યાર્થીઓ, તાલીમાર્થીઓ તથા પ્રાધ્યાપકો માટે સ્વાધ્યાય પરિવારના અધ્યક્ષા શ્રી જયશ્રીદીદીના વ્યાખ્યાનનું આયોજન હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનું ઉદઘાટન સ્વાધ્યાય પરિવારના શ્રી જયશ્રીદીદી, ગુજરાત સરકારશ્રીના કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવડીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીના વરદહસ્તે કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનું સંચાલન શિક્ષણ વિદ્યાશાખાના ડીનશ્રી ડો. નીદતભાઈ બારોટે કરેલ હતું.આ કાર્યક્રમમાં સિન્ડિકેટ સભ્યશ્રી ડો. ભરતભાઈ રામાનુજ, ડો. જી.સી. ભીમાણી, ડો. હરદેવસિંહ જાડેજા, ડીનશ્રી ડો. નીદતભાઈ બારોટ, અધરધેન ડીનશ્રી ડો. જનકભાઈ મકવાણા, બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા બી.એડ. ના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.